બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / ભારત / રેપ પીડિતાને બળાત્કારીના બાળકને જન્મ આપવાની ફરજ ન પાડી શકાય- HCનો ચુકાદો

ન્યાયિક / રેપ પીડિતાને બળાત્કારીના બાળકને જન્મ આપવાની ફરજ ન પાડી શકાય- HCનો ચુકાદો

Last Updated: 09:01 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરળ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં એવું કહ્યું કે રેપ પીડિતાને રેપિસ્ટના બાળકને જન્મ આપવાની ફરજ ન પાડી શકાય.

રેપ પીડિતાના પક્ષમાં એક મોટો ચુકાદો જાહેર કરતાં કેરળ હાઈકોર્ટે એવું કહ્યું કે રેપ પીડિતાને બળાત્કારીના બાળકને જન્મ આપવાની ફરજ ન પાડી શકાય. બાળકને જન્મ આપવો કે નહીં? તેનો નિર્ણય કરવાનો અધિકાર ફક્ત રેપ પીડિતાનો છે. હાઈકોર્ટે કહ્યું કે બળાત્કારનો ભોગ બનેલી યુવતીને ગર્ભપાત કરાવવાની મંજૂરી ન આપવી એ તેને સન્માનપૂર્વક જીવવાના અધિકારથી વંચિત રાખવા જેવું છે. હાઈકોર્ટે કડક શબ્દોમાં ટકોર કરી હતી કે, બળાત્કારીના બાળકને જન્મ આપવા માટે કોઈ પણ મહિલાને દબાણ કરી શકાય નહીં. ચુકાદો જાહેર કરતાં કોર્ટે પીડિતાને 28 અઠવાડિયાના ગર્ભની ગર્ભપાતની મંજૂરી આપી હતી. કાયદામાં 24 અઠવાડિયા સુધીના ગર્ભના ગર્ભપાતની મંજૂરી છે.

શું બોલ્યાં જસ્ટીસ

જસ્ટિસ કૌસર એડાપ્પાગથે જણાવ્યું હતું કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ (એમટીપી એક્ટ)ની જોગવાઇઓ અનુસાર બળાત્કારનો ભોગ બનેલી પીડિતાને બળાત્કારીના બાળકને જન્મ આપવા માટે દબાણ ન કરી શકાય. જો મહિલાને બાળકને છોડવા માટે મજબૂર કરવામાં આવે તો તે તેની સાથે બીજો મોટો આઘાત હોઈ શકે છે, જેને તે જીવનભર ભૂલી નહીં શકે. જો ગર્ભાવસ્થા ચાલુ રાખવાથી ગર્ભવતી મહિલાના શારીરિક કે માનસિક સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે, તો ગર્ભાવસ્થા સમાપ્ત કરી શકાય છે. જો ગર્ભાવસ્થા બળાત્કારનું પરિણામ હોય તો ગર્ભાવસ્થાને કારણે થતી પીડાને ગર્ભવતી મહિલાના માનસિક સ્વાસ્થ્યને ગંભીર નુકસાન માનવામાં આવશે. તેથી બળાત્કારનો ભોગ બનેલી યુવતીએ તેના પર જાતીય હુમલો કરનાર વ્યક્તિના બાળકને જન્મ આપવા માટે દબાણ કરી શકાતું નથી.

શું બની હતી ઘટના

આ કેસમાં પીડિતા જ્યારે 9મા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે 19 વર્ષના તેના બોયફ્રેન્ડ તેની સાથે રેપ કર્યો હતો જેને કારણે તે ગર્ભવતી બની હતી. હાઈકોર્ટમાં આ કેસ ચાલ્યો હતો ત્યારે એવો ચુકાદો આવ્યો કે પીડિતાને રેપિસ્ટના બાળકનો જન્મ આપવાનું દબાણ ન કરી શકાય.

વધુ વાંચો : અમદાવાદ સ્કૂલ બોંબ ધમકીમાં નવો ફણગો ફૂટ્યો, આ શખ્સનું નામ ખુલ્યું, પોલીસ કમિશનરનો ખુલાસો

શું છે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી

ડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી કાયદામાં 24 અઠવાડિયા સુધીના ગર્ભના ગર્ભપાતની મંજૂરી છે તે પછીની ગર્ભના ગર્ભપાતની મંજૂરી નથી. 24 અઠવાડિયા બાદના ગર્ભપાતને ગેરકાયદેસર ગણાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ