બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / In Surat, a major action was taken against the police and ABVP over the Garba issue

અંતે.. / સુરત ગરબામાં રકઝક મુદ્દે મોટી કાર્યવાહી: એક ઝાટકે આટલા પોલીસ કર્મચારીઓની બદલી, બે સસ્પેન્ડ

Hiren

Last Updated: 11:12 PM, 14 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસ સામે કાર્યવાહીની માગ સાથે ABVPએ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બંધનું એલાન આપ્યું હતું તપાસ JCPને સોંપાયા બાદ મોટી કાર્યવાહી

  • વિદ્યાર્થીઑને માર મારવાનો મામલો પોલીસને ભારે પડ્યો
  • ઉગ્ર વિરોધ થતાં તપાસ બાદ પોલીસ કર્મચારીઑ પર તવાઈ
  • બે અધિકારીની બદલી તો બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ

સુરતમાં ગરબાને પોલીસ અને વિદ્યાર્થી યુનિયન ABVP સામ સામે આવી જતો મામલો બીચક્યો હતો. વિદ્યાર્થીઑની કહેવું હતું કે VCની પરમીશન બાદ ગરબા થઈ રહ્યા છે જ્યારે પોલીસ કડક કાર્યવાહી કરતાં વિદ્યાર્થીને માર મરાયાનો આક્ષેપ હતો. જે બાદ મામલાએ જોર પકડાતાં વડોદરા અમદાવાદ અને સુરત ખાતે ABVP યુનિયને આ ઘટનાનો સખ્ત વિરોધ કર્યો હતો જે બાદ આજે પોલીસ કર્મચારીઑ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઉમરા પોલીસ સ્ટેશન PI કિરણ મોદી, PSI પરમારની બદલી કરી દેવામાં આવી છે. જ્યારે બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે.

કયા પોલીસ કર્મચારીની બદલી અને કયા સસ્પેન્ડ

  • ઉમરા પોલીસ સ્ટેશન PI કિરણ મોદીની બદલી 
  • સ્પેશિયલ બ્રાન્ચમાં કિરણ મોદીની બદલી 
  • PSI પરમારની પોલીસ કન્ટ્રોલ રૂમમાં બદલી કરાઇ
  • કોન્સ્ટેબલ ઇશ્વર ગઢવી સહિત બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ
  • પોલીસ સામે કાર્યવાહીની માગ સાથે ABVPએ કર્યા પ્રદર્શન

શું હતો સમગ્ર મામલો 
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિમાં માત્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટના અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ જ્યારે ગરબા રમી રહ્યા હતા ત્યારે ઉમરા પોલીસે વિદ્યાર્થીઓ માસ્ક પહેરવા વગર ગરબા રમો છો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી કહીને વિદ્યાર્થીઓ સાથે મારા મારી કરી હતી જેમાં કેટલાય વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી હતી, વિદ્યાર્થીઓએ સામે પોલીસને પૂછ્યું કે તમે કોની મંજૂરીથી કોલેજ કેમ્પસમાં આવ્યા છો એ બાબતને લઈને ત્યારે પોલીસની વચ્ચે ઝપાઝપી થઇ હતી ત્યારબાદ ઉમરા પોલીસ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી જે બાદ વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં વિરોધ નોંધવવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઑએ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બંધનું એલાન આપ્યું હતું
સુરતના યુનિવર્સિટી કેમ્પલમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવ્યા બાદ પોલીસ પર વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તનું કરાયાનો આક્ષેપ થઈ રહ્યો હતો. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિએ ગરબાની મંજૂરી આપી હોવા છતા કેમ્પસમાં કોની મંજૂરીથી ગરબા રમો છો કહી પોલીસે વિદ્યાર્થીઓ પર દમન ગુજારાર્યું સામે આવ્યું હતું. સમગ્ર ઘટના બાદ પોલીસની દમનકારી નીતિ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે ઘટના મામલે હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને JCPને તપાસ સોંપાઈ છે. જે બાદ હવે પોલીસ કર્મચારીઓની બદલી તેમજ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ