બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / In this state of the country, the movie 'The Kerala story' became tax free

મોટો નિર્ણય / દેશના આ રાજ્યમાં 'The Kerala story' મુવી થઇ ટેક્સ ફ્રી, CMએ કહ્યું 'આ ફિલ્મ...'

Priyakant

Last Updated: 02:04 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

The Kerala story Tax Free News: મુખ્યમંત્રીએ કહ્યું કે, ફિલ્મ The Kerala story ને ટેક્સ ફ્રી બનાવી અને કહ્યું કે, દરેક વ્યક્તિએ આ ફિલ્મ જોવી જોઈએ તેથી સરકાર દ્વારા તેને ટેક્સ ફ્રી કરવામાં આવી

  • The Kerala story ફિલ્મને લઈ મોટા સમાચાર 
  • મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કરી મોટી જાહેરાત 
  • મધ્યપ્રદેશમાં The Kerala story ટેક્સ ફ્રી જાહેર 

લવ જેહાદ અને ધર્મ પરિવર્તનને ઉજાગર કરતી ફિલ્મ The Kerala story દેશના તમામ સિનેમાઘરોમાં જોવા મળી રહી છે.  જ્યાં પ્રથમ દિવસે મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો ફિલ્મ The Kerala story જોવા થિયેટરોમાં પહોંચ્યા હતા. આ તરફ મધ્યપ્રદેશથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ફિલ્મ The Kerala story ને મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી બનાવવાનો નિર્ણય કર્યો છે. CM શિવરાજ સિંહ ચૌહાણે ફિલ્મ The Kerala story ને ટેક્સ ફ્રી બનાવી અને કહ્યું કે, દરેક વ્યક્તિએ આ ફિલ્મ જોવી જોઈએ તેથી મધ્ય પ્રદેશ સરકાર દ્વારા તેને ટેક્સ ફ્રી કરવામાં આવી રહી છે.
 
રાજ્યના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, The Kerala story લવ જેહાદ, ધર્માંતરણ અને આતંકવાદના ષડયંત્રનો પર્દાફાશ કરે છે અને તેનો ભયાનક ચહેરો સામે લાવે છે. આ ફિલ્મ જણાવે છે કે, જે દીકરીઓ ક્ષણિક ભાવનાત્મકતામાં લવ જેહાદની જાળમાં ફસાઈ જાય છે, તે કેવી રીતે વેડફાઈ જાય છે. આ ફિલ્મ આતંકવાદની રચનાને પણ ઉજાગર કરે છે. આ ફિલ્મ આપણને જાગૃત કરે છે.

શું કહ્યું મુખ્યમંત્રીએ ? 
મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, મધ્યપ્રદેશમાં અમે પહેલાથી જ ધર્મ પરિવર્તન વિરુદ્ધ કાયદો બનાવ્યો છે. પરંતુ આ The Kerala story ફિલ્મ જાગૃતિ લાવે છે. દરેક વ્યક્તિએ આ ફિલ્મ જોવી જોઈએ. માતા-પિતાએ પણ જોવી જોઈએ, બાળકોએ પણ જોવી જોઈએ, દીકરીઓએ પણ જોવી જોઈએ એટલા માટે મધ્યપ્રદેશ સરકાર આ ફિલ્મને ટેક્સ ફ્રી બનાવી રહી છે.

The Kerala story એ પહેલા દિવસે કરી બમ્પર કમાણી 
ફિલ્મ The Kerala story એ બોક્સ ઓફિસ પર પહેલા દિવસે બમ્પર કમાણી કરી છે. શુક્રવારે રિલીઝ થયેલી The Kerala story નું પ્રથમ દિવસે ઓલ ઓવર કલેક્શન 8 કરોડથી વધુ થઈ ગયું છે. તેણે કાશ્મીર ફાઈલ્સને પાછળ છોડી દીધી છે. કાશ્મીર ફાઇલે પહેલા દિવસે 3 કરોડની કમાણી કરી હતી. કેરળ સ્ટોરીનું નિર્માણ વિપુલ શાહે કર્યું છે, જ્યારે સુદીપ્તો સેન ફિલ્મના દિગ્દર્શક છે. આ ફિલ્મ મેકિંગ સમયથી જ વિવાદોમાં આવી હતી. શનિવાર અને રવિવારે તમામ શો માટે એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું છે. અને મધ્યપ્રદેશમાં રાજ્ય સરકારે ફિલ્મ The Kerala story ને ટેક્સ ફ્રી બનાવવાનો નિર્ણય કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ