બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / આરોગ્ય / How to reduce bad cholesterol fast start eating raisins chia seeds and fenugreek

સ્વાસ્થ્ય / શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને નહીં વધવા દે આ 5 ચીજો, આજથી જ ડાયટમાં ખાશો તો થશે લાભ

Arohi

Last Updated: 09:07 AM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

How to reduce bad cholesterol: કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ફક્ત દવાઓ જ નહીં પરંતુ એક સારી ડાયેટ હોવી ખૂબ જ જરૂરી છે. એવામાં કોલેસ્ટ્રોલના દર્દીને યોગ્ય ડાયેટ જરૂર લેવી જોઈએ.

  • બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા આ વસ્તુઓનું કરો સેવન 
  • આ 5 વસ્તુઓ નહીં વધવા દે બેડ કોલેસ્ટ્રોલ
  • દવાઓ સાથે સારી ડાયેટ ફોલો કરવી પણ જરૂરી 

કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ફક્ત દવાઓ લેવી જ પુરતી નથી યોગ્ય ડાયેટ પણ તેના માટે ખૂબ જ જરૂરી છે. એક્સપર્ટ અનુસાર કોલેસ્ટ્રોલના દર્દીને સવારના ભોજન પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. 

કારણ કે આ સમય ખૂબ લાંબા સમય સુધી રહે છે. પરંતુ શું તમે જાણો છો કે અમુક સાધારણ ફૂડ્સ પણ બેડ કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં મદદ કરે છે. એક્સપર્ટ્સ આ ફૂડ્સને પલાળીને ખાવાની સલાહ આપે છે. આજો જાણીએ તેના વિશે. 

બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરતા ફૂડ્સ 

મેથીના દાણા 
બોડીમાં વધતા બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે મેથીના દાણાનું સેવન કરી શકાય છે. જણાવી દઈએ કે મેથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવાની સાથે બ્લડ શુગરને પણ કંટ્રોલ કરવામાં અસરકારક છે. માટે એક ચમચી મેથીના દાણાને રાત્રે પાણીમાં પલાળી રાખો. સવારે આ બીજને ખાલી પેટે ખાઈને ફ્રેશ પાણી પીવો. નિયમિત આમ કરવાથી કોલેસ્ટ્રોલનું લેવલ ઘટી જશે. 

સૂરજમુખીના બીજ 
શરીરથી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં સૂરજમુખીના બીજ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યમાં પણ સુધાર થાય છે. એક્સપર્ટ અનુસાર શરીરની પરેશાનીઓને ઓછી કરવા માટે સુરજમુખીને પલાળેલા બીજનું સેવન કરવું જોઈએ. તેના માટે તમે તેને ઓછામાં ઓછુ 3થી 4 કલાક સુધી પાણીમાં પલાળીને રાખી શકો છો. જો તમે ઈચ્છો તો આ વસ્તુઓને રાત્રે પલાળીને રાખી શકો છો. 

ચિયા સીડ્સ 
શરીરમાં કોલેસ્ટ્રોલનું વધવું ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. જો તમે બેડ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડવા માંગો છો તો ચિયાના બીજનું સેવન કરી શકો છો. જણાવી દઈએ કે ચિયાના બીજમાં પાણીમાં ભળી જાય તેવું ફાઈબર વધારે મળી આવે છે. તેના માટે એક ચમચી ચિયાના બીજને રાત્રે પાણીમાં પલાળીને રાખો અને સવારે તેનું સેવન કરો. તેનાથી એલડીએલનું લેવલ ઓછુ થઈ જશે. 

કિશમિશ 
કિશમિશનું સેવન કરવું તમારા બેડ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછુ કરી શકે છે. જણાવી દઈએ કે કિશમિશમાં બેડ કોલેસ્ટ્રેલને ઓછુ કરીને ગુડ કોલેસ્ટ્રોલ વધારવાની ક્ષમતા વધારે હોય છે. તેના માટે તમે નિયમિત રીતે ઓછામાં ઓછી એક ચમચી કિશમિશને આખી રાત પલાળીને રાખો. સવારે વાસી મોંઢે જ તેનું સેવન કરો. આમ કરવાથી બેડ કોલેસ્ટ્રોલ લેવલ ઝડપથી ઓછુ થઈ જશે. 

ફ્લેક્સ સીડ્સ 
બોડીમાં વધતા બેડ કોલેસ્ટ્રોલને ઓછુ કરવા માટે ફ્લેક્સ સીડ્સ પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેને ખાવાથી બેડ કોલેસ્ટ્રોલના સ્તરમાં ઝડપથી કમી આવવા લાગે છે. આ બીજને તમે રાતના સમયે પલાળીને સવારે ખાલી પેટે ખાઈ શકો છઓ. એવું કરવાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછુ થશે અને ગુડ કોલેસ્ટ્રોલ ઝડપથી વધી જશે. 

Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ