6 અને 7 સપ્ટેમબરે સુરતથી 100 જેટલી ST બસો દોડાવાશે
Surat News: સાતમ-આઠમનો તહેવાર નજીક આવી રહ્યો છે, તહેવાર પર એસ.ટી બસોમાં મુસાફરોની સંખ્યા વધુ જોવા મળતી હોય છે. જેને પહોચી વળવા માટે એસ.ટી વિભાગ દ્વારા દર વર્ષે વધારાની બસોનું સંચાલન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વખતે મુસાફરોને કોઈ અગવડ ન પડે તે માટે સુરત એસ.ટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત એસ.ટી વિભાગ દ્વારા સાતમ-આઠમ એટલે કે 6 અને 7 સપ્ટેમ્બરે 100 જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે.
6 અને 7 સપ્ટેમ્બરે દોડાવાશે વધારાની બસ
રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવાં તહેવારોને લઇને દર વર્ષે સુરતથી સૌરાષ્ટ્ર તરફ લોકોનો ધસારો વધુ હોય છે. સુરતમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના લોકો રહે છે, તેઓ સાતમ-આઠમના તહેવાર પર પોતાના વતન જતા હોય છે. આ દરમિયાન તહેવાર પર મુસાફરોનો ભારે ધસારો રહે છે. ત્યારે મુસાફરોને સવલત મળી રહે અને અગવડતા ન પડે તેવા હેતુથી સુરત એસ.ટી.નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 6 અને 7 સપ્ટેમ્બરે સુરત એસટી વિભાગ દ્વારા 100 જેટલી વધારાની બસ દોડાવવામાં આવશે
100 જેટલી વધારાની બસ દોડાવાશે
આ અંગે વિભાગીય નિયામક પી.વી ગજ્જરે કહ્યું કે, તહેવાર પર મુસાફરોને કોઈ હાલાકી ન પડે અને સુવિધા મળી રહે તે માટે એસ. નિગમ દ્વારા દર વર્ષ એક્સ્ટ્રા બસો મૂકવામાં આવે છે. ત્યારે 6 અને 7 સપ્ટેમ્બરે વધારાની બસ દોડાવવાનું નક્કી કરાયું છે. હાલ 100 જેટલી વધારાની બસો દોડાવવાનું આયોજન છે. જો મુસાફરોની સંખ્યામાં વધારો થશે તો હજુ પણ વધુ બસો મુકવામાં આવશે.
મુસાફરોને ગ્રુપ બુકિંગનો પણ મળશે લાભ
તેઓએ કહ્યું કે, કોઈ 50 મુસાફરોનું ગ્રુપ તૈયાર થાય તો જે તે વિસ્તારથી બસની સુવિધા મળી રહેશે. બસની સુવિધા મેળવવા માટે અગાઉથી બુકિંગ કરાવવું પડશે. મુસાફરોના ગ્રુપને તેમના ગામ કે ઘર સુધી ST બસ લઈ જશે.