બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Husband beats up wife and her lover in Vadodara, video goes viral

વડોદરા / લવઅફેરમાં સરાજાહેર મારામારી: પત્ની તેના પ્રેમી સાથે ઝડપાઇ, હોટલની નીચે જે પતિએ લાકડીએ ને લાકડીએ ધોઈ માર્યા, પ્રેમીને વળગીને બચાવતી રહી મહિલા

Malay

Last Updated: 02:28 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: વડોદરાના કરજણ નેશનલ હાઇવે પર પત્ની અન્ય યુવક સાથે ઝડપાતાં લાકડી લઈને ફરી વળ્યો પતિ, પત્નીના પ્રેમીને માર ઢોર માર્યો

  • પત્ની અન્ય યુવક સાથે ઝડપાતાં યુવક સાથે મારપીટ
  • કરજણ નેશનલ હાઇવે પર હોટેલના કમ્પાઉન્ડમાં મારમારી 
  • પતિ સહિત અન્ય યુવકોએ પત્નીના પ્રેમીને માર્યો માર 

Vadodara News: વડોદરામાં જાહેર માર્ગ પર પતિ-પત્ની ઔર વોના મામલામાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ સમગ્ર ઘટનાનો કોઈ સ્થાનિક દ્વારા ઉતારવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. જોકે, વાયરલ વીડિયોની VTV ન્યૂઝ પુષ્ટિ કરતું નથી. 

પતિ અને તેના મિત્રોએ માર્યો માર
મળતી માહિતી અનુસાર, શહેરના કરજણ નેશનલ હાઈવે પર આવેલી કિષ્ના હોટલ પાસે પત્ની કોઈ અન્ય યુવક સાથે ફરતી હોવાની માહિતી પતિને મળી હતી. જેથી પતિ અને તેના મિત્ર કરજણ નેશનલ હાઈવે પર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પત્નીને યુવક સાથે રંગેહાથે ઝડપી પાડી હતી. જે બાદ પતિ અને તેના મિત્રોએ પત્નીની સાથે રહેલા યુવકના કપડા ફાડીને માર માર્યો હતો. પત્ની અન્ય યુવક સાથે ઝડપાતાં પતિ અને તેના મિત્રોએ લાકડી લઈને યુવકને ઢોર માર માર્યો હતો. સમગ્રની આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. 

માર મારીને યુવકને કરી નાખ્યો લોહી લુહાણ
વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક શખ્સો એક યુવકને માર મારી રહ્યા છે. જ્યારે એક યુવતી ચીસો પાડી પાડીને વચ્ચે પડીને યુવકને બચાવી રહી છે. આ શખ્સો યુવકને મારમારીને લોહીલુહાણ કરી નાખે છે. મારામારીના આ વીડિયોમાં લોકો ઉભા રહી તમાશો નિહાળી રહ્યા છે. આ વચ્ચે TRB જવાનો ઘટના સ્થળે પહોંચે છે અને યુવકને બચાવે છે. જે બાદ મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ