બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ICC Cricket World Cup 2027 rohit sharma virat kohli mohammed shami surya kumar yadav

ICC Cricket World Cup 2027 / શું આગામી વર્લ્ડકપમાં રોહિત શર્મા સહિત આ દિગ્ગજ ભારતીય ખેલાડીઓ ક્રિકેટ નહીં રમે! જાણો શું કહે છે નિયમ?

Arohi

Last Updated: 11:40 AM, 20 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC Cricket World Cup 2027: આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2027 દક્ષિણ આફ્રીકા અને ઝિમ્બાબ્વે સંયુક્ત રીતે આયોજીત કરશે. તેમાં ભારત સહિત દુનિયાના ઘણા ખેલાડી નહીં જોવા મળે. જેમાંથી મોટાભાગનાની ઉંમર 40ની નજીક હશે.

  • આ દેશો કરશે 2027ના વર્લ્ડ કપનું આયોજન 
  • પરંતુ આ દિગ્ગજ ખેલાડીઓ નહીં મળે જોવા 
  • મોટાભાગનાની ઉંમર 40ની નજીક

ICC Cricket World Cup 2027 આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપના ફાઈનલમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડશે. ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવીને વર્લ્ડ કર 2023 પોતાના નામે કરી લીધો છે. તેની સાથે જ ભારતનું ત્રીજી વખતના વિશ્વ ચેમ્પિયન બનાવાનું સપનું તુટી ગયું. તેની સાથે જ ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી 6 વખત આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ ચેમ્પિયનશીપ જીતી ચુક્યું છે. 

 

ભારતના 4 ખેલાડી મળશે જોવા 
ટીમ ઈન્ડિયામાં શામેલ રોહિત શર્મા, વિરાટ કોહલી, મોહમ્મદ શમી અને આર અશ્વિન ઉપરાંત સૂર્ય કુમાર યાદવ પણ કદાચ જ ક્રિકેટ વર્લ્ડ કપ 2027માં જોવા મળશે. આ અશ્વિન જ્યાં પહેલા જ સંન્યાસની જાહેરાત કરી ચુક્યા છે. ત્યાં જ મોહમ્મદ શમી પણ તેજ શ્રેણીમાં જ છે. તેના ઉપરાંત રોહિત શર્મા, વિરાટ કોહલીની ઉંમર 40ની નજીક પહોંચી જશે. આ બન્ને એક-બે વર્ષ દૂર હશે. એવામાં તેમની ફિટનેસ કદાચ જ રમવાની પરવાનગી આપે. 

રોહિત-વિરાટનું પણ રમવું મુશ્કેલ 
હકીકતે રોહિત શર્મા 36 વર્ષના થઈ ચુક્યા છે. મોહમ્મદ શમી પણ 33 વર્ષના છે અને તે પણ 2027માં 37 વર્ષના થશે અને બોલર તરીકે કદાચ જ તેમની ફિટવેસ સાથ આપે. વિરાટ હાલ 35 વર્ષનો છે અને વર્ષ 2027માં 39 વર્ષના થઈ જશે અને તે બેટ્સમેન તરીકે કદાચ જ ફિટ રહેશે. ઈંગ્લેન્ડના ખેલાડી બેન સ્ટોક્સ પણ વનડે ક્રિકેટને અલવિદા કહી ચુક્યા છે અને તે પણ વર્લ્ડ કપ 2027માં નહીં રમે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ