બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Income Tax Return nirmala sitharaman said you will get extra refund on Income Tax

તમારા કામનું / Income Tax ભરતાં લોકોને મળી મસ્ત ગિફ્ટ: હવે રિફંડમાં મળશે વધારે લાભ, જાણો કઈ રીતે

Arohi

Last Updated: 01:57 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Income Tax Return: આ વખતે તમને ઈનકમ ટેક્સ ફાઈલ કરવા પર રિફંડના રૂપમાં વધારે પૈસા મળવાના છે. આજે અમે તમને ટેક્સ ફાઈલ કરવાની એવી રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમને રિટર્નમાં વધારે પૈસા મળી શકે છે.

  • હવે રિફંડમાં મળશે વધારે લાભ
  • ટેક્સ ભરતા લોકોને મળશે મોટી ભેટ 
  • જાણો શું કહ્યું નિર્મલા સીતારમણે 

જો તમે પણ ઈનકમ ટેક્સ ભરો છો તો અને તમે હજુ સુધી ટેક્સ ફાઈલ નથી કર્યું તો આ તમારા કામની ખબર છે. આ વખતે તમને ઈનકમ ટેક્સ ફાઈલ કરવા પર રિફંડના રૂપમાં વધારે પૈસા મળવાના છે. આજે અમે તમને ટેક્સ ફાઈલ કરવાની એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ. જેનાથી તમને રિટર્નમાં વધારે પૈસા મળી શકશે. તેના માટે તમને ફક્ત અમુક જ વાતોનું ધ્યાન રાખવું પડશે. જેથી તમને વધારેમાં વધારે રિફંડ મળી શકે. 

IT રિટર્ન ફાઈલ કરતી વખતે આ વાતોનું રાખો ખાસ ધ્યાન 
ટેક્સ રિઝીમ પસંદ કરતા પહેલા ધ્યાન રાખો 

તમને સૌથી પહેલા એ વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે ટેક્સ ફાઈલ કરતી વખતે યોગ્ય ટેક્સ રિઝીમને સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર બાદમાં જ તમે રિફંડ માટે ક્લેમ કરી શકશો. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં ટેક્સ સ્લેબમાં ફેરફાર કર્યા હતા. જેને તમારે ચેક કરવું જરૂરી છે. 

બેંક એકાઉન્ટને કરી લો વેરિફાઈ 
ઈનકમ ટેક્સ વિભાગની તરફથી વેલિડ બેંક એકાઉન્ટમાં જ રિફંડના પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે. જો તમે પણ પોતાના રિફંડને વગર કોઈ મુશ્કેલીએ જલ્દી મેળવવા માંગો છો તો તેના માટે તેનું વેરિફિકેશન જરૂર કરી લો. તેની સાથે જ રિટર્નને યોગ્ય રીતે પોર્ટલ પર ફાઈલ કરો. 

સેવિંગ્સ સ્કીમમાં લગાવો પૈસા 
તેના ઉપરાંત તમે કેન્દ્ર સરકારની સેવિંગ્સ સ્કીમ જેવા રાષ્ટ્રીય પેન્શન યોજના, પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ જેની યોજનાઓમાં પૈસા લગાવીને ટેક્સ છૂટનો ફાયદો લઈ શકો છો. તેના ઉપરાંત હોમ લોનના વ્યાજ પર પણ તમને છૂટનો ફાયદો મળી શકે છે. તેના ઉપરાંત તમે ડેટાને મેચ જરૂર કરી લો. 

ITRને કરવું પડશે વેરિફાઈ 
તમને ઈનકમ ટેક્સ રિટર્નને ફાઈલ કરવાના 30 દિવસ બાદમાં પોતાના રિટર્નનું વેરિફિકેશન કરવાનું રહેશે. જે પણ રિટર્નનું વેરિફિકેશન ન થાય તેને સરકારની તરફથી અમાન્ય માનવામાં આવે છે. માટે તમને તેને વેરિફાઈ કરવું જરૂરી છે.  

તારીખ પહેલા ફાઈલ કરી દો ITR
તમને તમારી ટેક્સ હંમેશા સમય પર ફાઈલ કરવું જોઈએ. આ વખતે ટેક્સ ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે. તો તમને તેના પહેલા ટેક્સ ફાઈલ કરી દેવાનું રહેશે. તેનાથી તમે દંડથી બચી શકો છો. તેની સાથે જ તમને રિફંડ પણ સમય પર ખાતામાં મળી જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ