બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / સુરત / In Allpad the children playing in the courtyard of the house with dogs

સુરત / ઓલપાડમાં ઘર આંગણે રમતા બાળકને શ્વાને ભર્યા બચકાં, CCTVમાં કેદ થઈ ભયાવહ ઘટના, સ્થાનિકોએ છોડાવી

Kishor

Last Updated: 09:37 PM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના ઓલપાડ તાલુકામાં રખડતા શ્વાને ૩ બાળકોને બચકાં ભર્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

  • સુરત જિલ્લામાં રખડતાં શ્વાનનો આતંક
  • સુરતમાં શ્વાને બાળકો ઉપર કર્યો જીવલેણ હુમલો
  • ગ્રામજનોએ શ્વાનને ઉતાર્યો મોતને ઘાટ

સુરત જિલ્લામાં રખડતાં શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં વધુ એક વાર ઓલપાડના કન્યાસી ગામે શ્વાને ૩ બાળકો ઉપર હુમલો કર્યાનું સામે આવ્યું છે, જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને રોષએ ભરાયેલા ગ્રામજનોએ શ્વાનને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી છે.

 

રખડતા શ્વાને જીવલેણ હુમલો કર્યો

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ટાંકી ફળિયું અને પટેલ ફળિયુ ખાતે એમ બે અલગ અલગ જગ્યાએ રખડતા શ્વાને ત્રણ બાળકોને બચકાં ભર્યા હોવાની ઘટના સામે આવી છે. ઈજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે બીજી તરફ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે,કન્યાસી ગામે આવેલ ટાંકી ફળિયા અને પટેલ ફળિયામાં બાળકો ઘર આંગણે રમી રહ્યા હતા તે દરમ્યાન ૩ જેટલા બાળકો પર રખડતા શ્વાને જીવલેણ હુમલો કર્યો હતો. બે બાળકીઓ અને એક બાળક પર શ્વાને હુમલો કરતા ગામમાં ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ બાળકોને ઈજા પહોચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે બીજા બે બાળકોને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

શ્વાનોને લઈને નક્કર કામગીરીની લોકમાંગ

બાળકી કાર પાસે રમી રહી હતી તે દરમ્યાન એક શ્વાન આવીને બાળકી પર તૂટી પડ્યો હતો. જેથી બાળકી બુમાબુમ  કરી રહી હતી. અને ત્યાં રહેલી દુકાનમાંથી એક મહિલા દોડી આવી હતી. બીજી તરફ ત્યાં ગામજનો પણ એકઠા થઇ ગયા હતા અને શ્વાનને પત્થર મારી ત્યાંથી ભગાડ્યો હતો,રોષે ભરાયેલા લોકો શ્વાનની પાછળ પડી ગયા હતા અને અંતે તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો,શ્વાનના હુમલાની આ ઘટનાને લઈને ગ્રામજનોમાં ભય જોવા મળી રહ્યો છે.મહતવનું છે કે સુરત શહેર સહિત જિલ્લામાં રખડતા શ્વાનોનો આતંક વધી રહ્યો છે.ખજોદ અને ભેસ્તાન વિસ્તારમાં બાળકોને શ્વાને બચકા ભરતા તેનું મોત થયું હતું. તેમજ આ અગાઉ પલસાણા ખાતે પણ બાળક પર શ્વાને હુમલો કરતા તેનું મોત થયું હતું. ત્યારે શ્વાને બચકા ભરવાની વધુ એક ઘટના સુરતના ઓલપાડ તાલુકાના કન્યાસી ગામે બની છે. ત્યારે શ્વાનોને લઈને નક્કર કામગીરી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ