બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / In Ranip, a cow chased and mauled a child, while in Dahod, a biker was killed in a bull fight.

અંકુશ ક્યારે? / રાણીપમાં ગાયે બાળકનો પીછો કરી અડફેટે લીધો, તો દાહોદમાં આખલાની લડાઈમાં બાઈકચાલક પટકાયો, જુઓ રખડતાં ઢોરના ત્રાસનો વીડિયો

Vishal Khamar

Last Updated: 09:58 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં રખડતા ઢોરનો આતંક દિન પ્રતિદિન ઘટવાને બદલે વધી રહ્યો છે. તો બીજી તરફ માત્ર તમાસો જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદમાં એક ઢોર એક વૃદ્ધ દાદીને અડફેટે લે છે. તો દાહોદમાં બે આખલા બાખડતા બાઈક ચાલકને અડફેટે લે છે. પરંતું બાઈક ચાલકનો આબાદ બચાવ થાય છે.

  • અમદાવાદમાં ફરી બાળક બન્યો રખડતા પશુનો ભોગ
  • બાળકને બચાવવા જતા વૃદ્ધ દાદીને સામાન્ય ઇજા પહોંચી
  • દાહોદમાં પણ બે આખલાની લડાઈમાં બાઈક ચાલક પટકાયો

રાજ્ય સરકાર દ્વારા રખડતા ઢોરને લઈ ઢોર નિયંત્રણ પોલીસી અમલમાં મુકી છે. પોલિસી અમલમાં આવ્યા બાદ એક બે દિવસ અધિકારીઓ દ્વારા તેની અમલવારી કર્યા બાદ પછી કાર્યવાહી સદંતર બંધ કરી દીધી છે.  ત્યારે સરકાર દ્વારા રખડતા ઢોર પકડવાની પોલિસી તો અમલમાં મુકી દીધી. પરંતું તેનો અમલ ક્યારે થશે.

ઘટનામાં બાળકના વૃદ્ધ દાદીને સામાન્ય ઇજા પહોંચી
રાજ્યમાં ફરી એક વખત રખડતા ઢોરોએ આતંક મચાવ્યો છે.  ત્યારે અમદાવાદમાં ફરી બાળક રખડતા પશુનો ભોગ બન્યો છે. ત્યારે રાણીપમાં એક ગાયે બાળકનો પીછો કરી અડફેટે લીધો હતો. ગાય બાળકની પાછળ દોડતા દાદીએ બાળકને બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. રાણીપ બલોલનગર સુંદરવન ફ્લેટ પાસે આ બનાવ બન્યો હતો. આ ઘટનામાં બાળકનાં વૃદ્ધ દાદીને સામાન્ય ઈજા પહોંચી હતી. ફ્લેટની અંદર ઢોર પહોંચી જતા આ ઘટના બની હતી. ફ્લેટની અંદર રમતા બાળકનો સદનસીબે બચાવ થયો હતો. 

બે આખલાની લડાઈમાં બાઈકચાલક પટકાયો 
બીજો બનાવ દાહોદમાં બન્યો હતો.  જેમાં દાહોદનાં ચાકલિયા અંડરબ્રિજ નજીક બે આખલાઓ વચ્ચે ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું. તે દરમ્યાન બંને આખલા સામ સામે રોડ પર આવી ગયા હતા. જે બાદ રોડ વચ્ચે જ બંને આખલા દોડ્યા હતા અને ટ્રકની પાછળથી પસાર થઈ રહેલા બાઈક ચાલકને સીધો જ અડફેટે લીધો હતો. જો કે બાઈક નીચે પડતા જ તે વ્યક્તિ રોકેટ ગતિએ ત્યાંથી ઉભો થઈને ભાગ્યો હતો. જેથી તેનો જીવ બચી ગયો હતો. આ ઘટનાને લઈ સરકારની ઢોર નિયંત્રણ પોલીસી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ