બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / how much turmeric is too much turmeric expert reveals

હેલ્થ ટિપ્સ / ઔષધીય ગુણ સમજી હળદરનો વધુ પડતો કરો છો ઉપયોગ? તો થોભી જજો, નહીંતર આવી ગંભીર બીમારીને નોતરશો

Bijal Vyas

Last Updated: 08:44 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાકાળ દરમિયાન તે વસ્તુઓનો ઘણો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે રોગપ્રતિકારક શક્તિ વધે છે. જેમ કે- ઉકાળો, હળદર, લસણ, કાળા મરી અને લવિંગ.

  • હળદરને એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટિસેપ્ટિક કહેવામાં આવે છે
  • હળદરનો વધુ પડતો ઉપયોગ તમારા પાચનમાં સમસ્યા પેદા કરી શકે છે
  • હળદરનો ઉપયોગ મર્યાદિત માત્રામાં કરો કારણ કે તે કિડનીમાં પથરીનું જોખમ વધારે છે

Turmeric: કોરોનાકાળ દરમિયાન તે વસ્તુઓનો ઘણો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે રોગપ્રતિકારક શક્તિ વધે છે. જેમ કે- ઉકાળો, હળદર, લસણ, કાળા મરી અને લવિંગ. આ બધા રોગપ્રતિકારક શક્તિ વધારનારા આપણા રસોડામાં જોવા મળે છે. જી, હાં અહીં હળદર વિશે વાત થઇ રહી છે. હળદરને એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટિસેપ્ટિક કહેવામાં આવે છે. તેમાં અનેક ઔષધીય ગુણો જોવા મળે છે. તે સૌકોઇ જાણે છે, પરંતુ  કોઈપણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એટલા માટે હળદરનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે સારું નથી.

અનેક રોગોમાં લાભદાયક છે હળદર, જાણો તેના ફાયદા | turmeric benefits turmeric  is beneficial in many diseases

થઇ શકે છે પેટમાં તકલીફ 
હળદર પેટ માટે ખૂબ જ ગરમ છે, તેથી તેને ઓછી માત્રામાં ખાવી અથવા પીવી જોઈએ. નહિંતર, તે પેટમાં બળતરા શરૂ કરી શકે છે. પેટમાં સોજા ઉપરાંત ઉબકા પણ આવે છે. જો તમે વધુ પડતી હળદરનો ઉપયોગ કરો છો તો સાવચેત થઇ જજો.

ઝાડા અને ઉલ્ટીની સમસ્યા
ઝાડા અને ઉલ્ટીની સમસ્યા થઈ શકે છે. એક લીમિટ સુધી હળદરનો ઉપયોગ કરવો જોઈએ, નહીં તો તે તમારા માટે મોટી સમસ્યા બની શકે છે. તે જ સમયે, તે તમારા શરીર માટે જોખમી પણ હોઈ શકે છે. હળદરનો વધુ પડતો ઉપયોગ તમારા પાચનમાં સમસ્યા પેદા કરી શકે છે. જેના કારણે ઉલ્ટી અને ઝાડા થઈ શકે છે. હળદરના વધુ પડતા ઉપયોગથી તમે બીમારીથી દૂર નહીં પણ તેની પાસે જશો.

Topic | VTV Gujarati

વધી શકે છે કિડનીમાં પથરીનો ભય 
ઘણા લોકો હળદરનો ઉપયોગ કરે છે. તેઓ વિચારે છે કે તેઓ જેટલી વધુ હળદર ખાશે તેટલી તે ઘણી બીમારીઓથી દૂર રહેશે. પરંતુ તેઓ ભૂલી જાય છે કે તે તમારા શરીરને ફાયદા કરતાં વધુ નુકસાન કરે છે. હળદરનો ઉપયોગ મર્યાદિત માત્રામાં કરો કારણ કે તે કિડનીમાં પથરીનું જોખમ વધારે છે. હકીકતમાં, તેમાં ઓક્સાલેટ કેલ્શિયમ હોય છે જે શરીરમાં ઓગળવાને બદલે બંધાવા લાગે છે. કેલ્શિયમ અધુલનશીલ હોય છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ