બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / In Bhavnagar Bhojpara village, only one teacher among the entire school!

ખુલાસો / ભાવનગરના ભોજપરા ગામે આખી શાળા વચ્ચે એક જ શિક્ષક! BLOની કામગીરીનો અસ્વીકાર કરતા ચોંકાવનારો ઘટસ્ફોટ

Priyakant

Last Updated: 04:16 PM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhavnagar Teacher News: શિક્ષકે BLOની કામગીરી કરવાની ના પાડતાં મામલતદારે તેમને ખુલાસો કરવા જણાવ્યું, શિક્ષકે પણ લેખિતમાં જે જવાબ આપ્યો તે પણ ખરેખર ચોંકાવનારો અને ચિંતાજનક કહી શકાય

  • ભાવનગરના ભોજપરાની શાળામાં શિક્ષકોની અછત 
  • શિક્ષકે BLOની કામગીરી કરવાની ના પાડી 
  • ભોજપરા પ્રાથમિક શાળામાં એક જ શિક્ષક 

Bhavnagar Teacher : ભાવનગરથી શિક્ષણ જગતને લઈ એક ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ચૂંટણીમાં શાળાઓમાંથી શિક્ષકોને BLO તરીકે જવાબડરી મળતી હોય છે. પરંતુ ભાવનગરમાં એક શિક્ષકે BLOની કામગીરી કરવાની ના પાડતાં મામલતદારે તેમને ખુલાસો કરવા જણાવ્યું હતું. જોકે સામે શિક્ષકે પણ લેખિતમાં જે જવાબ આપ્યો તે પણ ખરેખર ચોંકાવનારો અને ચિંતાજનક કહી શકાય. 

ભાવનગર તાલુકાના ભોજપરા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા દેવેન્દ્રસિંહ ચુડાસમાએ તેમને સોંપવામાં આવેલ BLOની કામગીરીનો અસ્વિકાર કર્યો હતો. જેથી મામલતદાર દ્વારા શા માટે BLOની કામગીરી નહિ કરી શકાય તે અંગે ખુલાસો માંગ્યો હતો. આ તરફ સામે શિક્ષક દેવેન્દ્રસિંહ ચુડાસમાએ જે પ્રકારે લેખિત જવાબ રજૂ કર્યો તેનાથી તંત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે. 

શું કહ્યું શિક્ષકે ? 
દેવેન્દ્રસિંહનું કહેવું છે કે, અમારી શાળામાં 5 શિક્ષકો ની સામે હું માત્ર એક જ શિક્ષક છે અને હાલમાં મારી પાસે આચાર્યનો પણ ચાર્જ હોઈ હું બાળકોને અભ્યાસ કરાવવા માટે સમય નથી આપી શકતો. આ કારણે જ મેં BLOની કામગીરી નહીં કરવા અને મામલતદારને પત્ર પાઠવ્યો છે. આ સાથે તેમણે કહ્યું કે, અમારી શાળામાં ધોરણ 8માં પણ શિક્ષકો ની અછત છે. જેથી ટીમના વર્ગ પણ મારે લેવા પડે છે, શિક્ષકો પૂરતા છે નહીં અને શિક્ષકોને અન્ય કામ સોંપવામાં આવે છે તે વ્યાજબી નથી. શિક્ષક દેવેન્દ્રસિંહે કલેક્ટર, મામલતદાર અને ચૂંટણીપંચને પણ આ મામલે પત્ર પાઠવતા ખળભળાટ મચી ગયો છે.

 

 

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ