બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / imports-of-sputnik-v-vaccine-to-begin-in-india-from-may-plans-to-manufacture-russian-vaccines-on-a-large-scale
ADVERTISEMENT
હાલમાં ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા રશિયાની રસી સ્પુટનીક વીના ઉપયોગને પણ મંજૂરી આપવામાં આવી છે. સૂત્રોની માહિતી અનુસાર રશિયન બનાવટની કોરોના રસી સ્પુટનિક વી આગામી મહિનાથી ભારતમાં આયાત કરવામાં આવે તેવી સંભાવના છે. જ્યાં સુધી ભારતમાં તેના નિર્માણની વાત છે, તે હાલમાં જૂન અથવા જુલાઈ સુધી લાગી શકે છે.

ADVERTISEMENT
જૂનના અંત અથવા જુલાઇની શરૂઆતથી થઈ શકે છે ઉત્પાદન
રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ) ના સીઈઓ કિરીલ દિમિત્રીએ જણાવ્યું હતું કે ભારતમાં ઉત્પાદન માટેની રસી જુનના અંતમાં અથવા જુલાઈના પ્રારંભમાં વિવિધ સ્થાનિક ટાઇ-અપ્સથી શરૂ થઈ શકે છે.
ADVERTISEMENT
ડો. રેડ્ડીઝ લેબ્સ કે જે રસી વિતરણનું લાઇસન્સ ધરાવે છે, તેને તાત્કાલિક સ્થિતિમાં પ્રતિબંધિત મર્યાદાના ઉપયોગ હેઠળ રસીના આયાત માટે ભારતના ડ્રગ કંટ્રોલરની મંગળવારે મંજૂરી મળી હતી. ડો. રેડ્ડીઝ લેબ્સ સાથે ભાગીદારી ઉપરાંત, જે સ્થાનિક રૂપે સ્પુટનિક વીના ભારતમાં ક્લિનિકલ ટ્રાયલ્સ ચલાવે છે અને જે કંપની પાસે રશિયન રસીના વિતરણના અધિકાર છે ની સિવાય પણ ભારતમાં અન્ય પાંચ ફાર્મા કંપનીઓની સાથે પણ RDIFદ્વારા કરાર કરવામાં આવ્યા છે. આ કંપનીઓમાં સ્ટેલીસ બાયોફર્મા, ગ્લેન્ડ ફાર્મા, હેટોરો બાયોફર્મા, પેનાસીઆ બાયોટેક અને વિર્ચો બાયોટેક સામેલ છે.

ADVERTISEMENT
પાંચ કરોડ ડોઝનું ઉત્પાદન ટૂંક સમયમાં
ભારત આવતા કેટલાક મહિનામાં સ્પુટનિક વી ના ઓછામાં ઓછા પાંચ કરોડ ડોઝનું ઉત્પાદન કરશે. કિરીલ દિમિત્રીએ કહ્યું કે, "અમે આ ઉનાળામાં અથવા ઉનાળાના અંત સુધીમાં ભારતમાં સ્પુટનિક વી ના પાંચ કરોડ ડોઝનું ઉત્પાદન થઈ શકે છે, ભારતમાં રસીની નોંધપાત્ર ઉત્પાદન ક્ષમતા છે. અમે પહેલાથી જ સ્પુટનિક વીનું મોટા પાયે ઉત્પાદન શરૂ કર્યું છે. પાંચ સ્થાનિક કંપનીઓ સાથે જોડાણની ઘોષણા કરી.અમે ઘણા વધુ ટાઇ-અપ કરવાનું વિચારીએ છીએ જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ''
ADVERTISEMENT

તેમણે કહ્યું, 'ભારતમાં સ્પુટનિક વી પરીક્ષણમાં હાઇલેવલ પર એન્ટિબોડીઝ બની રહી છે હોવાનું જાણવામાં આવ્યું છે. અમને ફક્ત રશિયામાં જ નહીં, પણ અર્જેન્ટીના, મેક્સિકો અને અન્ય દેશોમાં પણ આ જ પરિણામો મળ્યા છે જ્યાં રસીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્પુટનિક વી ઉચ્ચ પ્રતિરક્ષા પૂરી પાડે છે. સ્પુટનિક 90 ટકાથી પણ વધુ અસરકારક છે. "
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.