બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / How to reset your sleep schedule, what to eat to have a good sleep

હેલ્થ ટિપ્સ / નહીં લેવી પડે ગોળી, ઘસઘસાટ આવી જશે મીઠી ઊંઘ, ખાવામાં સામેલ કરો આ 6 ફૂડ

Vaidehi

Last Updated: 08:23 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોષણ વિશેષજ્ઞ કહે છે કે મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝિંક અને વિટામિન B જેવા પોષક તત્વોનાં સેવન બાદ ઊંઘની સમસ્યાને દૂર કરી શકાય છે

  • આજકાલ લોકો ઊંઘની સમસ્યાથી પીડાય છે
  • મેગ્નેશિયમ, કેલ્શિયમ જેવા તત્વો ઊંઘને સારી કરી શકે છે
  • હેલ્ધી ફૂડ હેબિટ્સ સ્લીપ શિડ્યૂલ સુધારી શકે છે

આજકાલની લાઈફસ્ટાઈલનાં લીધે લોકોને રાત્રે સરળતાની ઊંઘ નથી આવતી હોતી. મોડી રાત્રે ઊંઘવાને લીધે બીજા દિવસે લોકોનો શિડ્યૂલ બગડી જાય છે. જે બાદ થાક લાગવો, અશક્તિ અનુભવવી જેવી સમસ્યાઓ ભોગવવી પડે છે. ઊંઘની સમસ્યાનો સામનો કરી રહેલા લોકો માટે ન્યૂટ્રિશનિસ્ટ લવનીત બાત્રાએ એવા ફૂડ્સની લિસ્ટ શેર કરી છે જેના લીધે ઊંઘ સરળતાથી આવી શકે છે.

આ 6 ફૂડ ખાવાથી આવશે સારી ઊંઘ

ગરમ દૂધ
પોષણ વિશેષજ્ઞએ દાવો કર્યો છે કે ગરમ દૂધમાં ટ્રિપ્ટોફેન અને મેલાટોનિન હોવાને લીધે રાત્રે સારી ઊંઘ આવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

બાર્લે ગ્રાસ પાઉડર
પોષણ વિશેષજ્ઞ અનુસાર બાર્લે ગ્રાસ પાઉડરમાં કેલ્શિયમ, ટ્રિપ્ટોફેન, ઝિંક, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે જે સારી ઊંઘ લાવવામાં મદદ કરી શકે છે.

અખરોટ
અખરોટ મેલાટોનિનનો સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત છે અને તેના સેવનથી આપણી સ્લીપ ક્વોલિટીમાં સુધાર આવી શકે છે. અખરોટમાં ફેટી એસિડ હોય છે જે સ્લીપ પેટર્ન સારી કરવામાં યોગદાન આપે છે. લવનીત કહે છે કે તે આલ્ફા-લિનોલેનિક એસિડ, એક ઓમેગા-3 ફેટી એસિડ પ્રદાન કરે છે જે શરીરમાં જતાં DHAમાં પરિવર્તિત થઈ જાય છે.  DHA સેરોટોનિન પ્રોડક્શનને વધારવામાં મદદરૂપ થાય છે. અને અંતે તમારી મીઠી ઊંઘનું કારણ બની શકે છે.

શેકેલા કોળાના બીજ
તેને ટ્રિપ્ટોફેનનો નેચરલ સોર્સ માનવામાં આવે છે. આ એક એમિનો એસિડ છે જે ઊંઘને વધારવામાં મદદરૂપ છે. કોળાના બીજ ઝિંક, કોપર અને સેલેનિયમથી ભરપૂર હોય છે જે સ્લીપ ક્વોલિટી અને ઊંઘનાં કલાકોને પ્રભાવિત કરે છે.

કેળાં
આ ફળમાં મેગ્નેશિયમ , ટ્રિપ્ટોફેન, વિટામિન બી 6, કાર્બ્સ અને પોટેશિયમ હોય છે જેનાથી સારી ઊંઘ આવે છે. સ્લીપ પેટર્ન યોગ્ય કરવા માટે આ ફળ સહાયક માનવામાં આવે છે.

ચિયા સીડ્સ
પલાળેલા ચિયા બીજમાં ટ્રિપ્ટોફોન ભરપૂર માત્રામાં હોય છે. તે એક એમિનો એસિડ છે જે મૂડમાં સુધારો લાવે છે. સારી ઊંઘ માટે તમે સુવાથી પહેલાં કેમોમાઈલ ચા પણ પી શકો છો. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ