બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / illegal salt mining in kutch

મોટો આરોપ / સફેદ રણમાં કાળો કારોબાર: કચ્છમાં એગ્રોસેલ-સોલારિસ કંપની પર ગેરકાયદે મીઠું પકવવાનો આક્ષેપ, અગરિયાઓની આંદોલનની ચીમકી

Vishnu

Last Updated: 08:50 PM, 21 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અગરિયાઓએ એગ્રોસેલ અને સોલારિસ કંપની ગેરકાયદે માઇનિંગ કરતી હોવાનો આક્ષેપ કર્યો છે.

  • કચ્છના મોટા રણમાં મીઠુ પકવવાનો મામલો
  • અગરિયાઓએ આપી આંદોલનની ચીમકી
  • ગેરકાયદે મીઠાનું માઈનિંગ થવાનો આક્ષેપ

માફિયાઓ કચ્છના નાના રણમાં મોટી જાળ વિકસાવીને બેઠા છે. કચ્છમાં ચાલતા મીઠાના કાળા કારોબારને હવે મીઠું પકવતા અગરિયાઓ જ ઉજાગર કરી રહ્યા છે. અને આરોપ મૂકી રહ્યા છે કે એગ્રોસેલ અને સોલારિસ કંપની ગેર કાયદે માઇનીંગ કરી રહી છે છતાંય ન કચ્છનું તંત્ર રોક ટોક કરી રહ્યું છે ન તો સરકાર..

એગ્રોસેલ અને સોલારિસ કંપની ગેર કાયદે માઇનીંગ કરે છે: અગરીયા
કચ્છમાં લાખો એકર જમીનમાં ગેરકાયદે મીઠું પકવાય છે એટલું જ નહીં નેતાઓ અને અધિકારીની મીલી ભગતથી સફેદ મીઠાનો કાળો કારોબાર કરવામાં આવ્યો હોવાના અનેક વખત દાવા થઈ ચૂક્યા છે પણ પરિણામમાં માત્ર તપાસ તપાસને તપાસ કરી મામલો ભીનો સંકેલી દેવામાં આવે છે. પણ કચ્છ મોટા રણમાં મીઠું પકવતા અગરિયાઓ હવે બીડું ઝડપ્યું છે. અને એગ્રોસેલ અને સોલારિસ કંપની પર ગેર કાયદે માઇનીંગનો આરોપ મૂક્યો છે કે કંપનીઓને માત્ર બ્રોમીન બનાવવાની સરકારે પરમીશન આપી છે. પણ કંપનીઓ મીઠાનું ગેરકાયદેસર રીતે નજીવા ભાવે વેંચાણ કરી રહી છે જેથી અગરીયાઓને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. 

કંપનીઓ દ્વારા થતા વેચાણથી પરંપરાગત અગરિયાઓને નુકશાન-અગરીયા
મહત્વનું છે કે અગરીયાઓના આરોપ મુજબ સરકારે એગ્રોસેલ-સોલારિસ કંપનીને જમીનો ભાડા પેટે આપી છે. કંપનીઓ પાસે મીઠાના વેંચાણ કરવાની કોઈ મંજુરી નથી. છતાંય આ બંને કંપનીઑ મીઠું પકવી તેને કાળા બજારના ભાવે એટલે સાવ સસ્તા ભાવે વેચાણ કરી રહી છે. કંપનીના ગેરકાયદે વલણને લીધે અને કંપનીઓ દ્વારા થતા વેચાણથી પરંપરાગત અગરિયાઓને સૌથી મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. કંપનીના આ કાળા વલણને લીધે અગરીયાઓને પણ મીઠું નજીવા ભાવે વેચવાનો વારો આવ્યો છે જેથી  હાલત કફોડી બની ગઈ છે. 

ઉકેલ ન આવે તો મોટી સંખ્યામાં અગરિયાઓ ગાંધીનગર પહોંચશે
સરકારને પણ એગ્રોસેલ અને સોલારિસ કંપનીની મનમાની વિષે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે છતાંય હાલની તારીખ સુધી કોઈ ઉકેલ ન આવતા અગરિયાઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અને આવનાર સમયમાં મોટી સંખ્યામાં અગરિયાઓ ગાંધીનગર પહોંચશે તેવી હામ ભરી સરકારને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અનુરોધ કર્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ