બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In the next 5 days, most of the districts of Gujarat state may experience continuous rain
ADVERTISEMENT
ગુજરાતમાં વરસાદ વધુ એકવાર ધબધબાટી બોલાવશે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી 5 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અવિરત વરસાદ પડી શકે છે. ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે.

ADVERTISEMENT
આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની સંભાવના છે. તો સમગ્ર સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા ઝાંપટા પડશે. દાહોદ, પંચમહાલ, ખેડા, પાટણ પણ પવન સાથે વરસાદ પડશે. આ સાથે જ મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
આજે આ વિસ્તારમાં વરસાદની આગાહી
આજે વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, પાટણ, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે.
ADVERTISEMENT
31 જુલાઈ અને 1-2 ઓગસ્ટે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
31 જુલાઈએ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, સારબકાંઠામાં વરસાદ ખાબકી શકે છે. 1 અને 2 ઓગસ્ટે પણ વરસાદની કરાઈ છે આગાહી 1 ઓગસ્ટે પાટણ, સારબકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, સુરત, નવસારી, નર્મદા, વલસાડ, તાપી, ડાંગ, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 2 ઓગસ્ટે આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, નવસારી, નર્મદા, તાપી, ડાંગ, દાહોદ, પંચમહાલ, ખેડા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, પાટણમાં વરસાદ વરસી શકે છે.
3 અને 4 ઓગસ્ટે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
3 ઓગસ્ટે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દાહોદ, પંચમહાલ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરી છે. 4 ઓગસ્ટે વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદ ખાબકી શકે છે.
ADVERTISEMENT
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કરી હતી આગાહી
આપને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી હતી. ગઈકાલે તેઓએ જણાવ્યું હતું કે, આગામી 24 કલાક ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આગામી 24 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે. સાથે જ પાટડી, દસાડા, વિરમગામ, માંડલમાં પણ વરસાદની શક્યતા છે. તેમણે જણાવ્યું કે, મહેસાણા, સમી, હારીજ, કડી, બેચરાજી, ઝોટાણા, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે.
ADVERTISEMENT
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પડી શકે વરસાદ
મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે, ગુજરાત દક્ષિણ, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદ થઈ શકે છે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં હવે વરસાદ સાથે પવનનું જોર વધશે. કચ્છના ભાગોમાં 40થી 45 કિમી ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 25થી 30 કિમી ઝડપે પવન ફૂંકાશે. સાથે જ અમદાવાદમાં પણ 25 કિમી ઝડપે પવન ફૂંકાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.