બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / In Chandkheda area in Ahmedabad, a friend killed his friend on his birthday

પૈસો કરાવે વેર / અમદાવાદમાં જન્મદિવસે જ મિત્રએ મિત્રને પતાવી દીધો, મામલો હતો 4 કરોડનો

Vishnu

Last Updated: 10:59 PM, 4 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધંધા માટે લીધેલા 4 કરોડની લેતીદેતીમાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું, પોલીસે આરોપી મિત્રની ધરપકડ કરી જેલને હવાલે કર્યો છે.

  • અમદાવાદ બની રહ્યું છે રક્તરંજીત
  • શહેરના ચાંદખેડા વિસ્તારમાં હત્યાનો બનાવ
  • મિત્રએ જ કરી વેપારી મિત્રની હત્યા

અમદાવાદમાં દિનપ્રતિદિન હત્યાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે વધુ એક વખત શહેરના ચાંદખેડા વિસ્તારમાં હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે જેમાં કમલેશ પટેલ નામના વેપારીના જન્મદિવસે તેના જ મિત્ર ભદ્રેશ પટેલે પૈસાની લીતીદેતીમાં હત્યા કરી છે. 

4 કરોડની લેતીદેતી મામલે કરવામાં આવી હત્યા
ચાંદખેડામાં તપોવન સર્કલ નજીક દ્વારકેશ રેડિયન્સ સ્કીમમાં પૈસાની ઉઘરાણી કરવા આવેલો મિત્ર વેપારીની હત્યા કરીને ફરાર થઇ ગયો હોવાની ઘટના સામે આવી હતી. આ બિલ્ડીંગમાં વેલ્ટોસા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક કમલેશ પટેલનો 30 મેં ના રોજ જન્મદિવસ હતો. કમલેશભાઈ પોતાની ઓફિસમાં હતા, ત્યારે ભદ્રેશ પટેલ નામનો વ્યક્તિ રૂ 4 કરોડની ઉઘરાણી કરવા આવ્યો હતો અને કમલેશ ભાઈને કંપનીના કર્મચારીની હાજરીમાં મૂઢ માર માર્યો હતો. કમલેશભાઈ બેભાન થઈ જતા તેમને કંપનીના કર્મચારીઓ હોસ્પિટલમાં લઈ જતા ડૉક્ટરએ મૃત જાહેર કર્યા હતા..  ચાંદખેડા પોલીસે ભદ્રેશ પટેલ નામના વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

શું હતો સમગ્ર મામલો?
મૃતક કમલેશ પટેલ અને ભદ્રેશ પટેલ બન્ને 10 વર્ષથી એકબીજાના પરિચય માં હતા. અને સારા મિત્રો હતા.ભદ્રેશ પટેલ કન્સ્ટ્રકશનની સાથે ફાયનાન્સનો પણ ધંધો કરતો હતો. જેથી છેલ્લા 7 વર્ષથી કમલેશભાઈ અને ભદ્રેશ વચ્ચે ધંધા માટે નાણાંકીય વ્યવહાર ચાલતો હતો.રેડિયન્સ સ્કીમમાં ભદ્રેશ પટેલની દુકાન ભાડે રાખીને કમલેશભાઈએ જાન્યુઆરી 2022 માં વેલ્ટોસા કપની શરૂ કરી હતી. અને રૂ 2 લાખ ભાડું પણ ચૂકવતા હતા.આરોપી ભદ્રેશ પટેલ પાસેથી ધંધા માટે કમલેશભાઈએ 6 કરોડ ઉછીના લીધા હતા. 2 કરોડ ચૂકવી દીધા હતા. જ્યારે 4 કરોડને લઈને ભદ્રેશ ઉઘરાણી કરતો હતો.મારી નાખવાની ધમકી પણ આપતો હોવાનો ખુલાસો તપાસમાં થયો છે.

જન્મદિવસે મોતની ભેટ આપી.. !
હત્યાના દિવસે એટલે કે 30 મેંના રોજ કમલેશભાઈ પોતાના પરિવાર સાથે બર્થડે સેલિબ્રેશન કરવાના હતા. તે પહેલાં જ મિત્ર ભદ્રેશએ મોતની ગિફ્ટ આપી દીધી.હાલમાં ચાંદખેડા પોલીસે હત્યા કેસમાં  આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવી કારણ ના મૂળ સુધી પહોંચવા પ્રયત્નો હાથ ધર્યા છે..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ