બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અજબ ગજબ / રાજકોટ / In Paddhari of Rajkot the groom arrived in a bullock cart to get married

અસ્સલ ગામઠી ઠાઠ / હેલિકોપ્ટર કે મોંઘીદાટ કાર નહીં પરંતુ ગુજરાતના આ ગામમાં બળદગાડામાં આવી જાન, જુઓ VIDEO

Khyati

Last Updated: 05:14 PM, 14 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં યોજાયા અનોખા લગ્ન, વરરાજા બળદગાડામાં બેસીને લગ્ન કરવા પહોંચ્યા

  • રાજકોટના પડધરીમાં અનોખા લગ્ન
  • વરરાજા ગાડુ લઇને પહોંચ્યા લગ્ન કરવા
  • મુંગલપરા પરિવારે ગાડામાં જોડી જાન

લગ્ન એટલે 4 થી 5 દિવસનો જાણે કે ઉત્સવ.  લગ્ન એટલે  બે મનનો મેળાપ અને પરિવારોનું મિલન. આજની જનરેશનમાં લગ્નની વાત કરીએ તો  મનમેળ ઓછા અને  દેખાડા વધારે . ધોમ રુપિયો ખર્ચીને લગ્ન કરવામાં આવે. લક્ઝુરિયસ કાર,  મોટી મોટી હોટલ, દમદાર એન્ટ્રી, ડેકોરેશન અને હજારો રુપિયાની ભોજનની ડિશ સાથે લાખ રુપિયાનો વેડફાટ. પરંતુ આજના આ યુગમાં હજી પણ ધણી જગ્યાએ જૂની પરંપરા અને રીત રિવાજથી જ લગ્ન કરવામાં આવે છે. જેમ પહેલા બળદગાડામાં જાન જોડાતી તેવી જ રીતે હાલમાં પણ દુલ્હેરાજા ગાડામાં જાન જોડીને દુલ્હનને લેવા પહોંચ્યા.

બળદગાડામાં જાન જોડી

રાજકોટના પડધરીમાં ગામે અનોખા લગ્ન યોજાયા.  લગ્ન એટલામાં માટે નહી કે જાન હેલિકોપ્ટરમાં આવી હોય કે પછી મોંઘી દાટ કાર લઇને દુલ્હેરાજા આવ્યા હોય.. આ લગ્ન હટે એટલા માટે કારમ કે વરરાજા બળદગાડામાં જાન લઇને લગ્ન કરવા પહોંચ્યા હતા. જાણીને નવાઇ થાય કે આજના યુગમાં કોઇ બળદગાડામાં લગ્ન કરે. પરંતુ આ સત્ય છે. પડધરીના ખજુરડી ગામે વરવધુના સામૈયા શણગારેલા ગાડામાં થયાં. વરરાજા દેવરાજ અને વધૂ પૂજાના આ અનોખા લગ્ન આકર્ષણનું કેન્દ્ર બન્યા. આ લગ્નમાં હાજર સૌ કોઇ વડીલ મહેમાનોને  તેમનો સમય તાજો થઇ ગયો.  ગાડામાં વરરાજા બેઠા હોય અને પાછળ ગાણા ગવાતા હોય.

અસ્સલ ગામઠી અંદાજ

પડધરીના મુંગલપરા પરિવારે ગાડામાં જાન જોડી. પોતાના દિકરાના લગ્ન અસલ ગામઠી અંદાજમાં કરીને લોકોમાં આકર્ષણ કેન્દ્ર ઉભુ કર્યુ હતું. મહત્વનુ છે કે  જે આનંદ લાખો રુપિયા ખર્ચીને પણ ન મળે તેવો આનંદ ગામડામાં આવે, આપણી પરંપરામાં આવે, આપણા દાદા પરદાદાથી ચાલતા રિવાજોમાં આવે. ખરેખર ગામઠી અંદાજ અદભૂત છે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ