બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / In the paper burst, the dummy candidate was caught, fingers were repeatedly pointed against the competitive examination

મહામંથન / પેપર ફૂટે, ડમી ઉમેદવાર ઝડપાય તેમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસ સામે વારંવાર આંગળી ચીંધાઈ, વિદ્યાર્થીને કેમ તેઓ અવળા રસ્તે ચડાવે છે?

Vishal Khamar

Last Updated: 08:46 PM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર ડમીકાંડમાં ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપનાર મિલન બારૈયાનાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. ત્યારે મિલનનાં માતા-પિતાએ શિક્ષક શરદ પનોત ઉપર પણ ગંભીર આક્ષેપ કર્યા છે.

શિક્ષક એ હોય જે તમને સાચો રસ્તો બતાવે, તમારુ સારુ ઘડતર કરે અને તમારા જીવનને ઉન્નત બનાવે. પણ એના બદલે જો એ જ શિક્ષક તમને આડા રસ્તે ચડાવે, તમને ખોટા કામ કરવા પ્રેરે, અને સરવાળે તમારુ જીવન બરબાદ કરે તો એવા શિક્ષકને શેતાન કેમ ન કહેવો એવો સવાલ આપણને સૌને ચોક્કસ થાય. 
ભાવનગર ડમી કાંડમાં ડમી ઉમેદવાર તરીકે બેસતો મિલન બારૈયા તો આરોપીના કઠેડામાં છે જ પણ હવે મિલનના માતા-પિતાએ મિલનના જ શિક્ષક શરદ પનોત ઉપર ગંભીર આક્ષેપ કર્યા કે તેણે જ મિલનનો ઉપયોગ કર્યો છે.. તાજેતરમાં પણ જેટલા ભરતી કૌભાંડ કે ડમી ઉમેદવારના કૌભાંડ સામે આવ્યા તેમાં સીધી કે આડકતરી રીતે ક્લાસીસ સંચાલકની સંડોવણી સામે આવી જ છે, પછી તે જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં સામેલ વડોદરાનો ક્લાસીસ સંચાલક ભાસ્કર ચૌધરી હોય કે પછી 2014થી ગાજેલા તલાટી ભરતી કૌભાંડમાં સામેલ કલ્યાણસિંહ ચંપાવત હોય.. અત્યારે ટ્યુશન ક્લાસ સ્પર્ધાત્મક પરીક્ષાના હોય કે બોર્ડના વિદ્યાર્થીઓ માટેના, મા-બાપ સ્કૂલથી પણ વધારે ભરોસો ટ્યુશન ક્લાસીસ ઉપર કરે છે તે કડવી હકીકત છે, અને એ જ ક્લાસીસના સંચાલકો જો વિદ્યાર્થીઓનો ઉપયોગ કાળા કામમાં કરે અને પ્રમાણમાં યુવાન વય ધરાવતા સમજદાર વિદ્યાર્થીઓ પણ થોડા રૂપિયાની લાલચમાં ખોટા કામ કરવા દોરાય જાય તેવી સ્થિતિને કેટલી ગંભીર ગણવી.જો આવું જ થતું રહ્યું તો શું એક સમય એવો નહીં આવે કે સ્પર્ધાત્મક પરીક્ષા કે બોર્ડની પરીક્ષાઓનું ભાવિ જ ડામાડોળ થઈ જશે.

  • ભાવનગર ડમીકાંડનો મુદ્દો છેલ્લા ઘણાં સમયથી ચર્ચામાં છે
  • ડમીકાંડમાં ટ્યુશન ક્લાસીસ સંચાલકની ભૂમિકા સામે આવી
  • આરોપી શરદ પનોત સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ ચલાવતો હતો
  • જે આરોપી મિલન બારૈયાનું નામ સામે આવ્યું તે શરદ પાસે ભણતો હતો

ભાવનગર ડમીકાંડનો મુદ્દો છેલ્લા ઘણાં સમયથી ચર્ચામાં છે. ડમીકાંડમાં ટ્યુશન ક્લાસીસ સંચાલકની ભૂમિકા સામે આવી છે.  આરોપી શરદ પનોત સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ ચલાવતો હતો.  જે આરોપી મિલન બારૈયાનું નામ સામે આવ્યું તે શરદ પાસે ભણતો હતો. મિલને અનેક વખત ડમી વિદ્યાર્થી બનીને પરીક્ષા આપી છે. આ પહેલા જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં પણ ક્લાસીસ સંચાલકની સંડોવણી હતી. રાજ્યમાં તલાટી સહિત અનેક પરીક્ષાઓ એવી હતી કે જેમાં ક્લાસીસ સંચાલકની સંડોવણી હોય છે.  ક્લાસીસ સંચાલક જ વિદ્યાર્થીને અવળે રસ્તે લઈ જાય એ ખૂબ ગંભીર બાબત છે. ટ્યુશન ક્લાસ કે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ ઉપર કેમ ભરોસો કરવો તે મોટો સવાલ છે. 

  • મિલન હોશિયાર વિદ્યાર્થી હતો
  • મિલનના શિક્ષક શરદ પનોતે જ તેને ફસાવ્યો છે
  • મિલને ઘરે કયારેય રૂપિયા અંગે વાત નથી કરી
  • મિલન હોશિયાર હોવાથી શરદ પનોતે તેનો ઉપયોગ કર્યો
  • શરદે મિલનને ફોસલાવી, લાલચ આપીને ગેરમાર્ગે દોર્યો 

આરોપી મિલનના માતા-પિતાએ શું કહ્યું?
મિલન હોશિયાર વિદ્યાર્થી હતો.  મિલનના શિક્ષક શરદ પનોતે જ તેને ફસાવ્યો છે. મિલને ઘરે કયારેય રૂપિયા અંગે વાત કરી નથી. મિલન હોશિયાર હોવાથી શરદ પનોતે તેનો ઉપયોગ કર્યો. શરદે મિલનને ફોસલાવી, લાલચ આપીને ગેરમાર્ગે દોર્યો છે.

  • વિવિધ ભરતી કૌભાંડ, ડમીકાંડમાં ક્લાસીસ સંચાલકની સંડોવણી સામે આવી
  • ભાવનગર ડમીકાંડમાં ક્લાસીસ સંચાલક શરદ પનોતનું નામ સામે આવ્યું
  • શરદ પનોતે તેના જ વિદ્યાર્થીને ડમી ઉમેદવાર બનાવીને પરીક્ષા અપાવી
  • આ પહેલા જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં પણ ક્લાસીસ સંચાલક જ સંડોવાયેલા હતા

ક્લાસીસ સંચાલકોના કાળા કામ
વિવિધ ભરતી કૌભાંડ, ડમીકાંડમાં ક્લાસીસ સંચાલકની સંડોવણી સામે આવી છે.  ભાવનગર ડમીકાંડમાં ક્લાસીસ સંચાલક શરદ પનોતનું નામ સામે આવ્યું છે.  શરદ પનોતે તેના જ વિદ્યાર્થીને ડમી ઉમેદવાર બનાવીને પરીક્ષા અપાવી હતી. આ પહેલા જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં પણ ક્લાસીસ સંચાલક જ સંડોવાયેલા હતા. પેપરલીક કેસના આરોપીમાં વડોદરાનો ક્લાસીસ સંચાલક સંડોવાયેલો હતો. ભાસ્કર ચૌધરી નામના સંચાલકે જ વિદ્યાર્થીઓને પેપર આપ્યું હતું. ભાસ્કર ચૌધરી સાથે કેતન બારોટની પણ સંડોવણી સામે આવી હતી. કેતન બારોટ પણ દિશા એજ્યુકેશન નામે કન્સલ્ટન્સી ચલાવતો હતો. થોડા વર્ષ પહેલા તલાટી ભરતી કૌભાંડ થયું તેમાં પણ ક્લાસીસ સંચાલક સૂત્રધાર હતો. તલાટી ભરતી કૌભાંડમાં કલ્યાણસિંહ ચંપાવતનું નામ ખૂલ્યું હતું. કલ્યાણસિંહ ચંપાવત પણ સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ ચલાવતો હતો. 

  • મિલન બારૈયા તળાજાના સરતાનપુરનો રહેવાસી છે
  • ડમી ઉમેદવાર તરીકે 7 વખત પરીક્ષા આપી છે
  • મિલન રૂપિયા લઈને ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપતો હતો
  • મિલન અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હોવાનો દાવો 

ડમીકાંડનો આરોપી મિલન બારૈયા કોણ છે?
મિલન બારૈયા તળાજાના સરતાનપુરનો રહેવાસી છે. ડમી ઉમેદવાર તરીકે 7 વખત પરીક્ષા આપી છે. મિલન રૂપિયા લઈને ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપતો હતો. મિલન અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હોવાનો દાવો. શરદ પનોત મિલનને ડમી ઉમેદવાર તરીકે પરીક્ષામાં બેસાડતો હતો. મિલને ફિલિપાઈન્સના મેડિકલના વિદ્યાર્થીની પરીક્ષા આપી હતી. ધો.12ના ભૌતિકશાસ્ત્રના પેપરની પણ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ