બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / In the state, teachers held rallies and mahapanchayats in many places and protested with slogans

OPS / ગુજરાતભરમાં શિક્ષકો ફરી વિરોધે ચડયા! 11 સ્થળોએ સૂત્રોચ્ચાર કરી હક્ક માંગવા રેલીઓ યોજી, માંગ છે જૂની

Dinesh

Last Updated: 08:04 PM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Old Pension Scheme: રાજ્યમાં શિક્ષકોએ અનેક જગ્યાએ રેલી અને મહાપંચાયત યોજી સુત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો, જૂની પેન્શન યોજના લાગુ કરવાની શિક્ષકો કરી રહ્યાં છે માંગ

  • રાજ્યમાં શિક્ષકોનો વિરોધ
  • જૂની પેન્શન યોજના લાગુ કરવા માગ
  • પડતર પ્રશ્નોને લઈ શિક્ષકો મેદાનમાં
  • રાજ્યમાં 11 સ્થળોએ વિરોધ પ્રદર્શન


રાજ્યના શિક્ષકોએ જૂની પેન્શન યોજનાને લાગુ કરવા અને અન્ય પડતર પ્રશ્નોના નિકાલ માટે સરકાર પાસે માગ કરી છે. ત્યારે આજે રાજ્યમાં શિક્ષકોએ અનેક જગ્યાએ રેલી અને મહાપંચાયત યોજી સુત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો. જેમાં સુરતમાં શિક્ષકોએ રસ્તા પર ઉતરી પદયાત્રા યોજી હતી. 

રેલી, મહાપંચાયત યોજી વિરોધ
નવસારીમાં પણ શિક્ષકોએ વિવિધ પ્રશ્નોને લઈ સુત્રોચ્ચાર સાથે મુખ્યમાર્ગો પર રેલી યોજી હતી. આ સાથે ખેડાના મહેમદાવાદમાં પણ અમદાવાદ ગ્રામ્ય, ખેડા, આણંદ જિલ્લાના અંદાજીત 5 હજારથી વધુ શિક્ષકો પદયાત્રા અને મહાપંચાયતમાં જોડાયા હતા. આ ઉપરાંત મહેસાણામાં પણ મહેસાણા, પાટણ, બનાસકાંઠા જિલ્લાના શિક્ષકોએ પોતાની માગને લઈ રસ્તા પર ઉતર્યા હતા.

શિક્ષકો મેદાનમાં ઉતર્યા
નવસારીમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા શિક્ષકો મેદાનમાં ઉતર્યા છે. સંયુક્ત કર્મચારી મંડળ દ્વારા વિશાળ રેલીનું આયોજન નવસારી શહેરમાં કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના છ તાલુકામાંથી અંદાજિત 300 થી વધુ કર્મચારીઓએ જૂની પેન્શન યોજના અને પડતર પ્રશ્નોને લઈને એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.અને સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કરી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેની માગ કરવામાં આવી હતી.કર્મચારીઓ દ્વારા શહેરના રસ્તા પરથી રેલી કાઢી પોતાની પડતર માંગોને લઈને સભાંનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.શહેરના ગ્રીડ વિસ્તારમાંથી નીકળેલી આ રેલીમાં અંદાજિત 300 થી વધુ કર્મચારીઓ જોડાયા હતા. અને આગામી સમયમાં જો પોતાના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો ગાંધીજીએ માર્ગે આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ કર્મચારીઓ ઉચ્ચારી હતી.

રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત રાજ્ય દ્વારા વિરોધ
જૂની પેન્શન યોજના લાગુ કરવાને લઈ ખેડામાં શિક્ષકોનો વિરોધ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત રાજ્ય દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વિરોધને લઈ  રાજ્યના 11 સ્થળોએ પદયાત્રા અને મહાપંચાયતનું આયોજન કરાયું છે. ખેડાના મહેમદાવાદના ખાત્રજમાં પદયાત્રા અને મહાપંચાયતનું આયોજન કરાયું છે. અમદાવાદ ગ્રામ્ય, ખેડા, આણંદ જિલ્લાના અંદાજીત 5 હજારથી વધુ શિક્ષકો જોડાયા છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ