બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મુંબઈ / Politics / ‘હું તે ગંગાના ગંદા પાણીને....’ રાજ ઠાકરેએ કુંભ સ્નાન કરનારાઓ વિશે આપ્યું વિવાદાસ્પદ નિવેદન
Last Updated: 01:43 PM, 9 March 2025
Raj Thackeray: રાજ ઠાકરેની પાર્ટી મનસેના 19મા સ્થાપના દિવસ નિમિત્તે રાજ ઠાકરેએ મહાકુંભને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે લોકોએ અંધશ્રદ્ધામાંથી બહાર આવવું જોઈએ.
ADVERTISEMENT
હંમેશા પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં રહેતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ આ વખતે મહાકુંભ પર નિવેદન આપ્યુ છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ મહાકુંભમાં સ્નાન કરનારાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે લોકોએ અંધશ્રદ્ધામાંથી બહાર આવવું જોઈએ. હું ગંગાના એ ગંદા પાણીને પણ અડીશ નહી જ્યાં કરોડો લોકોએ સ્નાન કર્યું છે.
ADVERTISEMENT
વાસ્તવમાં રાજ ઠાકરેએ તેમની પાર્ટી મનસેના 19મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં પિંપરી ચિંચવાડમાં કાર્યકરોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે મહાકુંભ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેણે કહ્યું કે લોકોએ અંધશ્રદ્ધામાંથી બહાર આવવું જોઈએ.
આ પણ વાંચોઃ VIDEO: ઓશિકા નીચે છુપાયેલું ભયાનક મોત, વીડિયો જોઈને તમારું હૈયું કંપી જશે
વાસ્તવમાં રાજ ઠાકરેએ તેમની પાર્ટી મનસેના 19મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં પિંપરી ચિંચવાડમાં કાર્યકરોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે મહાકુંભ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેણે કહ્યું કે લોકોએ અંધશ્રદ્ધામાંથી બહાર આવવું જોઈએ.
અગાઉ પણ આપ્યા છે વિવાદાસ્પદ નિવેદન
અગાઉ 2022માં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (MNS) વડા રાજ ઠાકરેના અફઝલ ખાનની કબર અંગેના વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્ય સરકારે સતારા જિલ્લામાં અફઝલ ખાનની કબર પાસે સુરક્ષા વધારી દીધી હતી. ત્યારે રાજ ઠાકરેએ કહ્યું હતું કે, જો રાજ્ય સરકાર અફઝલ ખાનની કબરને તોડી નહીં પાડે તો અમારા કાર્યકરો જ તેને તોડી પાડશે. તેણે એમ પણ કહ્યું હતું કે, તે આપણા શિવાજી મહારાજને મારવા માટે બીજાપુરથી અહીં આવ્યો હતો, પણ મહારાજે તેને મારી નાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અફઝલ ખાનની કબર મહાબળેશ્વર પાસે પ્રતાપગઢમાં આવેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.