બ્રેકિંગ ન્યુઝ

logo
logo

Lok Sabha Elections 2024: આજે છઠ્ઠા તબક્કાનું મતદાન

logo

સુરતમાં ઝડપાયું કેમિકલ ચોરી કરવાનું કૌભાંડ

logo

IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદ રાજસ્થાનને હરાવી ફાઇનલમાં, KKR સામે થશે ફાઈનલ જંગ

logo

રાજ્યમાં આજે ગરમીમાં આંશિક ઘટાડો, ગઇકાલ કરતા અમદાવાદના તાપમાનમાં 1.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો

logo

અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં રેગિંગનો કેસ, 4 ડૉક્ટર સસ્પેન્ડ કરાયા

logo

રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં, બેંકના વહીવટકર્તાઓએ કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ

logo

ગાંધીનગર મનપાને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન મળશે, અઢી વર્ષની ટર્મ પૂરી થતા થશે હોદ્દેદારોની વરણી

logo

વડોદરામાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, 5 લાખના MD ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ

logo

સાબરકાંઠામાં પ્રાંતિજના તળાવમાં ન્હાવા પડતા 3 દીકરીના મોત, એક જ પરિવારની દીકરીઓના મોતથી પરિવારમાં શોક

logo

રાજ્યમાં આગામી 3 દિવસ હિટવેવની આગાહી, આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ

VTV / ગુજરાત / રાજકોટ / 'I would say that these 156 people are their car...', Lalit Kagathara's sharp reply to Mohan Kundaria's sarcasm

પ્રતિક્રિયા / 'હું તો એમ કહીશ કે, આ 156 જણા જે છે તેમનું ગાડું....', મોહન કુંડારિયાના કટાક્ષ પર લલિત કગથરાનો ધારદાર જવાબ

Vishal Khamar

Last Updated: 04:54 PM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીમાં રાજકોટનાં સાંસદ તેમજ ધારાસભ્ય વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે ચરમસીમાએ છે. આ બાબતે કોંગ્રેસનાં લલિત કગથરાએ જણાવ્યું હતું કે મોહનભાઈએ પણ વિચારવાની જરૂર છે. ખરેખર ગાડું કોણ ખેંચે છે. હું તો એમ કહું છું કે આ 156 જણા છે ને એ બધાય ગાડા નીચે હાલવાવાળા છે. ગાડું ખેંચવાવાળો કોક બીજા જ છે.

  • સાંસદ મોહન કુંડારીયા-MLA જીતુ સોમાણી વચ્ચે જૂથવાદ
  • કોંગ્રેસ નેતા લલિત કગથરાનું મોટુ નિવેદન
  • સોમાણી અને કુંડારીયા વચ્ચે આંતરકલહ જૂનો છેઃ કગથરા

2022ની વિધાનસભા ની ચૂંટણી નાં પરિણામ પછી સૌરાષ્ટ્રમાં કેસરિયો માહોલ છવાઈ ગયો છે અને વિધાનસભા બેઠક થી પાલિકા પંચાયત સુધી ભાજપસતા પર છે આવી ધીંગી બહુમતી વાળી સતા પછી ભાજપ નો આંતરકલહ જાહેર માં આવે તેવી રાજકીય ઘટના માત્ર સૌરાષ્ટ્ર નાં નહીં ગુજરાત નાં રાજકારણ માં ચર્ચા નો વિષય બની છે રાજકોટ ભાજપનાં સાંસદ મોહનભાઈ કુંડારીયા અને મોરબીની વાંકાનેર બેઠક નાં ભાજપ નાં MLA જીતુ સોમાણી એ નિવેદન અને વિડીયો દ્વારા સામસામે તીર ટાંકયા છે. જોવાનું એ છે શિસ્તબદ્ધ ગણાતા પક્ષ ભાજપમાં આ શિસ્તનાં લીરેલીરા ઉડી રહ્યા છે ત્યારે પ્રદેશ અને જિલ્લા મોવડી મંડળ ચૂપ કેમ? એ સવાલ થાય છે.

મોરબીમાં જ રહેતા રાજકોટનાં સાંસદ મોહન કુંડારીયા અને  ધારાસભ્ય જીતુ સોમાણી વચ્ચે મનદુઃખ ગણો મતભેદ ગણો કે આરપાર ની લડાઈ આજ ની નથી પરંતુ પ્રસંગ આવ્યો રાજ્યસભાનાં સાસંદ બનેલા વાંકાનેર સ્ટેટ કુંવર કેસરીદેવ સિંહજી ઝાલા નાં માદરે વતન વાંકાનેર માં સન્માન સમારોહ માંભાજપ નાં  MP અને MLA રીતસર વાકયુદ્ધ થી આમને સામને આવી ગયા હતા જેમા કેસરીદેવસિંહજી નાં સન્માન માં સ્થાનિક MLA જીતુ સોમાણી ગેરહાજર રહ્યા અને સાંસદ કુંડારિયાએ આ ગેરહાજરી નો લાભ લીધો અને વાત કરી ગાડા નીચે કૂતરું જતું હોઈ તો તેને લાગે ભાર મારા પર છે આ નિવેદન થી સોમાણી પર નામ લીધા વગર પ્રહાર કર્યા તો સોમાણી એ કહ્યું કે કેસરીદેવ સિંહ મારાં વિજય સરધસમાં ન તા આવ્યા અને હું તેના માં નથી ગયો.

મુરબ્બી ભાજપમાં ચાલી રહેલા જૂથવાદ બાબતે કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ અગ્રણી લલિત કગથરાએ ભાજપનાં સાંસદ મોહન કુંડારિયા અને ધારાસભ્ય જીતુ સોમાણી વચ્ચે ચાલી રહેલા વિખવાદને લઈને પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, 'જ્યારે સત્તાની પરમ સીમા આવી જાય છે ને ત્યારે આ આંતર કલેહ પરમ સીમાએ આવે છે. મોહનભાઈ હોય, જીતુભાઈ હોય, કાંતિ અમૃતિયા અને મોહનભાઈ હોય, જયંતિ કવાડીયા અને મોહનભાઈ હોય તો આ બધા જે અંદરો અંદરનાં વાંધાઓ હોય એ બહું સ્વાભાવિક રીતે લોકો જાણે છે અને હવે એ બહાર આવે છે. મીડિયામાં જાહેર સંમેલનમાં પણ હવે બોલવા માંડ્યા છે.'

મુરબ્બી મોહનભાઈએ વધુમાં કીધું કે, 'ગાડા નીચે હાલવાવાળા એમ ન માને કે ગાડું હું ખેચું છું. ત્યારે ખરેખર મોહનભાઇએ પણ વિચારવાની જરૂર છે કે ખરેખર ગાડું કોણ ખેંચે છે? હું તો એમ કહું છું કે, આ 156 જણા છે ને તે બધાં ગાડા નીચે ચાલવા વાળા છે. ગાડું ખેંચવાવાળા કોઇક બીજા જ છે. અત્યારે જેટલાં સંસદ સભ્યો છો, જેટલાં ધારાસભ્યો છો, એનું ગાડું કોઇક બીજો ખેંચે છે. તમે તો ગાડાના પ્રવાહમાં ચાલવાવાળા છો, ગાડું કોઇક ખેંચે છે ને તમે તો નીચે ચાલવાવાળા છો. હું સ્પષ્ટ કહું છું. જાહેરમાં કહું છું. હામા પૂરે તો લડવૈયા જ તરી શકે. આ સમયમાં ભાજપની સામે રહીને લડે એજ સાચો લડવૈયો હોય.'

પ્રજાને જ્યારે સમજાશે કે આ ગટરો કેમ ઉભરાય છે, આ આખલા શેરીમાં કેમ બાઝે છે, આપણા છોકરાં બાર નીકળે તો તેની સેફ્ટી કેમ નથી, કઈ ગાય પાડી દે છે, કયો આખલો પાડી દે છે, ગટરનાં પાણીમાં ઢીંચણ સમા પાણીમાંથી નીકળવું પડે છે. એ બધું જ જ્યારે પ્રજાને સમજાશે ત્યારે પેટી ઉભરાતી બંધ કરી દેશે. પ્રજા એટલે ગટર ઉભરાતી ઓટોમેટીક બંધ થઈ જશે.

સંકળાયેલા મુદ્દાઓ

Controversy Jitu Somani MLA MLA જીતુ સોંમાણી MP Mohan Kundaria Reaction morbi મોરબી સાંસદ મોહન કુંડારિયા Morbi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ