બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Banaskantha this year the potato cultivation has decreased very much

ચિંતા / બટાટાની ખેતીમાં બહુ સાર નહીં બનાસકાંઠાના ખેડૂતો આ વખતે બીજા પાક તરફ વળ્યાં, 21 ટકા વાવેતર ઘટ્યું

Dinesh

Last Updated: 11:52 PM, 7 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે બટાટાનું વાવેતર ખૂબ જ ઘટ્યું; બટાટાની ખેતી કરતા ખેડૂતો હવે અન્ય ખેતી તરફ વળ્યા, જિલ્લામાં પાંચ વર્ષમાં 21 ટકા વાવેતર ઘટ્યું

  • બનાસકાંઠામાં આ વર્ષે બટાટાનું વાવેતર ખૂબ જ ઘટ્યું
  • ખર્ચાળ ખેતી અને પૂરતા ભાવ ન મળતા વાવેતર ઓછું થયું
  • જિલ્લામાં પાંચ વર્ષ 21 ટકા વાવેતર ઘટ્યું


બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે બટાટાનું વાવેતર ખૂબ જ ઘટ્યું છે બટાટાની ખેતી કરતા ખેડૂતો હવે અન્ય ખેતી તરફ વળ્યા છે ત્યારે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં કેમ બટાટાનું વાવેતર ઘટ્યું છે. 

બનાસકાંઠામાં આ વર્ષે બટાટાનું વાવેતર ખૂબ જ ઘટ્યું
બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની સિઝનમાં વિવિધ પાકોનું બોહળા પ્રમાણમાં વાવેતર થતું હોય છે. રાયડો, ઘઉં, જીરું સહિત બટાટાનું મોટા પ્રમાણમાં વાવેતર થતું હોય છે. પરંતુ આ વર્ષે બટાટાના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષે જિલ્લામાં 58 હજાર 902 હેક્ટરમાં બટાટાનું વાવેતર થયું હતું જેની સરખામણીમાં આ વખતે 53 હજાર 547 હેક્ટરમાં વાવેતર થયું છે.. જેમાં બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસા પંથકમાં પણ વાવેતર ઘટ્યું છે. ડીસામાં ગત વર્ષની સરખામણીએ 1 હજાર 342 હેક્ટર વિસ્તારમાં બટાટાનું વાવેતર ઘટ્યું છે. જેનું કારણ બટાટાની ખર્ચાળ ખેતી અને પૂરતા ભાવ ન મળતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

ખર્ચાળ ખેતી અને પૂરતા ભાવ ન મળતા વાવેતર ઓછું થયું
બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2018 19માં 68 હજાર 134 હેક્ટરમાં બટાટાનું વાવેતર થયું હતું વર્ષ 2019-20માં તે ઘટીને 62 હજાર 349 હેક્ટર થયું, વર્ષ 2020-21માં 58 હજાર 903 હેકટર, અને વર્ષ 2021-22માં 58902 હેક્ટર થયું ચાલુ વર્ષની વાત કરીએ તો 2022-23માં બટાટાનું વાવેતર ઘટીને 53 હજાર 548 હેક્ટરમાં બટાટાનું વાવેતર થયું છે. આમ છેલ્લા પાંચ વર્ષની અંદર જિલ્લામાં બટાટાનું વાવેતરમાં 21 ટકા જેટલો ઘટાડો નોંધાયો થયો છે. બટાટાના બિયારણના ઊંચા ભાવો અને ખાતરની અછત તથા વધતી જતી મોંઘવારી વચ્ચે બટાટાના ભાવમાં જોવા મળતા ઉતાર ચઢાવના કારણે ખેડૂતો અન્ય પાકો તરફ વળ્યા છે. તેવું બટાટા સંશોધન કેન્દ્રના સંશોધક વૈજ્ઞાનિક આર એન પટેલે જણાવ્યું હતું.

મહત્વનું છે કે ગુજરાતમાં સૌથી વધુ બટાટાનું વાવેતર ડીસા અને બનાસકાંઠા જિલ્લામાં થાય છે પરંતુ છેલ્લા દસ વર્ષથી સતત બટાટાની ખેતી મોંઘી થઈ છે અને તેની સામે બટાટાના ભાવ પણ પૂરતા મળતા નથી જેથી ખેડૂતો ઓછા ખર્ચ અને ઓછા જોખમ વાળી ખેતી તરફ વળ્યા છે.

  • પાંચ વર્ષમાં 21 ટકા વાવેતર ઘટ્યું

વર્ષ હેક્ટર
2018-19 68134
2019-20 62349
2020-21 58903
2021-22 58902
2022-23 53548
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ