એસિડિટીની સમસ્યા હવે ઘણી સામાન્ય બની ગઈ છે. જેનું મુખ્ય કારણ આપણી ફૂડ પેટર્ન અને લાઈફ સ્ટાઈલ છે. પિત્ઝા, પાસ્તા અને સમોસાં બર્ગર જેવાં જંક ફૂડ અને બહારનો વધુ તીખો અને તળેલો ખોરાક તેનું મુખ્ય કારણ છે. આ ઉપરાંત રાત્રે મોડે સુધી ઉજાગરા અને સવારે મોડા ઊઠવાની ટેવ પણ પાચન પર ખરાબ અસર કરે છે. ચા, કોફી વારંવાર લેવાની આદતને કારણે પણ એસિડિટીની સમસ્યા થતી હોય છે.
એસિડીટીથી પરેશાન છો તો અજમાવો ઘરેલુ ઉપાય
રોજ એસિડીટી થવાથી હેલ્થ રહે છે ખરાબ
કેળા ખાવાથી એસિડીટી થશે દૂર
જમીને તરત સૂઈ જવાની આદતથી પણ એસિડિટી વધે છે. પાણી ઓછું પીવાની આદત હોય તેમને પણ એસિડિટી રહેતી હોય છે. રૂટિન ડાયટમાં કેટલાક સુપરફૂડનો સમાવેશ કરવામાં આવે તો એસિડિટીમાં રાહત મળી શકે છે.
કેળાં
કેળાં બેસ્ટ ફ્રૂટ અને નેચરલ એન્ટાસિડ છે. બ્રેકફાસ્ટમાં જો નિયમિત કેળાં લેવામાં આવે તો એસિડિટીની સમસ્યાથી છુટકારો મળે છે.
નારિયેળનું પાણી
નારિયેળનું પાણી કુદરતી આલ્કલાઈન છે. માટે તે કુદરતી રીતે જ એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે.
ગોળ
ઘણા લોકોને જમ્યા પછી કંઈક ગળ્યું ખાવાની આદત હોય છે. એસિડિટીની તકલીફવાળા લોકો ભોજનમાં બંને ટાઈમ ગોળનો ઉપયોગ કરે તો એસિડિટી થવાની શક્યતાઓ ઘટી જાય છે.
હર્બ્સ
અજમો, તુલસી, ફૂદીનો એસિડિટીમાં જલદી રાહત આપે છે. અલગ અલગ રીતે તેનો ઉપયોગ કરી શકાય છે. પણ જો આ હર્બ્સનો ઉપયોગ રોજ કરશો તો એસિડિટીને દૂર રાખી શકશો.
વરિયાળી
આપણે ત્યાં જમ્યા પછી વરિયાળી ખાવાની પરંપરા છે. કારણ કે તે એસિડિટીને દૂર રાખીને પાચનતંત્રને ચોખ્ખું રાખે છે. માટે જ જમ્યા પછી વરિયાળી ખાવાનું ભૂલશો નહીં.
સફેદ કોળાંનો જ્યૂસ
સફેદ કોળાં ઉત્તર ભારતમાં વધુ જોવા મળે છે. તેનો જ્યૂસ ખૂબ જ ગુણકારી છે. રોજ સવારે સફેદ કોળાનો જ્યૂસ પીશો તો એસિડિટી થશે નહીં. પણ જેમને કફની પ્રકૃતિ હોય તેમણે આ જ્યૂસ પીવો નહીં. કારણ કે સફેદ કોળાની તાસીર ઠંડી હોય છે.