ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ઘરમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા સામાન્ય વાત છે નાની નાની વાતોએ બન્ને લડી પડતાં હોય છે અને પછી મનામણાં પણ થઈ જતાં હોય છે. પરંતુ ઉત્તરાખંડના હરિદ્વારમાં પતિ-પત્નીના ઝગડા બાદ કદી ન બને તેવી એક ઘટના બની હતી. બંનેએ એક આશ્ચર્યજનક ઘટનાને અંજામ આપ્યો. પતિ-પત્નીના આ કૃત્યથી પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે.
ADVERTISEMENT
ઝગડો થતાં નહેરમાં કૂદી પડ્યાં
હરિદ્વારના રાનીપુર વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચે વિવાદ થયા બાદ બંને ગંગનહરમાં કૂદી પડ્યા હતા બન્નેને લાગ્યું કે હવે જીવવાનો કોઈ અર્થ નથી તેથી બન્ને નહેરમાં કૂદી પડ્યાં હતા.
સદનસીબે આસપાસ હાજર યુવાનોએ બંનેને બચાવી લીધા હતા. પોલીસે બંનેને પરિવારજનોને સોંપી દીધા હતા.
વધુ વાંચો : ફાયરિંગથી ડરીને વર્ક શેડ્યૂલમાં સલમાન નહીં કરે કોઇ ફેરફાર, પિતાએ કહ્યું 'ચિંતા ન કરો'
ADVERTISEMENT
નજીક નહાઈ રહેલા યુવાનોએ બન્નેનો જીવ બચાવ્યો
નજીકમાં ન્હાવા પડેલા યુવકોએ ખૂબ જ પ્રયત્ન કરીને બંનેને બચાવી લીધા હતા. જેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટનાની માહિતી એકઠી કરી હતી. તેઓની ઓળખ દિલશાના અને તેના પતિ મોનુ તરીકે થઈ હતી, જે જમાલપુર ખુર્દના રહેવાસી છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે બંને વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થયો હતો.
જેના કારણે પત્ની અને ત્યારબાદ પતિએ કેનાલમાં ઝંપલાવ્યું હતું.
અમદાવાદમાં પત્નીએ કરી પતિની હત્યા
બીજી તરફ અમદાવાદના નારોલમાં પણ પત્નીના હાથે પતિની હત્યાનો મામલો સામે આવ્યો છે. દીકરીને રમાડવાં સાસરે આવેલા પતિને બધાએ ભેગા થઈને માર માર્યો હતો જેમાં તેનું મોત થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ