બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / In Ayodhya Ramlala will be offered Thala daily from the Jalaram temple

મોટા સમાચાર / અયોધ્યામાં રામલલાને દરરોજ જલારામ મંદિર તરફથી થાળ ધરાવવામાં આવશે, મંદિર ટ્રસ્ટની જાહેરાત બાદ વિરપુરમાં આનંદ છવાયો; પ્રાણપ્રતિષ્ઠાના પ્રસાદની તૈયારીઓ શરૂ

Vishal Khamar

Last Updated: 04:08 PM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠ મહોત્સવ નિમિત્તે વીરપુર જલારામ મંદિર તરફથી મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં વીરપુર જલારામ મંદિર તરફથી આજીવન રામલ્લા ને બે ટાઈમ થાળ ધરાવાશે. અયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓએ પ્રસ્તાવનો સ્વીકાર કરતા વીરપુરમા ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.

  • રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે વીરપુર જલારામ મંદિર તરફથી મોટી જાહેરાત
  • વીરપુર જલારામ મંદિર તરફથી આજીવન રામલ્લા ને બે ટાઈમ થાળ ધરાવાશે
  • અયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓએ પ્રસ્તાવનો સ્વીકાર કરતા વીરપુરમા ખુશીનો માહોલ

 22 જાન્યુઆરીનાં રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનાં ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. ત્યારે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાસ ઉપસ્થિત રહેવાનાં છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વીરપુર જલારામ મંદિર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે.  વીરપુર જલારામ મંદિર તરફથી આજીવન રામલ્લાને બે ટાઈમ થાળ ધરાવાનો નિર્ણય કરાયો છે. 

પ્રસ્તાવનો અયોધ્યા મંદિરનાં ટ્રસ્ટ્રીઓએ સ્વીકાર કરતા વીરપુરમાં ખુશીનો માહોલ
 વીરપુર જલારામ બાપાનો એક માત્ર મંત્ર હતો  "જ્યાં ટૂકડો ત્યાં હરિ ઢુકડો " આ સૂત્રને સાર્થક થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આજથી જ્યારે ત્રણ વર્ષ પહેલા જ્યારે અયોધ્યા રામ મંદિર નિર્માણ પામતું હતું. ત્યારે વીરપુર જગ્યાનાં ગાદી પતિ રઘુરામ બાપાએ અયોધ્યા મંદિરનાં ટ્રસ્ટ્રીઓને આજીવન થાળનો પ્રસ્તાવ મુક્યો હતો. જે પ્રસ્તાવનો અયોધ્યા મંદિરનાં ટ્રસ્ટ્રીઓએ સ્વીકાર કરતા વીરપુરમાં ખુશીનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવનાર તમામ દર્શનાર્થીઓને લાડુનો પ્રસાદ જલારામ મંદિર તરફથી અપાશે
તેમજ તા. 22 અને 23 જાન્યુઆરી બે દિવસ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદીરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ તમામ દર્શનાર્થીઓને લાડુનો પ્રસાદ વીરપુર જલારામ મંદિર તરફથી અપાશે. તેમજ વીરપુરથી 50 સ્વયં સેકવકોની ટીમ આગામી તા. 2 જાન્યુઆરીનાં રોજ અયોધ્યા મગજનો પ્રસાદ બનાવવા જશે. સ્વયં સેવકો માટે ખાસ ડ્રેસ કોડ પણ તૈયાર કરવામાં આવેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ