બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

VTV / ભારત / In Amethi, the engine of the train was pushed to the station, video went viral

Video / બોલો, આખે આખી ટ્રેનને લોકોએ ધક્કો મારીને પહોંચાડી સ્ટેશન, વીડિયો થયો વાયરલ

Megha

Last Updated: 04:06 PM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેઠીમાં રેલવે વિભાગની બેદરકારીનો મામલો સામે આવ્યો છે. ટ્રેન પાટા પર ખરાબ થઈ ગઈ ત્યારબાદ રેલવે કર્મચારીઓએ ટ્રેનને ધક્કો મારીને લૂપ લાઇન પર લઈ ગયા હતા.

ઉત્તર પ્રદેશના અમેઠીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યા છે. અહીં થોડા લોકો એક રેલવે એન્જીનને ધક્કો મારતા નજર આવ્યા હતા અને જોઈ વ્યક્તિએ તેનો વિડીયો ઉતાર્યો હતો જે હાલ સોશિયલ મીડીયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. સાથે જ કોંગ્રેસે પણ આ વિડીયોને શેર કરીને અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાની પર નિશાન સાધ્યું હતું. 

યુપીના અમેઠી જિલ્લામાં રેલવે વિભાગની બેદરકારીનો મામલો સામે આવ્યો છે. થયું એવું કે DMU ટ્રેન પાટા પર વચ્ચેથી તૂટી ગઈ હતી, ત્યારબાદ રેલવે કર્મચારીઓએ ટ્રેનને મુખ્ય લાઇન પરથી હટાવી લૂપ લાઇન પર લઈ ગઈ હતી. ટ્રેનને ધક્કો મારતા કર્મચારીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ડીપીસી ટ્રેન પાટા વચ્ચે ઉભી છે, જેને રેલવે કર્મચારીઓ આગળ ધકેલી રહ્યા છે. તમે કાર અને બસ જેવા વાહનોમાં લોકોને ધક્કો મારતા જોયા જ હશે, પરંતુ લોકોને ટ્રેનમાં ધક્કો મારતા જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. વીડિયોમાં એવું પણ જોવા મળ્યું હતું કે રેલ્વે ફાટક પાસે ખરાબ થયેલ એન્જીનને કારણે નજીકમાં ઘણા લોકો હાજર હતા જેઓ તેનો વિડીયો બનાવી રહ્યા હતા. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સમગ્ર મામલો અમેઠીના નિહાલગઢ રેલવે સ્ટેશનનો છે. અહીં સુલતાનપુર તરફથી અધિકારીઓ DPC ટ્રેન દ્વારા લખનૌ તરફ જઈ રહ્યા હતા. પરત ફરતી વખતે ગુરુવારે સાંજે 7 વાગ્યાની આસપાસ એન્જિન અચાનક ફેલ થઈ ગયું હતું. જેના સમાચાર કંટ્રોલને આપવામાં આવ્યા હતા. જે બાદ રેલ્વે કર્મચારીઓ દ્વારા ડીપીસી ટ્રેનને મેઈન લાઈનમાંથી ધક્કો મારીને લૂપ લાઈનમાં લાવવામાં આવી હતી. 

વધુ વાંચો : તો શું હવે ગોવિંદા પણ લડશે લોકસભા ચૂંટણી? CM એકનાથ શિંદેની મુલાકાતે રાજકારણમાં જગાવી ચર્ચા

સપા પ્રમુખ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વાયરલ વીડિયો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે, "રેલવે મંત્રીને તાત્કાલિક બોલાવો અને એમની પાસે પણ ધક્કો લગાવો. એવું લાગે છે કે ભાજપની 'ડબલ એન્જિન સરકાર'ને આજે ચૂંટણી બોન્ડમાંથી બળતણ મળ્યું નથી, તેથી જ લોકોને અમેઠીના નિહાલગઢ ક્રોસિંગ પર ધક્કા ખાવાની ફરજ પડી છે.'' કોંગ્રેસે પણ આ વીડિયો તેના સત્તાવાર 'એક્સ' હેન્ડલ પર પોસ્ટ કર્યો અને લખ્યું, ' 'બુલેટ ટ્રેનનું વચન હતું, હવે ટ્રેનને પણ ધક્કો મારવો પડશે. મોદી સરકારમાં દરેક ક્ષેત્ર બરબાદ થઈ ગયું છે. રેલવેને ઘણું નુકસાન થયું છે.'

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ