બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / icc odi world cup top records which might never be broken sachin tendulkar rohit Sharma

સ્પોર્ટ્સ / World Cupના એવાં રેકોર્ડ જેને ભાગ્યે જ કોઇ તોડી શકે, સચિન રોહિત શર્માનું પણ છે આમાં નામ

Manisha Jogi

Last Updated: 12:08 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC અને BCCIએ સંયુક્ત રૂપે વર્લ્ડ કપ 2023ના કાર્યક્રમની જાહેરાત કરી છે. 5થી 19 નવેમ્બર સુધી દેશના 10 શહેરોમાં વર્લ્ડ કપની મેચ રમવામાં આવશે.

  • ભારત આ વર્ષે વન ડે વર્લ્ડ કપની મેજબાની માટે તૈયાર
  • વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે
  • કોણે લીધી છે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ

ભારત આ વર્ષે વન ડે વર્લ્ડ કપની મેજબાની માટે તૈયાર છે. ICC અને BCCIએ સંયુક્ત રૂપે વર્લ્ડ કપ 2023ના કાર્યક્રમની જાહેરાત કરી છે. 5થી 19 નવેમ્બર સુધી દેશના 10 શહેરોમાં વર્લ્ડ કપની મેચ રમવામાં આવશે. 

સચિન તેંડુલકર (વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ)- ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ સચિન તેંડુલકરે સૌથી વધુ રન કર્યા છે. વર્ષ 1992થી વર્ષ 2011 સુધીમાં રમવામાં આવેલ વર્લ્ડ કપમાં સચિને 45 મેચ રમી છે. સચિને 56.95ની સરેરાશથી 2,278 રન કર્યા છે, જેમાં 6 સદી શામેલ છે. વર્લ્ડ કપમાં 2,000થી વધુ રન કરનાર ખેલાડી એકમાત્ર સચિન તેંડુલકર છે. બીજા નંબરે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગનું નામ આવે છે, જેમણે 1,743 રન ફટકાર્યા છે. 

sachin tendulkar
sachin tendulkar

ગ્લેન મૈકગ્રા (વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર)- ઓસ્ટ્રેલિયાના પૂર્વ બોલર ગ્લેન મૈકગ્રાએ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લીધી છે. મૈકગ્રાએ વર્લ્ડ કપની 71 મેચમાં 71 વિકેટ લીધી છે, જેમાં તેમની સૌથી બેસ્ટ 7/15 રહી છે. તેમનો ઈકોનોમી રેટ 3.96 છે. બીજા નંબરે શ્રીલંકાના મુથૈયા મુરલીધરન છે, જેમણે 68 વિકેટ લીધી છે. 

glenn mcgrah
glenn mcgrah

રિકી પોન્ટિંગ (વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચમાં કેપ્ટનશીપ)- વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચમાં કેપ્ટનશીપ કરવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના નામે છે. તેમણે વર્લ્ડ કપની 29 મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશીપ કરી છે. 29 મેચમાંથી 26 મેચ જીતી છે, એક મેચમાં હાર મેળી છે અને એક મેચ કેન્સલ થઈ છે.

ricky ponting
ricky ponting

સચિન તેંડુલકર (સૌથી વધુ વર્લ્ડ કપ રમવાનો રેકોર્ડ)- આ રેકોર્ડ સચિન તેંડુલકર અને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદના નામે છે. આ બંને ખેલાડીએ વર્લ્ડ કપની છઠ્ઠી સીઝનમાં એક ખેલાડી તરીકે ભાગ લીધો છે અને વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો પણ રહી ચૂક્યા છે. ભારતે વર્ષ 2011માં બીજી વાર અને પાકિસ્તાને વર્ષ 1992માં વર્લ્ડ કપ જીત્યો હતો. 

sachin tendulkar
sachin tendulkar

રોહિત શર્મા (એક એડિશનમાં સૌથી વધુ સદી)- ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને નામે એક એડિશનમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ છે. રોહિત શર્માએ વર્ષ 2019માં રમાયેલ વર્લ્ડ કપમાં આ ઉપલબ્ધિ મેળવી હતી, જેમાં 5 સદી ફટકારી હતી. 

rohit sharma
rohit sharma

લશિથ મલિંગા (વર્લ્ડ કપમાં ડબલ હેટ્રિક)- વર્લ્ડ કપના ઈતિહાસમાં શ્રીલંકાના પૂર્વ ફાસ્ટ બોલર લસિથ મલિંગાને નામે ડબલ હેટ્રિકનો રેકોર્ડ છે. તેઓ એક માત્ર એવા બોલર છે, જેમના નામે બે હેટ્રિક છે. તેમણે સૌથી પહેલી હેટ્રિક દક્ષિણ આફ્રિકાની સામે 2007માં અને બીજી હેટ્રિક 2011માં કેન્યા સામે લીધી હતી. 

malinga
malinga

સચિન તેંડુલકર ( એક એડિશનમાં સૌથી વધુ રન)- આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે, તેમણે વર્ષ 2003માં દક્ષિણ આફ્રિકામાં રમવામાં આવેલ વર્લ્ડ કપમાં 11 મેચમાં 673 રન ફટકાર્યા હતા. આ રેકોર્ડમાં બીજા નંબરે રોહિત શર્મા છે, જેમણે વર્ષ 2019માં 9 મેચમાં 648 રન ફટકાર્યા હતા. 

sachin tendulkar
sachin tendulkar

કપિલ દેવ (વર્લ્ડ કપ જીતનાર સૌથી યુવા કેપ્ટન)- ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર કપિલ દેવના નામે આ રેકોર્ડ નોંધાયેલ છે. ભારતે વર્ષ 1983માં પહેલી વાર વર્લ્ડ કપ જીત્યો હતો. તેમ સમયે કપિલ દેવની ઉંમર માત્ર 24 વર્ષ હતી. આ જીતના કારણે ભારતમાં ક્રિકેટની દશા અને દિશા બદલાઈ ગઈ હતી. 

kapil dev
kapil dev

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ