બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / In Ahmedabad itself, 10 schools will be closed from the coming session

શું થવા માંડ્યું / ભણશે ગુજરાત હવે અંગ્રેજી.!, અમદાવાદમાં જ આવનારા સત્રથી 10 શાળાઓ થશે બંધ, નથી મળી રહ્યા વિદ્યાર્થીઓ, જાણો કેમ

Vishal Khamar

Last Updated: 10:59 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં એક તરફ ખાનગી તેમજ અંગ્રેજી માધ્યમની શાળાઓ બિલાડીના ટોપની જેમ ફુટી રહી છે. તો બીજીતરફ ગુજરાતમાં માતૃભાષા ગુજરાતી શાળાઓ બંધ થઇ રહી છે.

  • ગુજરાતી ભાષાની શાળાઓ થઇ રહી છે બંધ
  • અમદાવાદ શહેરની 10 શાળાઓ થશે બંધ
  • અંગ્રેજી ભાષાની શાળાઓને ક્રેઝ વધ્યો
  • ગુજરાતી પ્રાઇવેટ શાળામાં નથી વિદ્યાર્થીઓની સંખ્યા

 શિક્ષણ જગત માટે આ વખતે પણ ચોંકાવનારી બાબત એ છે કે અમદાવાદમાં વધુ ૧૦  જેટલી સરકારી શાળાઓને તાળા વાગશે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ૧૨  જેટલી શાળાઓ બંધ કરવા માટેની દરખાસ્તો આવી છે. રાજ્યમાં ગત 5 વર્ષ માં 207 ગ્રાન્ટેડ અને 120 સ્કૂલો બંધ થઈ છે જ્યારે જિલ્લા પંચાયતમાં 700 થી વધુ સ્કૂલ બંધ થઈ છે.. જે સ્કૂલ બંધ થઈ જેમાં મોટા ભાગની ગુજરાતી શાળાઓ છે. એક તરફ ખાનગી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પણ બાળકોને ગુજરાતી ભણાવવાનું ફરજીયાત કરી રહી છે. જેની સામે ગુજરાતી માધ્યમની શાળાઓની સ્થિતિ ચિથરે હાલ જોવા મળી રહી છે.


 ગુજરાતી માધ્યમથી 10 શાળાઓ બંધ થશે

  • ખોડિયારનગરની નવજીવન પ્રાથમિક શાળાના   ૧ થી ૮ વર્ગો થશે બંધ..
  • નરોડામાં આવેલી શિવમ  પ્રાથમિક શાળાના  ૧ થી ૮ વર્ગો થશે બંધ..
  • મણીનગર પૂર્વમાં આવેલા સરસ્વતી પ્રાથમિક શાળાના ૧ થી ૮ વર્ગો થશે બંધ..
  • રાયખડમાં આવેલી મૌલાના અઝાદ્દ  પ્રાથમિક શાળાના  ૧ થી ૮ વર્ગો થશે બંધ..
  • સૌજ્પુરમાં આવેલી અનુપમ વિધામડિર પ્રાથમિક શાળાના  ૧ થી ૮ વર્ગો થશે બંધ..
  • ચાંદલોડિયામાં આવેલી આઈ.એન પટેલ સ્વામીનારાયણ શાળાના ૨ થી ૮ વર્ગો થશે બંધ..
  • ન્યુ પરાગ શાળા અને શીતલ શાળાના ૧ થી ૫  વર્ગો થશે બંધ..
  • જોધપુરની કામેશ્વર શાળાના ૩ થી ૫ ધોરણના વર્ગો થશે બંધ..
  • વાસણાની આર.સી.પટેલ શાળાના ૨ થી ૬ ધોરણના વર્ગો થશે બંધ..
  • પાલડીની શારદા શીશું વિહાર શાળા પાંચમું ધોરણ અને દામુભાઈ શુક્લ શાળાનું પહેલું ધોરણ થશે બંધ.

12 જેટલી શાળાઓ બંધ  થઈ રહી છેઃ જિલ્લા શિક્ષણાધિકારી
આ અંગે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે શહેરની 12 જેટલી સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓ બંધ થવા માટે મંડળની દરખાસ્ત આવી છે. મોટા ભાગની સ્કૂલોમાં સંખ્યા ખુબ જ ઓછી થઈ ગઈ છે. જેથી આર્થિક રીતે શાળાઓ ચલાવવી પરવડે તેમ નથી. જેથી ઠરાવ કરી શાળાઓ બંધ કરવા મામલે રજુઆત કરવામાં આવી  છે. જો કે આ શાળાઓમાં અભ્યાસ કરતા આરટીઈના વિદ્યાર્થીઓ માટે વાલીઓએ ચિંતા કરવાની રહેશે નહિ. આરટીઈ અને સામાન્ય વિદ્યાર્થીઓને આસપાસની અન્ય શાળાઓમાં પ્રવેશ ફાળવવામાં આવશે. જે 12 જેટલી શાળાઓ બંધ  થઈ રહી છે તેમાં મોટાભાગની ગુજરાતી માધ્યમની શાળાઓ છે. 

આ તો થઇ શાળાઓ બંધ થવાની વાત પરતું  જે શાળાઓ બંધ થવાની છે, જેની પાછળના અનેક કારણો જવાબદાર માનવામાં આવી રહ્યાં છે. શાળા બંધ થવાના કારણની વાત કરવામાં આવે તો કેટલીક શાળામાં અંગ્રેજી ભાષાની ઘેલછા વિદેશ જવાનું ઘેલછા કારણે કલાસ બંધ કરવાની નોબત આવી રહી છે, તેમ જાણવા મળી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ