બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / In Ahmedabad a transgender called a young man to a hotel and robbed him by giving the identity of a woman

ચેતજો ! / અમદાવાદમાં ડેટિંગ એપ પરથી યુવતીએ હોટલમાં મળવા બોલાવ્યો, યુવક રૂમમાં ગયો પછી જે થયું તે ચોંકાવનારું, એકની ધરપકડ

Vishal Khamar

Last Updated: 10:03 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીની બે ટ્રાન્સજેન્ડર મહિલાઓએ ઓનલાઈન ડેટિંગ એપ્લિકેશન થકી લૂંટની એવી માયાજાળ પાથરી કે, પોલીસ પણ તેમના કારનામાં સાંભળી દંગ રહી ગઈ. જેમાં દિલ્હીનો જ એક યુવક બન્યો લૂંટ નો શિકાર. ત્યારે ટ્રાન્સજેન્ડર મહિલા તરીકે પોતાની ઓળખ આપતી અને યુવકોને પોતાની જાળમાં ફસાવે છે.

  • ઓનલાઈન ડેટિંગ કરતા ચેતજો
  • દિલ્લીના યુવકને ડેટિંગ પડી ભારે
  • ટ્રાન્સજેન્ડરે મહિલા બનીને યુવકને ફસાવ્યો
  • અલગ અલગ શહેરમાં ફરી લૂંટને આપતા અંજામ

 અમદાવાદના વેજલપુર પોલીસની કસ્ટડીમાં રહેલી આ ટ્રાન્સજેન્ડર મહિલાનું નામ સના છે. જે પોતાની અન્ય ટ્રાન્સજેન્ડર મહિલા મિત્ર મીરા ની સાથે રહે છે. અને અલગ અલગ શહેરોમાં ફરી યુવક અને શરીર સુખ આપવાના બહાને હોટલમાં બોલાવી લૂંટને અંજામ આપે છે. આવો જ એક બનાવ ગઈકાલે અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં બન્યો. જ્યાં દિલ્હીથી આવેલા એન્જિનિયર યુવકે હિન્જ નામની ડેટિંગ એપ્લિકેશન પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું..

એન્જિનીયર યુવક પાસેથી પૈસા પડાવી લેપટોપ પડાવી લીધું
મીરા નામની ટ્રાન્સજેન્ડર મહિલાએ તેનો સંપર્ક કર્યો અને એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી એપેક્સ હોટલ ખાતે મળવા બોલાવ્યો હતો. જ્યાં બંનેએ ભેગા મળી દિલ્હીના અમીન ભરતવાજ નામના એન્જિનિયર યુવક સાથે 9,000 ની લૂંટ ચલાવી, તેનું લેપટોપ પણ પડાવી લીધું હતું. જે હકીકત મળતા પોલીસે ટ્રાન્સજેન્ડર મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધી એકની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક ફરાર છે.

બંને મહિલા ટ્રાન્સજેન્ડર દિલ્હીના દ્વારકા વિસ્તારની રહેવાસી
એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી બ્રાન્ચ જેન્ડર મહિલા સનાની ધરપકડ કરતા હકીકત સામે આવી કે, ઝડપાયેલ આરોપી અને તેની  મિત્ર અલગ અલગ શહેરોમાં ફરતા અને ડેટિંગ એપ્લિકેશન થકી યુવાકોનો સંપર્ક કરતા હતા.  સાથે જ લૂંટને અંજામ આપી ફરાર થઈ જતા. જોકે બદનામીના ડરે યુવકો ફરિયાદ ન કરતા જેથી આરોપીઓને મોકળુ મેદાન મળતું હતું. ઝડપાયેલ મહિલા ટ્રાન્સજેન્ડરના મોબાઈલની તપાસ કરતા બંને મહિલાઓ ઘણા બધા શહેરોમાં વિમાન મારફતે મુસાફરી કરી હોવાનું સામે આવ્યું છે. સાથે જ સંખ્યાબંધ લોકો પાસેથી આ રીતે રૂપિયા પડાવ્યા છે. પોલીસ પૂછપરછમાં બંને મહિલા ટ્રાન્સજેન્ડર દિલ્હીના દ્વારકા વિસ્તારની રહેવાસી છે. અને ઘણા લાંબા સમયથી યુવતી હોવાની ઓળખ આપી યુવકો સાથે ઠગાઈ કરતી હતી.  

એસ ડી પટેલ. (ACP. એમ ડિવિઝન) 

અનેક યુવક આ ટ્રાન્સજેન્ડર મહિલાઓનાં રૂપની માયાજાળમાં ફસાયા હતા
એલિસબ્રિજ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસ જ્યારે બંને ટ્રાન્સજેન્ડર મહિલાઓની ધરપકડ માટે વસ્ત્રાપુર પહોંચી હતી. ત્યાં પણ તેઓએ કપડાં કાઢી પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરી હતી. સાથે જ જાહેરમાં અભદ્ર વર્તન કરતા પોલીસે તે અંગે પણ એફઆઇઆર માં કલમોનો ઉમેરો કર્યો છે. ત્યારે જોવું એ રહ્યું કે ટ્રાન્સજેન્ડર મહિલાઓના આ રૂપની માયાજાળમાં કેટલા યુવાનો ભોગ બન્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ