બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / બિઝનેસ / Hyundai has launched the SUV Exter with the same features as a luxury car

લોન્ચ / ટાટા પંચને ટક્કર મારવા Hyundaiએ લોન્ચ કરી SUV Exter, તસવીરો અને ફીચર્સ લક્ઝુરિયસ કાર જેવા

Kishor

Last Updated: 05:30 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હ્યુંડાઇની 5.99 લાખથી માંડી ટોપ એન્ડ વેરિએન્ટની 9.3 લાખ રૂપિયાની કિંમતની માઇક્રો એસયુવી એક્ટરને લોન્ચ કરી દીધી છે.

  • હ્યુંડાઇએ માઇક્રો એસયુવી એક્ટરને લોન્ચ કરી
  • કારની શરૂઆતની કિંમત 5.99 લાખ રૂપિયા
  • ટોપ એન્ડ વેરિએન્ટની કિંમત 9.3 લાખ રૂપિયા

હ્યુંડાઇએ માઇક્રો એસયુવી એક્ટરને લોન્ચ કરી દીધી છે. આ સીએનજીની સાથે પણ ઉપલબ્ધ છે. માનવામાં આવી રહ્યું છે કે આ કારની સીધી ટક્કર ટાટા પંચ, નિસાન મેગ્નાઇટ અને રેનો કાઇગર સાથે હશે. હ્યુંડાઇની આ કારની શરૂઆતની કિંમત 5.99 લાખ રૂપિયા છે. આ કારના ટોપ એન્ડ વેરિએન્ટની કિંમત 9.3 લાખ રૂપિયા છે. તેના સીએનજી એડિશનની કિંમત 8.2 લાખ રૂપિયા છે. 

8 ઇંચનું ટચસ્ક્રિન ડેશબોર્ડ

હ્યુંડાઇ એક્સ્ટરમાં ઇન્ટિરિયર ડિઝાઇન ઓરા યા નિઓસ જેવું છે. જેમાં સમાન પેટર્નવાળું ડેશબોર્ડ અને 8 ઇંચનું ટચસ્ક્રિન છે. એક્સટરમાં i20ની જેમ એક ડિજિટલ ઇંસ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ છે. એક્સટરની લંબાઇ 3815 મીમી અને વ્હીવેસ 2450 મીમી છે. સ્ટાઇલની વાત કરીએ તો એક્સટરમાં ગ્રિલની સાથે સાથે પાછળના ભાગ માટે પેરામીટ્રિક હ્યુંડાઇ ડિઝાઇન છે. એક્સટરના લાઇટિંગ પેટર્નમાં હેન્ડલેંપ અને ટેલ-લેંપ બંને માટે એક ટચ પેટર્ન છે. 

6 એરબેગ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ સહીતની સુવિધા

એક્સટર 6 મોનોટોન અને 3 ડ્યુઅલ ટોન રંગમાં ઉપલબ્ધ છે. તેમાં વ્હીલ આર્ક અને સ્કિડ પ્લેટ પણ છે જે બીજું એસયુવી સ્ટાઇલિંગ ટચ છે. એક્સટર હ્યુંડાઇ એસયુવી લાઇન-અપમાં વેન્યુથી નીચે છે. ફિચર્સની વાત કરીએ તો એક્સટરમાં વોયસ કમાન્ડ દ્વારા સંચાલિત સિંગલ પેન સનરૂફ અને એક ડેશકેમ છે. જે આ કેટેગરીમાં કોઇ બીજી એસયુવીમાં નથી. સાથે જ ક્નેક્ટેડ કાર ટેક્નોલોજી, ઓટીએ અપડેટ, 6 એરબેગ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, એપ્પલ કારપ્લે, એન્ડ્રોઇડ ઓટો, વોયસ કમાન્ડ, ફૂટવેલ લાઇટિંગ પણ આપવામાં આવી છે. 

એસયુવી એક્સટરની ટાટા પંચ સાથે સિધિ ટક્કર

એક્સટર માત્ર 1.2 લીટર પેટ્રોલથી લેસ છે પરંતુ તેનું સીએનજી એડિશન પણ છે. 1.2 લીટર પેટ્રોલ 83bhpનો પાવર આપે છે અને 5 - સ્પીડ મેનઅલ અથવા એએમટી ઓટોમેટિકની સાથે આવે છે. સીએનજી એડિશન ઓછો પાવર આપે છે અને માત્ર મેનુઅલની સાથે આવે છે. માઇલેજના મામલે એક્સટર મેનુઅલ માટે 19.4 કિમી પ્રતિ લીટર અને ઓટોમેટિક માટે 19.2 કિમી પ્રતિ લીટર આપશે તેવું કંપનીનું કહેવું છે. સીએનજીની એવરેજ 27.1 કિમી/કિગ્રા છે. ટાટા મોટર્સની માઇક્રો એસયુવી ટાટા પંચની પણ શરૂઆતની કિંમત 5.99 લાખ રૂપિયા છે. સેફ્ટીના મામલામાં આ કારને ગ્લોબલ એનસીએપી તરફથી 5 સ્ટાર રેટિંગ આપવામાં આવી છે. બિલ્ટ ક્વોલિટીના મામલામાં આ કાર ખુબ જ મજબૂત છે. એવામાં એસયુવી એક્સટરની ટાટા પંચ સાથે સિધિ ટક્કર જોવા મળી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ