બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / If you have taken a loan, get ready to pay more EMI, this bank has given a big shock to the customers

તમારા કામનું / લોન લીધી હોય તો વધુ EMI ચૂકવવા તૈયાર થઇ જાઓ, આ બેન્કે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો

Megha

Last Updated: 09:39 AM, 20 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

HDFC બેંકે તેના લોનના દરમાં 0.35 ટકાનો વધારો કર્યો છે અને આ વધારા બાદ હવે HDFCની હોમ લોનનો ન્યૂનતમ દર વધીને 8.65 ટકા થઈ ગયો છે.

  • HDFC બેંકે તેના લોનના દરમાં 0.35 ટકાનો વધારો કર્યો
  • અત્યાર સુધીમાં HDFC બેંકે લોનના દરમાં કુલ 2.25 ટકા સુધીનો વધારો કર્યો

HDFC બેંકે પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. જણાવી દઈએ કે બેંકે હાઉસિંગ લોન પર તેના રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ (RPLR)માં ફેરફાર કર્યો છે. બેંકે એક નિવેદન બહાર પાડતા જણાવ્યું હતું કે, '20 ડિસેમ્બર, 2022થી તેના પ્રાઇમ લેન્ડિંગ રેટ (RPLR)માં 35 બેસિસ પોઈન્ટ એટલે કે 0.35 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે અને આ વધારા બાદ હવે HDFCની હોમ લોનનો ન્યૂનતમ દર વધીને 8.65 ટકા થઈ ગયો છે. જણાવી દઈએ કે HDFC હોમ લોન પર 8.65 ટકાનો વ્યાજ દર ફક્તએ જ ગ્રાહકો માટે લાગુ થશે જેમનો ક્રેડિટ સ્કોર 800 કે તેથી વધુ હશે.

વધી જશે EMI
આ વર્ષમાં મે મહિનાથી અત્યાર સુધીમાં HDFC બેંકે તેના લોનના દરમાં કુલ 2.25 ટકા સુધીનો વધારો કર્યો છે અને હાલના ફરી એકવાર વધારા પછી આ બેંકની હોમ લોન વધુ મોંઘી થશે. જણાવી દઈએ કે હોમ લોન પર વ્યાજ દર વધવાને કારણે લોકો પર EMI વધે છે અને વધેલ EMIના બોજને ઘટાડવાનો હાલ એક રસ્તો એ છે કે લોનની મુદત વધારવી. સામાન્ય રીતે બેંકો પણ ગ્રાહક લોનની મુદત વધારવા માંગતી હોય છે. 

જણાવી દઈએ કે HDFCએ પણ ગયા મહિને પણ પ્રાઇમ લેન્ડિંગ રેટમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. વેબસાઇટ પર આ વિશે જણાવતા લખ્યું હતું કે એડજસ્ટેબલ રેટ હોમ લોન (ARHL) ફ્લોટિંગ અથવા વેરિયેબલ રેટ લોન તરીકે પણ ઓળખાય છે. ARHL નો બેન્ચમાર્ક દર RPLR સાથે જોડાયેલો છે. HDFC RPLR માં કોઈપણ ફેરફાર લાગુ વ્યાજ દરોને અસર કરી શકે છે.

RBIએ રેપો રેટમાં કર્યો વધારો 
ભારતીય રિઝર્વ બેંકે(RBI) થોડા સમય પહેલા જ તેના રેપો રેટમાં વધારો કર્યો હતો અને ત્યારથી દેશની ખાનગી અને સરકારી બેંકોએ તેમની લોન મોંઘી કરી દીધી છે. રિઝર્વ બેંક દ્વારા ફુગાવાને અંકુશમાં લાવવા માટે લેવામાં આવતા પગલાંની અસર લોનના દરો પર પડી રહી છે.

જણાવી દઈએ કે રિઝર્વ બેંકે આ વર્ષે સતત પાંચ વખત રેપો રેટમાં વધારો કર્યો છે. આ સાથે જ વર્ષના છેલ્લા મહિનામાં રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કર્યા બાદ રેપો રેટ 6.25 ટકા પર પંહોચ્યો છે. આ વર્ષે કેન્દ્રીય બેંકે વ્યાજ દરોમાં કુલ 2.25 ટકાનો વધારો કર્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ