બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / In Vadodara, police arrested three persons in connection with blackmailing a young man and a young woman

એક્શન / યુવતી સાથે ફરતાં યુવકના કોલર પકડીને નામ પૂછી દાદાગીરી કરતાં ત્રણ શખ્સોની ધરપકડ, વડોદરામાં વીડિયો ઉતારી કર્યો હતો વાયરલ

Malay

Last Updated: 03:05 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: વડોદરામાં યુવક-યુવતીનો કોમવાદ ફેલાવતો વીડિયો બનાવવા મામલે ગોત્રી પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.

  • કોમવાદ ફેલાવતો વીડિયો બનાવનાર 3ની ધરપકડ
  • યુવક-યુવતીનો વીડિયો ઉતારી કરાયો હતો વાયરલ
  • વીડિયો વાયરલ કરવા મામલે ગોત્રી પોલીસે કરી કાર્યવાહી

Vadodara News: વડોદરામાં કોમી વૈમનસ્ય ફેલાય તેવો વીડિયો બનાવવા મુદ્દે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ત્રણ યુવકોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે, આ તમામે થોડા સમય અગાઉ યુવતી સાથે ફરતા એક યુવકનો કોલર પકડીને નામ પૂછી ઉશ્કેરાટ થાય તેવો વીડિયો બનાવ્યો હતો. જે બાદ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

ત્રણ યુવકે બનાવ્યો હતો વીડિયો
પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના અકોટા વિસ્તારમાં એક આઈસક્રીમની દુકાનમાં બે માસ અગાઉ યુવક-યુવતી બેઠા હતા. આ સમયે કેટલાક યુવકો તેમની પાસે આવ્યા હતા અને ડાયરેક્ટ યુવકનો કોલર પકડી લીધો હતો. ત્યારબાદ આ તમામે યુવકને તેનું નામ અને સરનામું પૂછ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ તેઓએ બનાવ્યો હતો. જે બાદ તેઓએ યુવક-યુવતીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું અને વીડિયો વાયરલ કરી દીધો હતો. 

ગોત્રી પોલીસે હાથ ધરી હતી તપાસ 
વીડિયો મામલે ગોત્રી પોલીસે ગુનો દાખલ કર્યો હતો. કોમી વૈમનસ્ય ફેલાય તેવો વીડિયો વાયરલ કરવા મામલે ગોત્રી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ફતેપુરા વિસ્તારના મુસ્તકીન ઈમ્તિયાઝ શેખ, પાણીગેટ વિસ્તારના બુરાનવાલા નજુમિયા સૈયદ અને રાજમહેલ રોડ વિસ્તારના સાહિલ સહાબુદ્દીન શેખ નામના ત્રણ યુવકોને ઝડપી લીધા છે. હાલ ગોત્રી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓના નામ
- મુસ્તકીન ઈમ્તિયાઝ શેખ - ફતેપુરા
- બુરાનવાલા નજુમિયા સૈયદ - પાણીગેટ
- સાહિલ સહાબુદ્દીન શેખ - રાજમહેલ રોડ
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ