બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / husbands attended the meeting instead of Women members

શિખામણ ભૂલાઈ! / PM મોદીની શિખામણ ભૂલી ગયા? મહિલા સભ્યોના 5 'પતિદેવ' બેઠકમાં હાજર, કારણ તો જુઓ શું આપ્યું

Khyati

Last Updated: 03:39 PM, 14 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ જિલ્લા પંચાયતની સંકલન બેઠકમાં મહિલા સભ્યોને સ્થાને તેમના પતિ રહ્યા હાજર, PM મોદીની શિખામણ 2 દિવસમાં જ ભૂલાઇ

  • બે જ દિવસમાં PMમોદીની શિખામણ ભૂલાઇ
  • સંકલનની બેઠકમાં મહિલા સભ્યો ગેરહાજર
  •  મહિલા સભ્યના પતિઓ રહ્યા બેઠકમાં હાજર

ગુજરાતીમાં એક કહેવત છે કે શેઠની શિખામણ ઝાંપા સુધી. આ કહેવત સાચી પણ ગુજરાતમાં જ પડી. ગુજરાત પંચાયત મહાસંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ GMDCમાં આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યુ હતું કે ચૂંટાયેલી મહિલા સરપંચોએ જ પોતાનું કામ કરવુ જોઇએ સરપંચ પતિએ નહી.  પીએમ મોદીની આ શિખામણ ભૂલાતી જોવા મળી. રાજકોટ જિલ્લા પંચાયતની સંકલન બેઠક મળી હતી જેમાં 13 મહિલા સભ્યોમાંથી 5 મહિલા સભ્ય ગેરહાજર રહી જ્યારે બેઠકમાં 5 મહિલા સભ્યોની જગ્યાએ તેમના પતિ હાજર રહ્યા હતા.

ચૂંટાયેલી મહિલા સભ્યો રહી ગેરહાજર

રાજકોટમાં જિલ્લા પંચાયતની સંકલન બેઠક મળી હતી જેમાં 13 મહિલા સભ્યોમાંથી 5 મહિલા સભ્ય ગેરહાજર રહી.  આ ઉપરાંત મહિલા સભ્ય દક્ષા રાદડિયાના બદલે પતિ પરેશ રાદડિયા હાજર રહ્યા. સુમીતા ચાવડાના  બદલે પતિ રાજેશ ચાવડા હાજર રહ્યા. અલ્પા તોગડિયાના બદલે પતિ મુકેશ તોગડિયા હજાર રહ્યા જ્યારે  અશ્વિનાબેન ડોબરીયાના બદલે તેના પતિ જનક ડોબરીયા અને પ્રવીણાબેન રંગાણીની જગ્યાએ તેના પતિ સંજય રંગાણી હાજર રહયા હતા.

મોટાભાગની મહિલાઓ નિરક્ષર હોય છે- મનસુખ ખાચરિયા

જો કે સમગ્ર મામલે પાછું કારણ પણ એવું આપ્યું કે કહેવું શું ? જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયાએ આ મામલે  બચાવ કરતા જણાવ્યું કે મોટાભાગની મહિલાઓ નિરક્ષર હોય છે એટલે તેમના પતિઓ હાજર રહે છે. જો કે પીએમ મોદીની ટકોર યાદ આવતા એમ પણ જણાવ્યું કે અમારે પીએમ મોદીની સૂચનાનો અમલ કરવા અંગે ચર્ચા થઇ છે. આગામી દિવસોમાં મહિલા સભ્યો જ હાજર રહેશે તેમ મનસુખખાચરિયાએ જણાવ્યુ હતું. મહત્વનું છે કે રાજકોટ જિલ્લા પંચાયત ખાતે સંકલનની બેઠક મળી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા દ્વારા બેઠક બોલાવાઇ હતી.  પ્રમુખ અને સભ્યો વચ્ચે સંકલનના અભાવને લઇને બેઠક મળી હતી. પરંતુ તેમાં મહિલા સભ્યોને બદલે તેમના પતિ હાજર રહેતા બેઠક ચર્ચાનો મુદ્દો બની હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ