બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Human Stomach Bacteria Are Controlling Brain Shocking Claim In Study This Is How It Enters Body

OMG / મનુષ્યના પેટના બેક્ટેરિયા કરી રહ્યા છે બ્રેઈન પર કંટ્રોલ, થઈ શકે છે ગંભીર બિમારી, આ રીતે ઘુસે છે શરીરમાં

Arohi

Last Updated: 01:12 PM, 25 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યાર સુધી આંતરડાના બેક્ટેરિયા વિશે ખૂબ જ સારી સારી વાતો સામે આવી છે. ગટ બેક્ટેરિયાને વધારતી ડાયેટ અને એક્સરસાઈઝ પણ લોકો દ્વારા ફોલો કરવામાં આવે છે. પરંતુ હવે જાણકારી મળી છે કે બેક્ટેરિયા ફક્ત ભોજન પચાવવા માટે અથવા ઈમ્યુનિટી વધારવાનું કામ નથી કરતા તે ચુપકે ચુપકે આપણા મગજને પણ કંટ્રોલ કરી રહ્યા છે. તેને ગટ-બ્રેઈન એક્સિસ કહેવામાં આવે છે.

  • પેટના બેક્ટેરિયા કરી રહ્યા છે બ્રેઈનને કંટ્રોલ 
  • તેને કહેવામાં આવે છે ગટ-બ્રેઈન એક્સિસ 
  • ભોજન પચાવવા અને ઈન્યુનિટી વધારવાનું કામ કરે છે આ બેક્ટેરિયા 

આપણા પેટ, ખાસ કરીને ગેસ્ટ્રોઈન્ટેસ્ટિનલ ટ્રેક્ટમાં અબજો બેક્ટેરિયા રહે છે. તેમની સંખ્યાની માહિતી નથી પરંતુ વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે તે 30 ટ્રિલિયનથી લઈને 4 સૌ ટ્રિલિયન સુધી પણ હોઈ શકે છે. ગટ માઈક્રોબેટા કહેવાતા આ બેક્ટેરિયામાંના ગર્ભમાં નથી હોતા. પરંતુ જેવું શિશુ બહાર આવે છે બ્રેસ્ટ મિલ્ક દ્વારા તેના આંતરડામાં પણ તે પહોંચી જાય છે. ત્યારથી જ ભોજન પચાવવાની અને ઈમ્યુનિટી વધારવાની જવાબદારી તે લઈ લે છે. તેને ગુડ બેક્ટેરિયા પણ કહેવામાં આવે છે. 

શું છે ગટ-બ્રેઈન કનેક્શન 
ગટ બેક્ટેરિયાને શરૂઆતમાં ફક્ત ડાયજેશનથી જોડવામાં આવે છે પરંતુ પછી ગટ-બ્રેઈન કનેક્શનની વાત સામે આવી. થોડા વર્ષો પહેલા માઈક્રોસાયન્ટિસ્ટ જેન ફોસ્ટર લેબમાં ઉંદરના બે સમુહોના સાથે પ્રયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે સમૂહમાં ગટ બેક્ટેરિયા હતા. જ્યારે બીજામાં નહીં. થોડા સમયમાં જો જોવા મળ્યું કે ઉંદર વધારે પરેશાન રહેતા હતા. જેમના આંતરડામાં બેક્ટેરિયા હતા. 

તે જલ્દી નિર્ણય ન હતા લઈ શકતા અને વધારે આક્રમક પણ હતા. સાયન્ટિસ્ટે બન્ને ગ્રુપને એક ભૂલભુલૈયામાં મુક્યા અને જોયુ કે બેક્ટેરિયા વાળા ઉંદર ઘણા સમય બાદ રસ્તો શોધી શક્યા, જ્યારે બીજા ગ્રુપના ઉંદર ફટાફટ બહાર નિકળી ગયા. 

કેનેડાની મેકમાસ્ટર યુનિવર્સિટીની સાથે મળીને થયેલા આ પ્રયોગે પહેલી વખત ભોજન પચાવતા માઈક્રોબ્સને બીજા કામોમાં પણ વાત કરી. આ એક પ્રકારે બ્રેઈન ફોગ બનાવે છે. જેનાથી મગજ બેચેન થઈ જાય છે અને જલ્દી અમુક નિર્ણય નથી લઈ શકતા. 

કઈ રીતે પહોંચે છે બ્રેઈન સુધી? 
આંતરડામાં રહેતા બેક્ટેરિયા આખરે મગજ સુધી કેમ અને કેવી રીતે અસર કરે છે? એક વાતનો નિશ્ચિત જવાબ હાલ વૈજ્ઞાનિકો પાસે પણ નથી. મોટાભાગના ઉંદર પર થઈ રહેલા પ્રયોગમાં પોર્કિન્સન્સને જોવામાં આવી રહ્યા છે. 

પેટમાં રહેલા બેક્ટેરિયા ઈ-કોલાઈ એક પ્રોટીન બનાવે છે જેને કર્લી કહેવાય છે. આ પ્રોટીન બીજા પ્રોટીન્સને એક્ટિવેટ કરે છે. જેમાંથી એક એ પ્રોટીન છે જે પાર્કિન્સન્સ માટે જવાબદાર છે. આ પ્રક્રિયા પ્રોટીન-મિસફોલ્ડિંગ કહેવાય છે. તેનાથી બ્રેઈનના ન્યુરોટ્રાંસમીટરને ખોટા સિગ્નલ મળે છે અને બીમારી શરૂ થઈ જાય છે. 

વધે છે ઓટિઝ્મનો ડર 
ઓટિઝ્મને લીને પણ ઉંદર પર પ્રયોગમાં મળી આવ્યું કે તે એક હદ સુધી ગટ બેક્ટેરિયા માટે જવાબદાર છે. પ્રેગ્નેન્સી વખતે કોઈ સંક્રમણ થવાથી પેટના બેક્ટેરિયા ટી-સેલ્સને સંદેશ આપે છે. આ ઈમ્યુન સેલ્સ છે. જેનું કામ શરીરના ખતરાથી બચાવે છે. કોશિકાઓ ઈમ્યુન મોલિક્યુલ્સ પેદા કરે છે જે ફીટસના મસ્તિષ્ક સુધી પણ પહોંચી જાય છે અને ઓટિઝ્મની આશંકા વધારી દે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ