બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Salman Khan wont cancel any work plans will resume shooting

મનોરંજન / ફાયરિંગથી ડરીને વર્ક શેડ્યૂલમાં સલમાન નહીં કરે કોઇ ફેરફાર, પિતાએ કહ્યું 'ચિંતા ન કરો'

Published By: Arohi

Last Updated: 02:19 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Salman Khan: રવિવારે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થઈ હતી. સૂત્રોનું કહેવું છે કે સલમાન ફાયરિંગની ઘટના પર ધ્યાન નથી આપવા માંગતા કારણ કે તેમને લાગે છે કે હુમલાખોરનો હેતુ એક્ટરને શાંતીથી ઘરે બેસાડવાનો હતો.

14 એપ્રિલે સલમાન ખાનના ઘરની બહાર બે અજાણ્યા વ્યક્તિઓએ 5 રાઉન્ડ ફાયરિંગ કરી. પોલીસે હુમલો કરનાર સામે IPCની કલમ 307 હેઠળ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.  

ફાયરિંગથી નથી ડર્યા સલમાન ખાન 
આ મામલામાં નવી અપડેટ સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફાયરિંગની ઘટના છતાં સલમાન પોતાના કામને હોલ્ડ કરવાના મૂડમાં નથી. જે રીતે શેડ્યૂલ હતો તેજ રીતે તે પોતાના કામ પર પરત ફરત ફરશે. 

સલમાન કોઈ શૂટિંગ કે ટ્રાવેલ પ્લાન્સને રોકવા નથી માંગતા. દબંગ ખાન ફાયરિંગની ઘટનાને વધારે મહત્વ નથી આપવા માંગતા. માટે તેમણે પોતાની ટીમને સ્પષ્ટ કહી દીધુ કે તેમને વર્ક શેડ્યુલમાં કોઈ ફેરફાર નથી કરવો. અને તેને કેન્સલ પણ નથી કરવું. 

વર્ક કમિટમેન્ટ પુરૂ કરશે સલમાન 
સલમાન હાલ કોઈ ફિલ્મની શૂટિંગ નથી કરી રહ્યા. પરંતુ તેમના અમુંક એન્ડોર્સમેન્ટ અને એડ કેમ્પેઈન છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક્ટર પોતાના વર્ક કેલેન્ડર અનુસાર ચાલશે. કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરે. એક સૂત્રના જણાવ્યા અનુસાર- સલમાન પોતાના કામને લઈને ખૂબ જ ફોકસ્ડ છે. 

તે ફાયરિંગની ઘટના પર ધ્યાન નથી આપવા માંગતા કારણ કે તેમને લાગે છે કે હુમલો કરનારનો હેતું તેમને શાંત કરાવવાનો હતો. તેમણે પોતાના મિત્રો અને ઈન્ડસ્ટ્રીના નજીકના લોકોને તેમની ચિંતા ન કરવા માટે કહ્યું છે. તેમણે ગેલેક્સી અપાર્ટમેન્ટ વિઝિટ કરવાથી પણ રોક્યા છે. 

વધુ વાંચો: એક્ટ્રેસે અન્ય ધર્મના બૉયફ્રેન્ડ સાથે લગ્ન કરતા થઇ ટ્રોલનો શિકાર, કહ્યું 'ટ્રોલિંગે મને વધારે...'

એક્ટર નથી ઈચ્છતા કે તેમના કારણે સોસાયટીના બાકી મેંબર્સને કોઈ પણ પ્રકારની અસુવિધા થાય. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Salman khan Shooting સલમાન ખાન Salman khan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ