બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / In Vadodara, there was a row over the bill and the gang threatened to blow up the entire cafe with a bomb-fight

સિકલીગર ગેંગ / વડોદરામાં બિલ માટે થઈ બબાલ અને ગેંગે આપી આખું કાફે બોમ્બથી ઉડાવવાની ધમકી-મારામારી, પોલીસ એક્શનમાં

Priyakant

Last Updated: 11:16 AM, 1 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અગાઉ દિવાળી સમયે આ ગેંગ દ્વારા એક પરિવાર સાથે મારામારી કર્યા બાદ ફરી એકવાર કાફેમાં જઈ મારામારી કરી હોવાનું સામે આવ્યું

  • વડોદરાના માંજલપુરમાં સિકલીગર ગેંગનો આંતક
  • સિકલીગર ગેંગે કાફેમાં જમવાના બિલ બાબતે બબાલ થતાં કરી મારામારી
  • ગેંગે કાફેને બોમ્બથી ઉડાવવાની ધમકી પણ આપી
  • અગાઉ દિવાળીના દિવસે પણ ગેંગે આતંક મચાવ્યો હતો 

વડોદરાના માંજલપુરમાં સિકલીગર ગેંગનો આંતક સતત વધી રહ્યો છે. અગાઉ દિવાળી સમયે આ ગેંગ દ્વારા એક પરિવાર સાથે મારામારી કર્યા બાદ ફરી એકવાર કાફેમાં જઈ મારામારી કરી હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ સિકલીગર ગેંગના લોકો એક કાફેમાં જમવા ગયા હતા. જ્યાં જમવાના બિલ બાબતે કોઈ માથાકૂટ થતાં ગેંગના સભ્યોએ મારામારી કરી હતી. 

સંસ્કારી નગરી વડોદરાના માંજલપુરમાં સિકલીગર ગેંગનો દિવસેને દિવસે વધી રહ્યો છે. તાજેતરમાં સિકલીગર ગેંગના લોકો શહેરના એક કાફેમાં જમવા ગયા હતા. જ્યાં જમવાના બિલ બાબતે બબાલ થતાં આ ગેંગે મારામારી કરી હતી. આ સાથે ગેંગે કાફેને બોમ્બથી ઉડાવવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર મારામારીની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. જે બાદમાં કાફેના સંચાલકે સિકલીગર ગેંગ સામે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ સ્થાનિક પોલીસે ફરિયાદના આધારે 3 આરોપીની ધરપકડ કરી છે. 

દિવાળીના દિવસે પણ ગેંગે આતંક મચાવ્યો હતો 

મહત્વનું છે કે, અગાઉ પણ સિકલીગર ગેંગના સાગરીતોએ મારામારી કરી હતી. દિવાળીના દિવસે ગેંગે એક પરિવાર સાથે મારામારી કરી હતી. વિગતો મુજબ સિંધવાઈ માતા રોડ પર  રિંકુ સિકલીગરએ ઘરમાં સળગતી દેશી હવાઈ છોડી હતી.  જેથી પરિવારે આવું ન કરવાની ટકોર કરતાં ગેંગના11 સભ્યોએ પરિવાર સાથે મારામારી કરી હતી. જેમાં મહિલાને ઘરના ગેટ પાસે પટકી અને ઘરના પુરુષ સભ્યો પર પણ હુમલો કર્યો હતો.  આ ઘટના પણ CCTVમાં  કેદ થઇ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ