બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / I cant do anything by going against the government MLA Thavani Asha workers

વિવાદ / 'સરકાર વિરુદ્ધ જઇને હું કાંઈ કરી શકું નહીં', MLA થાવાણીએ આશા વર્કરોને મદદની પાડી સ્પષ્ટ ના

Kishor

Last Updated: 04:21 PM, 8 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

"સરકાર વિરુદ્ધ જઇને હું કાંઈ કરી શકું નહીં" તેમ જણાવી નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ આશા વર્કરોને મદદની મનાઈ કરી વાત ન સાંભળતા રોષ ફેલાયો છે.

  • નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી સપડાયા વિવાદમાં 
  • આશા વર્કરોને મદદ કરવાનો કર્યો ઈન્કાર
  • આશા વર્કરોને મદદ કરવાની જવાબદારી મારી નથી: બલરામ થાવાણી

નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી વિવાદમાં સપડાયા છે. જેમાં આશા વર્કરો પોતાની પડતર માંગને લઈને  ધારાસભ્ય બલરામ થાવાણી પાસે રજૂઆત અર્થે ગઇ હતી. આ વેળાએ ધારાસભ્યએ પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે રજૂઆત કરવા આવેલી આશા વર્કરોને મદદ કરવા સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. એટલું જ નહિ ધારાસભ્યએ મદદ માંગવા આવેલી આશા વર્કરોની વાત સાંભળવાની પણ તસ્દી લીધી ન હતી. 

સરકાર વિરુદ્ધ જઇને હું કાંઈ કરી શકું નહીં: થાવાણી
વધુમાં ધારાસભ્ય બલરામ થાવાણીએ પદનો પાવર બતાવીને આશા વર્કરો સાથે ઉદ્ધવતા ભર્યું વર્તન કર્યું હોવાની પણ અરજદારોમાંથી રાવ ઉઠી હતી. ચૂંટાયેલા પ્રતિનિધિ હોવા છતાં બલરામ થાવાણીએ જવાબદારી ખંખેરી લઇ આશા વર્કરોને મદદ કરવાની જવાબદારી પોતાની ન હોવાનું જણાવ્યું હતું અને સરકાર વિરુદ્ધ જઇને હું કાંઈ કરી શકું નહીં તેવો ઉડાઉ જવાબ આપી બહનોને મદદ કરવાની મોઢા પર જ ચોખ્ખી મનાઇ ફરમાવી દીધી હતી. જેંને લઈને અરજદારોમાં આક્રોશની જ્વાળા ભભૂકી હતી. બીજી તરફ ધારાસભ્ય લોકોની વાત સાંભળી તેનો ઉકેલ લાવવાને બદલે હાથ  ઊંચા કરી દેતા હોય તો લોકોના પ્રશ્નો સાંભળશે કોણ ? એ મોટો સવાલ છે.

આશા વર્કરોની વાત પણ ન સાંભળી
પ્રજાના પ્રશ્નોનું નિકારણ લાવવું એ તમારી જવાબદારી છે કે નહીં? તેવો ધારાસભ્ય બલરામ થાવાણીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેના જવાબમાં સમજો નથી.. તમારા પર અત્યાચાર નથી થતો તેવો જવાબ અપાયો હતો. વધુમાં આશા બહેનોને પગાર કેટલો મળે એ તમને ખબર છે સાહેબ? તેમ પૂછતાં ધારાસભ્યએ અમારૂં કામ નથી. એ મારી જવાબદારી નથી બનતી. તેમ જનાવી પોતે કામ કરવા ન માંગતા હોય તેવી વાતમાં સૂર પુરાવ્યો હતો.

પડતર પ્રશ્નોને માંગને લઈને આશા વર્કરો દ્વારા કરાઇ રજૂઆત
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આશાવર્કર બહેનોને લઘુત્તમ વેતન કે ફિક્સ પગાર આપવાની જગ્યાએ અપાવામાં આવતી ઇનસેન્ટિવ પ્રથા બંધ કરવા, લઘુત્તમ વેતન કે ફિક્સ પગાર આપવામાં આવે, વર્ગ 5નું નવું મહેકમ ઊભું કરી તેમાં આશા વર્કરોનો સમાવેશ કરવામાં આવે, આશા વર્કરોનો કામકાજનો સમય ફિક્સ કરવામાં આવે,  આશા વર્કર બહેનોને પણ 180 દિવસની મેટરનીટી લીવ આપવામાં આવે તે સહીતની માંગને લઇને વડોદરા, જામનગર, અરવલ્લી સહીત રાજ્યભરમાં  આશાવર્કર દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ