બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 04:25 PM, 6 October 2022
ADVERTISEMENT
જાણો આયુષ્માન કાર્ડને કેવીરીતે ઘર બેઠા ડાઉનલોડ કરી શકો છો
જેમકે કેન્દ્ર સરકાર ગરીબ વર્ગ માટે આયુષ્માન ભારત યોજનાને ચલાવે છે. જો કે, હવે આ યોજના સાથે રાજ્ય સરકારો પણ જોડાયેલી છે. તેથી હવે આ યોજનાનુ નામ બદલીને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી યોજના કરી દીધુ. યોજના અંતર્ગત યોગ્યતા ધરાવતા લોકોના આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે. પછી તેના દ્વારા કાર્ડધારક મફતમાં 5 લાખ રૂપિયા સુધીની સારવાર કરાવી શકે છે. એવામાં જો તમે આ યોજના સાથે જોડાયેલા છો તો આવો જાણીએ કે તમે તમારા આયુષ્માન કાર્ડને કેવીરીતેઘરબેઠા ડાઉનલોડ કરી શકો છો.
ADVERTISEMENT
આ રીતે કરી શકો છો ઘર બેઠા આયુષ્માન કાર્ડ ડાઉનલોડ
સ્ટેપ-1
જો તમે આયુષ્માન યોજનાના લાભાર્થી છો તો તમે તમારા કાર્ડને ડાઉનલોડ કરી શકો છો. જેના માટે તમારે માત્ર તેની સત્તાવાર વેબસાઈટ pmjay.gov.in પર જવાનુ છે. પછી અહીં લૉગ ઈન કરવા માટે તમારે પોતાનો ઈ-મેલ આઈડી અને પાસવર્ડને નોંધવાનો છે.
સ્ટેપ-2
પછી સામે એક નવુ પેજ આવશે. જ્યાં પોતાના 12 પોઈન્ટનો આધાર નંબર નોંધી લો. પછી પોતાના અંગૂઠાના નિશાનને વેરિફાઈ કરાવો અને હવે એપ્રુવ્ડ બેનિફિશયરીના વિકલ્પ પર ક્લિક કરો.
સ્ટેપ-3
ત્યારબાદ તમને એપ્રુવ્ડ ગોલ્ડ કાર્ડની એક યાદી દેખાશે. જ્યાં પોતાનુ નામ તમારે સર્ચ કરવાનુ છે. પછી તમારે કન્ફર્મ પ્રિન્ટ ઓપ્શન પર ક્લિક કરવાની છે. હવે તમારે સીએસસી વેલેટમાં પોતાનો પાસવર્ડ નોંધવાનો છે.
સ્ટેપ-4
હવે તમારે તમારો પિન નાખવાનો છે અને પછી હોમ પેજ પર જવાનુ છે. ત્યારબાદ જોઈશુ કે તમારે કાર્ડધારકના નામ પરથી આયુષ્માન કાર્ડ ડાઉનલોડનુ ઓપ્શન દેખાશે. જેના પર ક્લિક કરીને તમે આ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.