બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / If you have done any mistake then you will not get Rs 2000 under Kisan Yojana

તમારા કામનું / જો-જો ક્યાંક તમે તો આવી ભૂલ નથી કરી ને? નહીંતર એકાઉન્ટમાં નહીં આવે 2 હજાર રૂપિયા

Sanjay Vibhakar

Last Updated: 11:21 AM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે કોઈ ભૂલ કરી હશે તો તમને કિસાન યોજના હેઠળ 2000 રૂપીયા નહીં મળે. કેટલીક વાર ખેડૂતો યોજના માટે અરજી કરતાં સમયે ક્યારેક બેન્કના ખાતા નંબર અથવા આધાર કાર્ડ નંબરને લઈને ભૂલ કરી દે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 28 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 વાગ્યે PM- કિસાન હેઠળ લગભગ 21,000 કરોડ રૂપીયાનો 16 મો હપ્તો જાહેર કરશે. જો તમે કોઈ ભૂલ કરી હશે તો તમને કિસાન યોજના હેઠળ 2000 રૂપીયા નહીં મળે. કેટલીક વાર ખેડૂતો યોજના માટે અરજી કરતાં સમયે ક્યારેક બેન્કના ખાતા નંબર અથવા આધાર કાર્ડ નંબરને લઈને ભૂલ કરી દે છે. જેના કારણે તેમને કિસાન યોજનાનો લાભ મળી શકતો નથી. 

PM કિસાન યોજના
કેટલાક ખેડૂતોને એવું થતું હોય છે કે તેમનું નામ લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવ્યું છે. હવે તમને આગલો હફતો મળશે કે નહીં તે જાણવા માટે તમારે PM કિસાન યોજનાની અધિકૃત વેબસાઇટ પર જવું પડશે અને ત્યાં આગળ લાભાર્થીઓની યાદી ચકાસવી પડશે. 

વાંચવા જેવું: આવી ગયું વિશ્વનું પ્રથમ ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લેવાળું Laptop, જેની ખાસિયતો જાણશો તો ચોંકી જશો

લિસ્ટમાં તમારું નામ જાણવા આટલું કરો 

  • સૌપ્રથમ તમારે અધિકૃત કિસાન પોર્ટલ pmkisan.gov.in પર જવાનું રહેશે. 
  • તમે જેવા વેબસાઇટ પર જશો એટલે તમને કેટલાક વિકલ્પો જોવા મળશે. 
  • હવે તમારે 'Beneficiary Status' વિકલ્પ પર ક્લિક કરવાનું છે. 
  • હવે તમારે તમારા ફોન નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર બંનેમાંથી કોઈ પણ એક વિકલ્પને પસંદ કરવાનું રહેશે. 
  • હવે ત્યાં આગળ તમારે તમારા ફોન નંબર અને રજિસ્ટ્રેશન નંબરને દાખલ કરવાનું રહેશે. 
  • સ્ક્રીન પર આપેલ કેપ્ચા કોડને દાખલ કરો. 
  • હવે તમારે ગેટ ડેટા બટન પર ક્લિક કરવાનું રહેશે. 
  • આ બધુ કર્યા પછી તમને તમારું સ્ટેટ્સ સામે જોવા મળશે. 
  • હવે તમે જાણી શકશો કે આગલો હફતો તમારા ખાતામાં આવશે કે નહીં. 

સંકળાયેલા મુદ્દાઓ

PM kisan yojana PM કિસાન સન્માન નિધિ યોજના Utility website તમારા કામનું વેબ પોર્ટલ Utility
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ