બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / રાજકોટ / In Rajkot, the roof of a building collapsed in Jagannath area, shops and vehicles were crushed.

મોટી દુર્ઘટના / BIG NEWS: રાજકોટમાં જાગનાથ વિસ્તારમાં બિલ્ડિંગની છત પડતાં અફરાતફરી, દુકાનો-વાહનો દબાયા

Ronak

Last Updated: 12:45 PM, 28 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના યાજ્ઞિક રોડ પર મોટી દુર્ઘટના બની છે. જેમા એક બિલ્ડીંગનો પહેલા માળનો સ્લેબ પડી ગયો છે. જેના કારણે દુકાનો અને વાહva સ્લેબ નીચે ફસાયા છે. અંદર જે લોકો ફસાયા છે તેમનું રેસ્કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

  • રાજકોટના યાજ્ઞિક રોડ પર મોટી દુર્ઘટના 
  • બિલ્ડીંગની પહેલા માળની છત નીચે પડી 
  • આખો સ્લેબ નીચે પડવાને કારણે નીચે દુકાનો અને વાહન દબાયા 

રાજકોટમા યાજ્ઞિક રોડ પર એક ભયંકર દુર્ઘટના બની છે. જેમા યાજ્ઞિક રોડ પર આવેલ ધનલક્ષ્મી બિલ્ડીંગની પહેલા માળની છત પડી ગઈ છે. છત પડી જવાને કારણે નીચે દુકાનો અને વહાનો દબાયા છે. 

દિવાળીમાં ઘરાકી હતી દુકાનામાં પર સ્લેબ પડ્યો 

સ્થાનિક લોકોએ આક્ષેપ લગાવ્યો હતો કે ફાયરબ્રિગેડને ફોન કર્યો હોવા છતાં એક કલાક બાદ ગાડી ત્યાં આવી હતી, પ્રત્યક્ષદર્શી એ જણાવ્યું કે દુકાનમાં દિવાળીના કારણે ઘરાકી હતી ત્યારે જ અચાનક જ ધડાકાભેર બિલ્ડિંગ પડી ગઈ હતી અને લોકો અંદર ફસાઈ ગયા હતા. જોકે લોકોએ સમયસૂચકતા દાખવીને ફટાફટ લોકો બહાર આવ્યા હતા. 

રેસ્ક્યંની કામગીરી શરૂ

ફારબ્રિગેડનાં અધિકારીઓએ સાવચેતી રાખવા માટે ઘટનાસ્થળે પહોંચીને કોઈ કાટમાળમાં ફસાયું ન હોય તેની ખાતરી શરૂ કરી હતી, પ્રાથમિક સમાચાર મળી રહ્યા છે કે રાહતની વાત કહી શકાય કે હાલ અંદર કોઈ દબાયું હોય તેવા સમાચાર નથી.

જર્જરીત બિલ્ડીંગનો સ્લેબ પડતા ઉઠ્યા સળગતા સવાલો 

જોકે આ બિલ્ડીંગનો સ્લેબ પડ્યા બાજ એવી માહિતી સામે આવી રહી છે. કે બિલ્ડિંગ પડ્યા પછી પણ સમારકામની તસ્દી કેમ ન લેવામાં આવી. સાથેજ બિલ્ડીંગ આટલી જર્જરીત હતી તો પછી તંત્ર તરફ આનું ધ્યાન કેમ ન ગયું. આ ઘટના બાદ એ સવાલ પણ ઉઠી રહ્યા છે. કે રાજકોટમાં આવી કેટલી બિલ્ડીંગ છે. 

સમારકામની જવાબદારી કોની હતી? 

જે લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે તે લોકોએ એવું નિવેદન આપ્યું કે અમારો જીવ બચી ગયો તે અમારા માટે મોટી વાત છે. આ બિલ્ડીંગની સમારકામની જવાબદારી કોની તેને લઈને ઘણા સવાલો ઉટી રહ્યા છે. સાથેજ એ સવાલ પણ ઉઠી રહ્યો છે. કે શું પ્લાન પાસ થયો તે મુજબનું બાંધકામ હતું કે ન હતું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ