બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / income tax return notice receive here is what you should do

તમારા કામનું / ઘરે આવી છે ઇન્કમટેક્સની નોટિસ! તો ગભરાશો નહીં, તુરંત તમારી આ ભૂલોને ચેક કરી લો, રહેશો ફાયદામાં

Arohi

Last Updated: 09:38 AM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Income Tax Return: જો કોઈ ટેક્સપેયર્સ ઈનકમ ટેક્સ રિટર્ન ફોર્મમાં ખોટી જાણકારી આપી રહ્યું છે તો આવકવેરા વિભાગ તેને અલગ અલગ એક્ટ હેઠળ નોટિસ મોકલી શકે છે.

  • ઘરે આવી છે ઇન્કમટેક્સની નોટિસ!
  • તો અલગ અલગ એક્ટ હેઠળ આવી શકે છે નોટિસ 
  • તુરંત તમારી આ ભૂલોને ચેક કરી લો

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે એક કાર્યક્રમમાં જાણકારી આપતા કહ્યું કે દેશના 1 લાખ ટેક્સપેયર્સને ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની તરફથી નોટિસ જાહેર કરવામાં આવી છે. જણાવી દઈએ કે એવા ઘણા કારણ છે. જેના કારણે તમને નોટિસ મળી શકે છે. તેમાં ITR દાખલ ન કરવાથી લઈને આવક- કપતા કે અન્ય પ્રકારની જાણકારી ખોટી મળી આવવી પણ શામેલ છે. 

આવકવેરા વિભાગ સતત આપી રહ્યું છે સલાહ 
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની તરફથી સતત ટેક્સપેયર્સને સલાહ આપવામાં આવે છે કે આઈટીઆર ફાઈલ કરતી વખતે તમને બધા પ્રકારના રોકાણ અને આવકની ચોક્કસ જણકારી આપો. આવું ન કરવું આઈટીઆરમાં ખોટી જાણકારી ભરવી તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે અને તમને આવકવેરા વિભાગથી નોટિસ મળી શકે છે. પરંતુ સામાન્ય રીતે ટેક્સપેયર્સ મામુલી ભુલો કરી દે છે જે તેમના માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.   

આઈટીઆર ભરતી વખતે ભુલોથી બચો 
જો કોઈ ટેક્સપેયર્સ ઈનકમ ટેક્સ રિટર્ન ફોર્મમાં ખોટી જાણકારી ભરે છે તો આવકવેરા વિભાગ તેને અલગ અલગ એક્ટ હેઠળ નોટિસ મોકલી શકે છે. ITRના બે પ્રકરાની સ્ક્રૂટની પ્રોસેસ હોય છે તેમાંથી એક મેન્યુઅલ અને બીજી ફરજીયાત. 

પરંતુ અમુક એવી સાવધાનીઓ છે જેને ધ્યાનમાં રાખીને તમે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરો તો ભુલોથી બચી શકો છો અને નોટિસ નહીં મળે. આવો અમુક એવા કારણો પર નજર કરીએ. જેના કારણે વિભાગ તમને નોટિસ મોકલી શકે છે. 

આ કારણે આવી શકે છે નોટિસ 

  • ITR ફાઈલ ન કરવું 
  • TDSમાં ભૂલ 
  • જાહેર ન કરેલી આવક 
  • ITR રિટર્નમાં ભુલ 

નોટિસ મળવાના ઘણા કારણ 
ઈનકમ ટેક્સ અધિકારી ઘણા કારણોથી નોટિસ જાહેર કરી શકે છે. જેમાં ટેક્સ રિટર્ન દાખલ ન કરવાથી લઈને વ્યક્તિ દ્વારા દાખલ ITRમાં જણાવવામાં આવેલી આવકની તપાસ કરવી શામેલ છે. 

Deloitte Haskins & Sells LLPના તરૂણ ગર્ગનું કહેવું છે કે જો નોટિસના કારણે પહેલાથી દાખલ આવક રિટર્નની તપાસ છે નોટિસમાં ટેક્સ રિટર્નમાં રિપોર્ટ કરાવેલા ડેટાના પ્રમાણના રૂપમાં કામ કરવા માટે અમુક જાણકારી દસ્તાવેજને લિસ્ટ કરવામાં આવ્યા છે.  

ઓનલાઈ સુવિધાથી ટ્રેકિંગ થયું સરળ 
આજકાલ ITR E-Filing Portalના માધ્યમથી જાહેર કરવામાં આવી રહ્યા છે. જેમાંથી એવી નોટિસો માટે દાખલ કરેલી નોટિસ અને પ્રતિક્રિયાઓને ટ્રેક કરવી ખૂબ જ સરળ થઈ ગયું છે. માટે જો તમને ટેક્સ નોટિસ મળે છે તો તમે નીચે જણાવેલી વાતોને ધ્યાનમાં રાખો. 

ગભરાશો નહીં 
તમારે ઈનકમ ટેક્સની નોટિસ મળે તો ગભરાશો નહીં. ખૂબ જ જરૂરી છે કે Tax Noticeની પાછળનું કારણ સમજો. આવક વિભાગ તમને નોટિસમાં સમય સીમાની સાથે મૂળ મુદ્દા વિશે વિસ્તારથી જણાવે છે. 

નોટિસને વેરિફાઈ કરો 
તમારા માટે આ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે તમને મળેલી નોટિસ વાસ્તવિક છે અને સંવેદનશીલ નાણાકીય જાણકારી પ્રાપ્ત કરવાનું કોઈ જાળ તો નથી. TaxNodesના ફાઉન્ડર અને સીઈઓ અવિનાશ શેખરનું કહેવું છે કે વાસ્તવિક આવકવેરા નોટિસમાં સામાન્ય રીતે ટેક્સ પેયર્સ કે પાન, DIN સહિત અન્ય જરૂરી જાણકારીઓ હોય છે. તમે ઓફિશ્યલ જાણકારી વિભાગની વેબસાઈટ પર જઈને નોટિસની તપાસ કરી શકો છો. 

નોટિસનું કારણ સમજો 
આવકવેરા વિભાગની નોટિસ જાહેર થવાનું નિર્ધારણ કરવા માટે તેમાં દાખલ કરેલી જાણકારીઓને ધ્યાનથી વાંચો અને ઝીણવટ પૂર્વક સમજો. તમને આપવામાં આવેલી નોટિસ ITR ભરતી વખતે ઓછી જણાવેલી ઈનકમ, ટેક્સ ચુકવણીમાં વિસંગતીઓ, અમુક ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શનનો ખુલાસો ન કરવો કે કોઈ અન્ય કર-સંબંધિત મામલાથી સંબંધિત હોઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ