બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / in midst with covid-19 rules linked with sbi irctc atm bank railway changed from 1st may
Bhushita
Last Updated: 08:30 AM, 1 May 2020
ADVERTISEMENT
બદલાશે SBIના વ્યાજદર
1 મેથી એટલે કે આાજથી SBIના ખાતા ધારકો માટે નિયમ બદલાઈ રહ્યો છે. તે પોતાના વ્યાજદરમાં ફેરફાર લાવી રહ્યું છે. 1 મેથી એક લાખથી વઘુ બચત જમા કરવા માટે વ્યાજદરમાં ઘટાડો થયો છે. નવા લેણદારોને પહેલાંથી ઓછા દરે લોન મળશે, આરબીઆઈએ એપ્રિલમાં રેપોરેટમાં ઘટાડો કર્યો હતો. તેના કારણે વ્યાજદરમાં બદલાવ આવ્યો છે. SBI પહેલી બેંક છે જેણમે એક્સટર્નલ બેંચમાર્ક રૂલ્સને લાગૂ કરીને બચત જમા કરી અને સાથે વ્યાજદરમાં ફેરફાર લાવ્યો અનેજમા બચત અને લેણદારોની રેપોરેટ સાથે જોડ્યા છે.
ADVERTISEMENT
PNB ખાતાધારકો માટે બદલાયો આ નિયમ
આજથી પંજાબ નેશનલ બેંકના ખાતાધારકો માટે એક મોટો નિયમ બદલાયો છે. પીએનબીએ 1 મેથી તેનું ડિજિટલ વોલેટ બંધ કર્યું છે. PNBની પેમેન્ટ વોલેટ સર્વિસ પીએનબી કિટ્ટી વોલેટ 1 મેથી બંધ છે. ફક્ત 30 એપ્રિલ સુધી તે ખાતાધારકો માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું. તે મધ્યરાત્રિ બાદ બંધ કરાઈ છે. જણાવી દઈએ કે પીએનબીના આ કિટ્ટી વોલેટ ખાતાધારકોને ડિજિટલ ચુકવણીની સુવિધા મળી રહી હતી. બેંકે ડિસેમ્બર 2016 માં આ સેવા શરૂ કરી હતી.
ATM સાથે જોડાયેલા નિયમોમાં આવ્યો ફેરફાર
લૉકડાઉન અને કોરોના સંકટમાં સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એટીએમ માટે કોરોના ચેપને રોકવા માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. નવા નિયમ મુજબ એટીએમના દરેક ઉપયોગ બાદ તેને ચેપ મુક્ત બનાવવા માટે સાફ કરવામાં આવશે. તેની શરૂઆત ગાઝિયાબાદ અને ચેન્નાઇથી કરવામાં આવી છે. જો નિયમને ફોલો કરવામાં નહીં આવે તો એટીએમ ચેમ્બર સીલ કરી દેવામાં આવશે.
બોર્ડિંગ સ્ટેશન બદલવાની છૂટ
લૉકડાઉનને કારણે ટ્રેનો બંધ હોવા છતાં પણ આજથી રેલ્વેના મોટા નિયમો બદલાયા છે. સેવા પુનઃસ્થાપિત થતાંની સાથે જ આ નિયમ લાગુ થઈ જશે. નવા નિયમ મુજબ 1 મેથી રેલ્વેમાં મુસાફરી કરનારા મુસાફરો આરક્ષણ ચાર્ટના પ્રસ્થાનના 4 કલાક પહેલા બોર્ડિંગ સ્ટેશન બદલી શકે છે. આપને જણાવી દઇએ કે હાલમાં રેલ્વેના નિયમો અનુસાર મુસાફરો મુસાફરીની તારીખના 24 કલાક પહેલા તેના બોર્ડિંગ સ્ટેશનને બદલી શકતા હતા પરંતુ હવે તે 4 કલાક પહેલા કરી શકાય છે.
એરલાઈન્સ માટે બદલાયો આ નિયમ
1 મેથી, એર ઇન્ડિયાના તમામ મુસાફરોએ ટિકિટ રદ કરવા પર કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. 1 મેથી યાત્રાના 24 કલાક પહેલા રદ થવાની અથવા ટિકિટ બદલાવાની સ્થિતિમાં કંપનીએ કેન્સલેશન ચાર્જ બંધ કર્યો છે.
મેટ્રોમાં એન્ટ્રીના આ નિયમો પણ બદલાશે
કોરોના વાયરસને કારણે દેશભરમાં મેટ્રોમાં પ્રવેશના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમ હેઠળ લોકોને ફક્ત કોન્ટેક્ટલેસ સ્માર્ટ કાર્ડ દ્વારા જ મુસાફરી કરવાની મંજૂરી આપી શકાય છે. ટોકન સિસ્ટમ બંધ થઈ જશે. મુસાફરી દરમિયાન માસ્ક અને આરોગ્ય સેતુ એપ ફરજિયાત રહેશે. સામાજિક અંતરનું પાલન કરવું ફરજિયાત રહેશે. એન્ટ્રી સ્ક્રીનિંગ વિના મેટ્રોમાં મળશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.