બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / If the memory is weak it is a sign of vitamin deficiency

ટીપ્સ / વસ્તુ રાખીને ભૂલી જાઓ છો? યાદશક્તિ કમજોર પડી હોય તો ચેતી જજો, શરીરમાં આ વિટામિનની ઉણપના છે સંકેત

Kishor

Last Updated: 06:41 PM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લીલા વટાણા, સૂર્ય મુખીના બીજ સહિતની વસ્તુ ખાવાથી વિટામિનની ઉણપ દુર થઈ શકે જેનાથી યાદશક્તિ પણ મજબુત છે.

  • વિટામિન B1 મહત્વનો ભાગ ભજવે છે
  • વિટામિન બી-1 હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદરૂપ
  • વિટામિનની ઉણપને લઈને શરીરમાં અનેક સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે

માનવ શરીર માટે વિટામિન્સ ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળ છે. દરેક પ્રકારના વિટામિનમાં અલગ અલગ શક્તિ હોય છે. જેને લઈને વ્યક્તિઓને ખોરાકમાં લીલા પાંદડાવાળા શાકભાજી અને મોસમી ફળો સહિતની વસ્તુ આરોગવાની સલાહ આપવામાં આવતી હોય છે. વિટામિનની માફક વિટામિન B1 પણ મહત્વનો ભાગ ભજવે છે. અભ્યાસમાં એવું પણ સામે આવ્યું કે ચેતા અને સ્નાયુઓ સિવાય વિટામિન બી-1 હૃદયની તંદુરસ્તી જાળવવામાં સારો ભાગ ભજવે છે. વિટામિન બી 1 ને થાઈમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે શરીરમાં ગ્લુકોઝના પાચન અને ચેતા અને સ્નાયુઓની કામગીરીને સરળ બનાવવાનું કામ કરે છે. આ વિટામિનની ઉણપને લઈને શરીરમાં અનેક સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. જેની ઉણપને દૂર કરવા માટે આહારમાં આ વસ્તુનું સેવન કરવું જોઈએ.

શું તમને પણ સવાર-સવારમાં છે આવી આદત? તો સાવધાન! નહીં તો મગજ પર પડશે ખરાબ  પ્રભાવ morning habit of using smartphones right after waking up can affect  the brain

પાણીમાં દ્રાવ્ય વિટામિન B1 કાર્બોહાઈડ્રેટને એનર્જીમાં બદલાવી શરીરને જાગૃત અને સક્રિય રાખે છે. વિટામીન B1 ની ઉણપને કારણે બેરી બેરી નામની બીમારીનો ખતરો તથા વજનમાં ઘટાડો અને અનેક માંદગીનો ભોગ બનવાની નોબત આવતી હોય છે.


લીલા વટાણા
આહારમાં લીલા વટાણાનું સેવન કરવાથી વિટામિન બી1 ની ઉણપ દૂર કરી શકાય છે. 100 ગ્રામ લીલા વટાણામાં 0.282 mg વિટામિન B1 જોવા મળે છે. જેમાં કેલ્શિયમ, આર્યન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે.

આ રીતે પ્રિઝર્વ કરશો લીલા વટાણા તો આખું વર્ષ માણી શકશો તેનો સ્વાદ | how to  store green peas for year long
સૂર્યમુખીના બીજ
સૂર્યમુખીના બીજમાં વિટામિન B1 પણ પૂરતી માત્રામાં જોવા મળે છે. 100 ગ્રામ સૂર્યમુખીના બીજ 0.106 મિલિગ્રામ વિટામિન B1 પ્રદાન કરે છે. આ બીજમાં વિટામિન B2, B3, B6, C, E અને K સાથે ઘણા જરૂરી પોષક તત્વો મળી આવે છે, જે ગંભીર રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. આ બીજના સેવનથી વિટામિન B1 ની ઉણપ દૂર કરી શકાય છે.
શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને નહીં વધવા દે આ 5 ચીજો, આજથી જ ડાયટમાં ખાશો તો થશે  લાભ | How to reduce bad cholesterol fast start eating raisins chia seeds  and fenugreek

આખા અનાજ, માછલી અને માંસમાં હોય છે
વધુમાં આખા અનાજ, માછલી અને માંસમાં પણ વિટામિન B1 ની હાજરી જોવા મળતી હોય છે. સિવાય કઠોળ, દાળ અને દહીંમાં પણ આ વિટામિન જોવા મળે છે. જેનો આહારમાં ઉપયોગ કરવો જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ