બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ભારત / 'If PM does Pran Pratistha, will I clap there...?', Puri Shankaracharya announces not to go to Ayodhya

મોટું નિવેદન / PM લોકાર્પણ કરશે અને હું ત્યાં શું તાળીઓ પાડું? પુરીના શંકરાચાર્યએ અયોધ્યા ન જવાનું એલાન કર્યું, જુઓ શું કહ્યું

Pravin Joshi

Last Updated: 12:37 PM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ કહ્યું કે આજે તમામ મુખ્ય ધાર્મિક સ્થળોને પ્રવાસન સ્થળ બનાવવામાં આવી રહ્યા છે. આ રીતે તેમાં આનંદ અને લકઝરીની વસ્તુઓ ઉમેરવામાં આવી રહી છે, જે યોગ્ય નથી.

  • 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાનો અભિષેક થશે
  • PM પોતાના હાથે ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિને સિંહાસન પર સ્થાપિત કરશે
  • ઓડિશાના જગન્નાથપુરી મઠના શંકરાચાર્ય સ્વામી વિરોધ વ્યક્ત કર્યો

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાનો અભિષેક થવાનો છે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. યુપી સરકાર અને અયોધ્યા પ્રશાસન આ સમારોહને ભવ્ય બનાવવા માટે સખત મહેનત કરી રહ્યું છે. રામ મંદિરનો પહેલો માળ તૈયાર છે અને તેને શણગારવામાં આવી રહ્યો છે. પીએમ મોદીને શ્રી રામ જન્મભૂતિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મુખ્ય યજમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. એટલે કે એવી પૂરેપૂરી શક્યતા છે કે વડાપ્રધાન પોતાના હાથે ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિને સિંહાસન પર સ્થાપિત કરશે. 

3 મૂર્તિ, 3 કલાકાર અને 5 વર્ષના બાળ સ્વરૂપની દિવ્યતાની ઝલક, જાણો કેવી રીતે  થશે રામલલાની મૂર્તિની પસંદગી? | voting for lord ram lalla idol temple trust  to select best among ...

સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ આ અંગે વિરોધ વ્યક્ત કર્યો 

ઓડિશાના જગન્નાથપુરી મઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ આ અંગે વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે બુધવારે રતલામમાં મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે તેઓ 22 જાન્યુઆરી, 2024ના રોજ યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં ભાગ લેવા માટે અયોધ્યા નહીં જાય. રતલામમાં ત્રિવેણી કિનારે સંમેલનને સંબોધિત કરવા આવેલા શંકરાચાર્ય નિશ્ચલાનંદે મીડિયા સાથે વાત કરતાં કહ્યું, 'જો મોદીજી ઉદ્ઘાટન કરે છે અને પ્રતિમાને સ્પર્શ કરે છે, તો શું હું ત્યાં તાળીઓ પાડીને જયકાર કરીશ? મારા પદની પણ મર્યાદા છે. રામ મંદિરમાં મૂર્તિનો અભિષેક શાસ્ત્રો મુજબ થવો જોઈએ, આવી ઘટનામાં શા માટે જાઉં?

Tag | VTV Gujarati

રામ મંદિર પર જે પ્રકારની રાજનીતિ થઈ રહી છે તે ન થવી જોઈએ

રામ મંદિર ટ્રસ્ટ તરફથી મળેલા આમંત્રણ અંગે શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ કહ્યું, 'મને જે આમંત્રણ મળ્યું છે તેમાં લખ્યું છે કે તમે અને તમારી સાથે માત્ર એક જ વ્યક્તિ કાર્યક્રમમાં આવી શકશે. આ સિવાય હજુ સુધી અમારો કોઈપણ રીતે સંપર્ક કરવામાં આવ્યો નથી, જેના કારણે હું કાર્યક્રમમાં જઈશ નહીં. તેમણે કહ્યું કે રામ મંદિર પર જે પ્રકારની રાજનીતિ થઈ રહી છે તે ન થવી જોઈએ. આ સમયે રાજકારણમાં કંઈ જ યોગ્ય નથી. પુરીના શંકરાચાર્યએ પણ ધાર્મિક સ્થળો પર બાંધવામાં આવતા કોરિડોરની ટીકા કરી હતી.

અયોધ્યાના Ram Mandir માં 35 ફૂટથી જ ભક્તોને થશે દર્શન, જાણો શું છે પૌરાણિક  માન્યતા / Ram Mandir: Devotees will not be able to reach the sanctum  sanctorum of Ram Mandir, they

તમામ મુખ્ય ધાર્મિક સ્થળોને પ્રવાસન સ્થળોમાં ફેરવવામાં આવી રહ્યા છે

સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ કહ્યું કે આજે તમામ મુખ્ય ધાર્મિક સ્થળોને પ્રવાસન સ્થળ બનાવવામાં આવી રહ્યા છે. આ રીતે તેમાં આનંદ અને લકઝરીની વસ્તુઓ ઉમેરવામાં આવી રહી છે, જે યોગ્ય નથી. તેમણે એમ પણ કહ્યું કે દુનિયાના લોકો ગમે તે ધર્મના હોય, તેમના પૂર્વજો હિન્દુ હતા. તમને જણાવી દઈએ કે નિશ્ચલાનંદ સરસ્વતી પુરીના પૂર્વમાનયા શ્રી ગોવર્ધન પીઠના હાલના 145મા જગદગુરુ શંકરાચાર્ય છે. સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીનો જન્મ 1943માં બિહારના મધુબની જિલ્લામાં થયો હતો. તે દરભંગાના મહારાજાના શાહી પૂજારીનો પુત્ર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ