બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / If you are not using a demat account, can you close it like this? Otherwise there will be so much loss

તમારા કામનું / ડિમેટ એકાઉન્ટ નથી વાપરી રહ્યા તો આ રીતે કરાવી નાખો બંધ? નહીં તો થશે આટલું નુકસાન

Megha

Last Updated: 01:15 PM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડીમેટ એકાઉન્ટનો ઉપયોગ નથી કરતા તો તેને બંધ કરી દેવું એ એક સારો વિકલ્પ છે કારણ કે એ વાત મહત્વની છે કે તમારે ડીમેટ એકાઉન્ટ પર દર વર્ષે વાર્ષિક ચાર્જ ચૂકવવો પડે છે

  • વાર્ષિક ધોરણે ડીમેટ ખાતાની સંખ્યામાં 31 ટકાનો વધારો થયો
  • ઉપયોગ વિનાના ડિમેટ ખાતા કેમ બંધ કરાવવા જોઈએ? 
  • ડિમેટ એકાઉન્ટ કેવી રીતે બંધ કરાવવું 

Demat Account Closing : બેંકમાં પૈસા જમા કરાવવા માટે બેંક એકાઉન્ટ જરૂરી છે. બેંક ખાતા વગર તમે બેંકમાં પૈસા જમા કરાવી શકતા નથી. તે જ રીતે તમારે શેર માર્કેટમાં રોકાણ કરવા માટે ડીમેટ એકાઉન્ટની જરૂર છે. ડિમેટ એકાઉન્ટ એ ખરું છે જ્યાં તમે તમારા ખરીદેલા શેર રાખો છો. નોંધનીય છે કે આજકાલ શેરબજારમાં પૈસા રોકનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે અને એક આંકડા અનુસાર દેશમાં ડીમેટ ખાતાઓની કુલ સંખ્યા 11 કરોડને પાર કરી ગઈ છે. રિપોર્ટ મુજબ વાર્ષિક ધોરણે ડીમેટ ખાતાની સંખ્યામાં 31 ટકાનો વધારો થયો છે પણ એ પણ નોંધનીય છે કે આમાંના ઘણા ખાતા ઘણા જૂના છે અને વર્ષોથી ઉપયોગમાં નથી લેવાયા. જે વ્યક્તિઓના ખાતા એક્ટિવ નથી એ લોકોએ એમનું એકાઉન્ટ બંધ કરી નાખવું જોઈએ. 

ઉપયોગ વિનાના ડિમેટ ખાતા કેમ બંધ કરાવવા જોઈએ? 
જો તમે ડીમેટ એકાઉન્ટનો ઉપયોગ નથી કરતા તો તેને બંધ કરી દેવું એ એક સારો વિકલ્પ છે કારણ કે એ વાત મહત્વની છે કે તમારે ડીમેટ એકાઉન્ટ પર દર વર્ષે વાર્ષિક ચાર્જ ચૂકવવો પડે છે અને જો તમે આ એકાઉન્ટનો ઉપયોગ નથી કરતા તો તેને બંધ કરવું તમારા માટે ફાયદાકારક છે. ચાલો જાણીએ ડીમેટ ખાતું બંધ કરવાની પ્રક્રિયા શું છે?

ડિમેટ એકાઉન્ટ કેવી રીતે બંધ કરાવવું 
ડીમેટ એકાઉન્ટ બંધ કરવાની પ્રક્રિયા માત્ર ઓફલાઈન છે. આ માટે તમારે NSDLની DP (Depository Participants) ઓફિસમાં જવું પડશે. આ પછી ત્યાં તમારે ખાતા સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ફોર્મ્સ સબમિટ કરવા પડશે. એ જગયા પરથી જ તમે ડીમેટ એકાઉન્ટ બંધ કરવાનું ફોર્મ મેળવી શકો છો. આ સિવાય ડિપોઝિટરી પાર્ટિસિપન્ટની વેબસાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. મહત્વનું છે કે તમે તે ફોર્મ ભરીને ઓફિસમાં સબમિટ કરી શકો છો. મહત્વનું છે કે ખાતું બંધ કરતી વખતે તમારે ડીપી આઈડી અને ક્લાઈન્ટ આઈડી આપવાનું રહેશે. આ સાથે નામ, સરનામું વગેરે વિગતો ભરવાની રહેશે. આ સાથે કારણ પણ જણાવવું પડશે કે તમે ખાતું કેમ બંધ કરી રહ્યા છો. આ સાથે ડીમેટ એકાઉન્ટ બંધ કરવાના રિક્વેસ્ટ ફોર્મ પર સહી કરવી પણ ફરજિયાત છે. જણાવી દઈએ કે આ પછી ખાતામાં જમા પૈસાને બીજા ખાતામાં ટ્રાન્સફર કર્યા પછી તેની જાણકારી પણ અહીં ફાઇલ કરવાની રહેશે.

કેટલા દિવસમાં ડિમેટ ખાતું બંધ થશે
ડીમેટ ખાતું બંધ કરવાની રિક્વેસ્ટ કર્યા પછી તમારું એકાઉન્ટ કુલ 10 દિવસમાં બંધ થઈ જશે. નોંધનીય બાબત એ છે કે આ એકાઉન્ટ બંધ કરવા માટે તમારે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. બીજી તરફ જો તમારા ખાતામાં કેટલાક પૈસા બાકી છે, તો તે ફી ચૂકવ્યા પછી જ તમે ખાતું બંધ કરી શકો છો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ