બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'સમાધાન ન કર્યું તેથી મારી સામે ખોટી કાર્યવાહી કરાઈ' અટકાયત બાદ રાજુ સોલંકીનું નિવેદન
Last Updated: 08:18 PM, 3 August 2024
જુનાગઢમાં ગણેશ જાડેજા સામે ફરીયાદ નોંધાવનાર રાજુ સોલંકી હવે ખુદ આરોપી બની ગયા છે ત્યારે રાજુ સોલંકીએ આક્ષેપ કર્યો છે કે તેમને અને તેમના પરિવારજનોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે જયરાજસિંહે તેમને સમાધાન કરવા માટે દબાણ કર્યુ હતું પરંતુ પોતે સમાધાન કરવાની ના પાડતા પોતાને હેરાન કરવામાં આવી રહ્યા છે, અને ખોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ગુજસીટોકના આરોપી રાજુ સોલંકીનું નિવેદન#gujctoc #gondal #jairajsinghjadeja #geetabajadeja #rajusolanki #ganeshjadeja #ganeshgondal #junagadh #gondal #vtvgujarati pic.twitter.com/oWbfwjR5Xh
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 3, 2024
મહત્વપૂર્ણ છે કે રાજુ સોલંકી સામે ગુજસીકોટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજુ સોલંકી પર મારામારીનો આરોપ છે. રાજુસોલંકી સામે કાર્યવાહીને આ કેસનો મોટો વળાંક માનવામાં આવે છે કારણ કે અત્યાર સુધી રાજુ સોલંકી ફરીયાદીની ભૂમિકામાં હતા પરંતું હવે તેમની સામે જ આરોપ લાગ્યા છે.
ADVERTISEMENT
ભોગ બનનારા સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીની ગુજસીટોક હેઠળ અટકાયત #gondal #jairajsinghjadeja #geetabajadeja #rajusolanki #ganeshjadeja #ganeshgondal #junagadh #gondal #vtvgujarati pic.twitter.com/5I8XqYLNdt
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 3, 2024
કોણ છે રાજુ સોલંકી ?
ADVERTISEMENT
રાજુ સોલંકી સંજય સોલંકીના પિતા છે. સંજય સોલંકી એ વ્યક્તિ છે જેનું અપહરણ કરીને નગ્ન કરી માર મારતો વીડિયો ઉતારવાનો ગણેશ જાડેજા પર આરોપ છે..અને ગણેશ જાડેજા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર છે.
ગણેશ જાડેજા( પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ) સામે ફરીયાદ નોંધાવેલી છે
ADVERTISEMENT
રાજુ સોલંકીએ જ પોતાના પુત્ર સાથે જે કંઇ થયું તેને લઇને ગણેશ જાડેજા સામે ફરીયાદ નોંધાવી હતી અને રાજુ સોલંકી જ એ ફરીયાદી છે જેણે જયરાજસિંહ જાડેજાની પણ ધરપકડની માંગ કરી હતી.
એટલું જ નહીં થોડા સમય પહેલા આ સમગ્ર મામલામાં યોગ્ય કાર્યવાહી ન થઇ રહી હોવાના આક્ષેપ સાથે તેમણે મુસ્લીમ ધર્મ અંગીકાર કરવાની ચીમકી પણ આપી હતી.આ કેસમાં હવે ફરીયાદી સામેજ ગુજસીટોક હેઠળ કાર્યવાહી થતા મોટો વળાંક આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.