બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / Cricket / how much the winning and runner-up teams will get from the ICC in the Cricket World Cup

ઇનામની વણઝાર / વર્લ્ડ કપમાં વિજેતા ટીમને કેટલું મળશે ઇનામ? સેમિફાઇનલ મેચમાં હારેલી બે ટીમો તેમજ અન્ય ટીમને પણ મળશે રકમ, જુઓ કેટલી

Kishor

Last Updated: 08:26 PM, 19 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટ વર્લ્ડ કપને આવો જાણીએ વિજેતા અને ઉપવિજેતા ટીમને આઈસીસી તરફથી કેટલું ઈનામ મળશે.

  • વર્લ્ડ કપને લઇ અમદાવાદના આંગણે જબરદસ્ત માહોલ
  • ભારતીય ટીમની બેટિંગમાં પ્રદર્શન નબળું રહ્યું
  • જાણો વિજેતા ટીમને કેટલું મળશે ઇનામ

ક્રિકેટ વર્લ્ડ કપને લઇ અમદાવાદના આંગણે જબરદસ્ત માહોલ જોવા મળી રહ્યો છે ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના આ જંગમાં ભારતીય ટીમની બેટિંગમાં પ્રદર્શન નબળું રહ્યું હોવાથી જીતને લઈ ચિંતા જોવા મળી રહી છે. 12 વર્ષ પહેલા 2003માં પણ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા જંગે ચડ્યું હતું. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ ત્રીજી વખત વર્લ્ડ કપનો ખિતાબ કબજે કર્યો હતો. હવે ભારત 2003ની હારનો બદલો લેવા માંગે છે, તો ઓસ્ટ્રેલિયાની ટીમ છઠ્ઠી વખત વર્લ્ડ કપનો તાજ પહેરવા મેદાને ઉતાર્યા છે. ત્યારે આવો જાણીએ વિજેતા અને ઉપવિજેતા ટીમને આઈસીસી તરફથી કેટલું ઈનામ મળવાનું છે.

દક્ષિણ આફ્રિકાને કુલ 1.6 મિલિયન ડોલર મળશે
ICC ODI વર્લ્ડ કપમાં અંદાજે 83 કરોડ રૂપિયાનું ઇનામ વિતરણ કરશે. વિજેતા ટીમને લગભગ 33 કરોડ રૂપિયા મળશે. જ્યારે રનર અપને 2 મિલિયન અંદાજે 16 કરોડ રૂપિયાની રકમ મળશે. બીજી બાજુ સેમિફાઇનલ મેચમાં હારેલી બે ટીમો, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાને કુલ 1.6 મિલિયન ડોલર મળશે. દરેક ટીમને તેનો હિસ્સો 8 લાખ ડોલર (રૂ. 6.65 કરોડ) મળશે.

45 મેચોની કુલ ઈનામી રકમ 15 કરોડ રૂપિયા 

જ્યારે લીગ સ્ટેજ પછી વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયેલી દરેક ટીમને પણ 83 લાખ રૂપિયાની રાશિ અપાશે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેધરલેન્ડ સહિત 6 ટિમો લીગ તબક્કા દરમિયાન બહાર થઈ ગઈ હતી. લીગ તબક્કામાં દરેક મેચની વિજેતા ટીમને 40 હજાર ડોલર એટલે કે 33 લાખ રૂપિયા મળશે. આ રીતે, લીગ તબક્કાની 45 મેચોની કુલ ઈનામી રકમ 15 કરોડ રૂપિયા હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ