બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / વડોદરા / In the Harani boat tragedy, the administrators of New Sunrise School joined hands to suppress the matter

હરણી બોટ ટ્રેજેડી / 'અમને લાઇફજેકેટ આપો, તો કહ્યું આ તો અમારું રોજનું છે', મામલાને દબાવવા ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ હાથ ખંખેર્યા

Priyakant

Last Updated: 12:44 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Harani Lake Boat Latest News: સ્કૂલ સંચાલકોનું કહેવું છે કે, સ્કૂલની નહી પરંતુ બોટ ચાલકની બેદરકારીના કારણે ઘટના બની

  • વડોદરા હરણી તળાવ દુર્ઘટના કેસ
  • ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોની પ્રતિક્રિયા 
  • બોટ ઓપરેટરની બેદરકારીના લીધે ઘટના બની
  • કોઈ પણ સેફ્ટી વિના બાળકોને બેસાડ્યા હતા
  • શિક્ષકોના કહેવા છતા બાળકોને સેફ્ટી જેકેટ ન અપાયા

Vadodara Harani Lake Boat : વડોદરા હરણી તળાવ દુર્ઘટના કેસમાં એક બાદ એક નવી અપડેટ સામે આવી છે. આ બધાની વચ્ચે હવે ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોની પ્રતિક્રિયા સામે આવી છે. વિગતો મુજબ હરણી દુર્ઘટના કેસમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ હાથ ખંખેર્યા છે. સ્કૂલ સંચાલકોનું કહેવું છે કે, સ્કૂલની નહી પરંતુ બોટ ચાલકની બેદરકારીના કારણે ઘટના બની. કોઈ પણ સેફ્ટી પહેરાવ્યા વગર બોટમાં બાળકોને બેસાડવામાં આવ્યા હતા. ફનટાઈમ મેરિનાની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાનું સ્કૂલ સંચાલકોએ જણાવ્યું છે.

સંસ્કારી નગરી કહેવાતાં વડોદરા માટે ગઇકાલનો દિવસ એ ખૂબ દુ:ખ દાયક રહ્યો હતો. હરણી તળાવમાં બાળકો અને શિક્ષકો ડૂબી જવાની ઘટનાને લઈ કોની બેદરકારી તે અંગે પણ હાલ ચર્ચાઑ થઈ રહી છે. આ બધાની વચ્ચે ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોનું નિવેદન સામે આવ્યું છે. સ્કૂલ સંચાલકોએ કહ્યું કે, બોટમાં વ્યવસ્થા ન હોવાના કારણે વિદ્યાર્થી અને શિક્ષકોનો ભોગ લેવાયો છે.  શાળાના શિક્ષક માનસીબેને બોટના ઓપરેટરને જાણ કરી હોવાનો સંચાલકોએ દાવો કર્યો છે. માનસીબેને કહ્યુ હતુ કે, આટલા લોકોને બોટમાં ન બોસાડો, જોકે અમારુ દરરોજનું કામ હોવાનું કહીને બોટના કર્મચારીએ લૂલો બચાવ કર્યો હોવાનું સ્કૂલ સંચાલકોએ કહ્યું છે. 

વધુ વાંચો: 'આજે બાળકો મા વિનાના થઇ ગયા', વડોદરા બોટ ટ્રેજેડીને લઇ મૃતક શિક્ષિકાના સ્વજને VTV સમક્ષ કાઢી હૈયાવરાળ

વડોદરાની ન્યૂ સનરાઈઝ શાળાના 82 વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી પ્રવાસ માટે લઈ જવાયા હતા. જોકે તેમની સેહે 11 શિક્ષકો વિદ્યાર્થીઓની હતા. આ સાથે પ્રવાસની તમામ પ્રકારની મંજૂરી લેવાયેલી હોવાનો દાવો સ્કૂલ સંચાલકો કરી રહ્યા છે. આ સાથે સ્કૂલ સંચાલકોએ કહ્યું કે, બોટમાં વધુ છોકરા બેસાડ્યા તો અમારા શિક્ષકે ના પાડ્યુ હતુ પણ અમારુ રોજનુ છે કહી બોટ વાળાએ છોકરા બેસાડ્યા હતા. આ સાથે દાવો કરવામાં આવ્યો છે કે, શિક્ષકોના કહેવા છતા બાળકોને સેફ્ટી જેકેટ અપાયા નહોતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ