ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પેન્શનરો ખાતામાં રૂપિયા જોઈએ છે? તો 30 નવેમ્બર પહેલા ફટાફટ પતાવી દો આ કામ
6 ફોટો ગેલેરી
Last Updated: 03:11 PM, 24 November 2026
1/6
વર્ષ 2026 માટે, મોટાભાગના સરકારી પેન્શનધારકોએ 30 નવેમ્બર સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં 'લાઈફ સર્ટિફિકેટ' જમા કરાવવામાં ન આવે, તો પેન્શન મેળવવામાં મુશ્કેલી આવી શકે છે. સારી વાત એ છે કે, આ માટે તમારે હવે બેંક કે પેન્શન ઓફિસમાં જવાની જરૂર નથી; તમે તમારા સ્માર્ટફોનનો ઉપયોગ કરીને, આધાર આધારિત 'ફેસિયલ રેકગ્નિશન' દ્વારા ઘરે બેઠા જ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકો છો.
2/6
'જીવન પ્રમાણ' એ એક ડિજિટલ જીવન પ્રમાણપત્ર છે. તેના માધ્યમથી, પેન્શનધારકો એ સાબિત કરી શકે છે કે તેઓ જીવિત છે અને તેમને પેન્શન મળવાનું ચાલુ રહેવું જોઈએ. અગાઉ, આ માટે બેંક અથવા પેન્શન કચેરીએ રૂબરૂ જવું પડતું હતું. પરંતુ હવે, આધાર અને બાયોમેટ્રિક ટેક્નોલોજીને કારણે, આ પ્રક્રિયા ઓનલાઇન પૂર્ણ કરી શકાય છે. આ પ્રક્રિયામાં, પેન્શનધારકોની ઓળખ તેમના આધાર નંબર અને બાયોમેટ્રિક માહિતીના આધારે કરવામાં આવે છે. ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પણ પ્રમાણપત્ર મેળવી શકાય છે. આ ડિજિટલ પ્રમાણપત્ર કાયદેસર રીતે માન્ય છે અને તેને પેન્શન ચૂકવતી બેંક અથવા સંબંધિત વિભાગમાં રજૂ કરી શકાય છે.
ADVERTISEMENT
3/6
ઘરે બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જનરેટ કરવા માટે, તમારી પાસે કેટલીક માહિતી અને સુવિધાઓ હોવી જરૂરી છે: (1) આધાર કાર્ડ નંબર (2) તમારા આધાર સાથે લિંક થયેલ મોબાઈલ નંબર (3) પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) નંબર (4) પેન્શન ખાતું અને બેંક વિગતો (5) ઇન્ટરનેટ સુવિધા અને કેમેરા ધરાવતો સ્માર્ટફોન (6) 'જીવન પ્રમાણ' એપ (7) 'આધાર ફેસ આરડી' એપ. ધ્યાન રાખો કે, તમારો મોબાઈલ નંબર તમારા આધાર સાથે લિંક કરેલો હોય, જેથી તમને જરૂરી OTP અને સંદેશાઓ મળી શકે.
4/6
જો તમે બેંકમાં ગયા વિના તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનાવવા માંગતા હોય, તો આ સ્ટેપ્સ ફોલો કરો. (1) સૌ પ્રથમ, તમારા મોબાઈલ ઉપકરણ પર 'Aadhaar Face RD' એપ અને 'Jeevan Pramaan' એપ ડાઉનલોડ કરો. ફેસ ઓર્થેન્ટિકેશન માટે 'Aadhaar Face RD' એપ જરૂરી છે. (2) એપ ખોલ્યા પછી, તમારો આધાર નંબર, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દાખલ કરો. ત્યારબાદ, આગળ વધવા માટે જરૂરી માહિતી આપો. (3) હવે, તમારું નામ, પેન્શનનો પ્રકાર, PPO નંબર અને બેંક ખાતાની વિગતો દાખલ કરો. પ્રમાણપત્ર તૈયાર કરવામાં કોઈ મુશ્કેલી ન આવે તે માટે ખાતરી કરો કે તમામ માહિતી યોગ્ય રીતે દાખલ કરવામાં આવી છે. (4) જો તમને એકથી વધુ પેન્શન મળતા હોય, તો વધારાના પેન્શનની વિગતો ઉમેરવા માટે 'Yes' પસંદ કરો. જો તમને માત્ર એક જ પેન્શન મળતું હોય, તો 'No'પર ક્લિક કરો.(5) હવે એપમાં ફેસ ઓર્થેન્ટિકેશન પ્રક્રિયા શરૂ થશે. તમારા ચહેરાને મોબાઈલ કેમેરાની સામે રાખો અને ફોનને એપમાં જણાવ્યા મુજબના અંતરે રાખો. (6) જ્યારે તમારા ફેસનું સ્કેનિંગ થઈ રહ્યું હોય, ત્યારે હલનચલન કરશો નહીં. એપમાં આપવામાં આવેલી સૂચના મુજબ તમારી આંખો પલકાવો. આ પ્રક્રિયા બાદ તમારી ઓળખની ચકાસણી કરવામાં આવશે. (7) એકવાર ફેસ ઓર્થેન્ટિકેશન સફળ થઈ જાય, પછી તમારું ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ તૈયાર થઈ જશે. ત્યારબાદ તમને તમારા મોબાઈલ ફોન પર એક SMS મળશે, જેમાં તમારું 'જીવન પ્રમાણ ID'અને પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટેની લિંક હશે.
ADVERTISEMENT
5/6
કેન્દ્ર અને રાજ્ય સરકારના મોટાભાગના પેન્શનધારકોએ દર વર્ષે નવેમ્બર મહિનામાં તેમનું લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવું જરૂરી હોય છે. વર્ષ 2026 માટે, આ માટેની અંતિમ તારીખ 30 નવેમ્બર છે. જોકે, 80 વર્ષ કે તેથી વધુ વયના પેન્શનધારકો માટે વહેલી તક આપવામાં આવે છે; તેઓ 1 ઓક્ટોબરથી પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકે છે. આવા વરિષ્ઠ પેન્શનધારકોએ પણ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેઓ નિર્ધારિત સમયમર્યાદામાં આ પ્રક્રિયા પૂર્ણ કરી લે.
6/6
જો કોઈ પેન્શનરને મોબાઈલ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન કરવામાં મુશ્કેલી પડતી હોય, તો તેઓ ઉમંગ એપનો ઉપયોગ કરીને તેમનું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે. વૈકલ્પિક રીતે, આ બેંક શાખાની મુલાકાત લઈને અથવા ડોરસ્ટેપ બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરીને કરી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, જે વૃદ્ધ વ્યક્તિઓને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડે છે તેમની પાસે તેમનું લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવા માટે અન્ય વિકલ્પો ઉપલબ્ધ છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ